ચરબી ઓછી કરવાનો જોરદાર નુસખો, રાત્રે પાણીમાં આ 3 વસ્તુ નાખીને પીવાથી ગાયબ થવા લાગશે ચરબી

0
12997

આજકાલના મોર્ડન અને ફેશન વાળા જમાનામાં દરેક લોકો એવું ઈચ્છે છે તે સ્માર્ટ દેખાય. લોકોને આજકાલ હીરો હિરોઈન જેવા દેખાવાનું ઘણું પસંદ હોય છે. એટલા માટે આજકાલ લોકો ફિટ રહેવાનું પસંદ કરે છે. આજના જમાનામાં કોઈને પણ જાડા રહેવું પસંદ નથી. લોકો પોતાનું શરીર સુડોળ રાખવાનું પસંદ કરે છે. કારણ કે મોટાપો કોઈને પસંદ નથી. જો તમે પણ જાડા છો અને પાતળા થવા માંગો છો તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ.

મોટાપો આજકાલ ઘણી ગંભીર સમસ્યા બની ગયો છે. સારા દેખાતા લોકો પણ મોટાપાને કારણે બદસુરત દેખાવા લાગે છે. આ મોટાપાની સમસ્યા ખોટું ખાનપાન, ઓછો શારીરિક શ્રમ વગેરેને કારણે થાય છે. એનાથી છુટકારો મેળવવા લોકો ઘણા બધા ઉપાયો કરે છે. ઘણી બધી ગોળીઓ, પાવડર વગેરે લે છે. પણ એનો કોઈ ખાસ ફાયદો થતો નથી.

અને જો થોડો ઘણો ફાયદો થાય પણ છે તો એ દવા લેવાની બંધ કરી દીધા પછી થોડો સમય જતા શરીર પાછું ફૂલવા લાગે છે. પણ આજે અમે તમને જે ઉપાય જણાવીશું એની કોઈ આડઅસર થશે નહિ.

મિત્રો ઘણાને મોટાપો એ કારણે પણ થાય છે, કારણ કે લોકો આજકાલ ફાસ્ટ ફૂડનું સેવન વધારે કરવા લાગ્યા છે. બજારમાં મળતા ફાસ્ટફૂડ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. અને એવું ખાવાથી જ આપણા શરીરમાં ચરબીનો વધારો થાય છે. જો તમે પણ એનાથી પીડિત છો તો હવે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારા માટે એક સ્પેશિયલ જ્યુસ લઇને આવ્યા છીએ. આ જ્યુસ તમારી વધારાની ચરબીને ઓછી કરવા માટે તમારી મદદ કરશે.

આ ચમત્કારી જ્યુસ છે કાકડીનું જ્યુસ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કાકડીનું જ્યુસ પેટને સાફ કરે છે. અને સાથે જ ચરબી દૂર કરે છે. આ જ્યુસમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. જે તમને સ્લિમ થવામાં મદદ કરે છે. અને ખાસ વાત જણાવી દઈએ કે આનું સેવન તમારે રાત્રે સુતા પહેલા કરવાનું છે.

સ્પેશ્યિલ જ્યૂસ બનાવવાની સામગ્રી :

કાકડી (૨ નંગ),

શેકેલું જીરું (પાવડર – ૧ ચમચી),

ખાંડ (૨-૩ ચમચી),

આદુનો નાનો ટુકડો,

ફુદીનાના પાન (૩ – ૪ નંગ),

લીંબુનો રસ (૨ નાની ચમચી),

મીઠું (સ્વાદનુસાર).

સ્પેશ્યિલ જ્યુસ બનાવવાની રીત :

આ જયુસ બનાવવા માટે સૌથી પહેલા કાકડી લઈને એને સારી રીતે ધોઈ લો. હવે આ કાકડીને છોલ્યા વગર જ એના નાના ટુકડા કરી લો. હવે તેને જ્યુસરમાં નાખો. એની સાથે જ આદુ અને ફુદીનાના પાન પણ નાખવા અને એનું જ્યુસ બનાવવું. ઉપરાંત આ જ્યૂસમાં ખાંડ, લીંબુનો રસ, જીરા પાવડર અને મીઠું સારી રીતે મિક્ષ કરો. જો તમારે ખાંડનો ઉપયોગ નથી કરવો તો તમે એમાં થોડું મધ પણ ઉમેરી શકો છો.

હવે તમારું જ્યુસ એકદમ તૈયાર છે. તમે આ જ્યુસનું સેવન સુતા પેહલા કરો. ગણતરીના દિવસોમાં તમારું બહાર નીકળેલું વધારાનું પેટ ઓછું થઈ જશે, અને તમે સુંદર દેખાવા લાગશો.