કરિયાતું (ચીરાયતા) જડીબુટ્ટી : કેન્સર અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓનો રામબાણ ઈલાજ

0
4734

આપણા પ્રાચીન ભારતમાં સારવાર માટે આયુર્વેદ જ ઉપયોગમાં લેવાતું હતું. ત્યારબાદ ઘણા વર્ષો પછી આ બધી અંગ્રેજી દવાઓ આવી. આયુર્વેદ એટલે કુદરતી પદાર્થો, છોડ, ફળ, શાકભાજી, વનસ્પતિ વગેરેની મદદથી ઈલાજ કરવાની પદ્ધતિ. આપણી દુનિયામાં ઘણી બધી વનસ્પતિ છે જે મનુષ્યના શરીર માટે અમૃત સમાન છે. એમાંથી એક છે કરિયાતું. આ વનસ્પતિ આખા દેશમાં ઉપલબ્ધ હોય છે.

સંસ્ક્રુતમાં તે ‘કીરાતક’ નામે ઓળખાય છે. અને હિંદીમાં એને ચીરાયતા કહે છે. આ પ્રાચીન જડ્ડી બુટ્ટી નેપાળી લીમડાના રૂપમાં પણ જાણીતી છે. આ વનસ્પતિ હીમાલયમાં ૧૦૦૦ થી ૧૫૦૦ મીટરની ઉચાઈએ ઉગે છે. ચીરાયત એક વર્ષીય છોડ છે, તેનો સ્વાદ કડવો હોય છે. તેની ઉચાઈ ૨-૩ ફુટ સુધી હોય છે. તેના ફળ સફેદ રંગના હોય છે. અને ઔષધી માટે એના આખા છોડનો ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે તમને એના ફાયદા જણાવીશું.

કેન્સરના રોગ માટે :

આજના સમયમાં દુનિયાના સૌથી ભયાનક રોગ માંથી એક છે કેન્સર. કેન્સરનો રામબાણ ઈલાજ એટલે કરિયાતું. કરિયાતુંમાં સૌથી વધારે કેન્સર સામે રક્ષણ આપવાની ક્ષમતા હોય છે. તે વિશેષ રૂપથી લીવર કેન્સર માટે પ્રભાવી છે. એ સીવાય આ ચયાપચયને વધારે છે, જેનાથી શરીરમાં નવુ લોહી બને છે. કરિયાતું મીથનોલ પણ સારા પ્રમાણમાં હોય છે. જે પણ કેન્સર સામે લડવામાં ઉપયોગી છે.

લોહીને શુધ્ધ કરવાં માટે :

કરિયાતું એક કડવી વનસ્પતિ હોય છે. અને તેમાં લોહીને શુધ્ધ કરવા વાળા ગુણ રહેલા છે. તે લોહીના ઉત્પાદન માટે પણ સારુ હોય છે. કરિયાતું એનીમીયાના લક્ષણ દુર કરવામાં ઘણી મદદ કરે છે.

લીવર સંબંધિત રોગો માટે :

કરિયાતુંમાં રહેલા અમુલ્ય તત્વોને કારણે તે ફેટી લીવર, સીરોસીસ અને બીજી ઘણી બીમારીઓ માટે સારું છે. તે લીવરની કોશીકાઓને રીચાર્જ કરીને તેના કામને ઉત્તેજીત કરે છે. આ સારો લીવર ડીટોકસીફાયર છે. કરિયાતુંનો લીવર ઉપર ડીટોક્સીફીકેશન પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. એટલા માટે કરિયાતુંનો ઉપયોગ લીવરની તકલીફોમાં કરવો ઉત્તમ રહે છે.

ત્વચા સંબંધિત રોગ માટે :

આજકાલની જીવનશૈલીમાં લોકો તેલ વાળા પદાર્થો વધારે ખાય છે. એના લીધે ત્વચાને લગતી સમસ્યા વધારે જોવા મળે છે. ત્વચા રોગ અને ત્વચાના સોજા માટે કરિયાતુંની પેસ્ટ બનાવીને તેનો ઈલાજ કરી શકાય છે. કરિયાતું ઘા મટાડે છે, અને ત્વચાને જલ્દી સારી કરે છે. આને પાણી સાથે મીક્સ કરી ઘા પર લગાવો. આનાથી તમને ઘણો ફાયદો થશે. એ સીવાય કરિયાતુંની પેસ્ટ ખીલના ઈલાજ માટે પણ ઉપયોગી થાય છે.

સાંધાના દુ:ખાવા માટે :

આજના સમયમાં ઉંમર વધવાની સાથે સાથે લોકોને સાંધાની સમસ્યા વધતી જઈ રહી છે. પણ જો લોકો કરિયાતુંનો ઉપયોગ કરશે, તો સોજા અને સાંધાનો દુઃખાવો દૂર થશે. કરિયાતુંને લાલીમા, દુ:ખાવો, સોજો અને સાંધાના રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને રુમેટીયડ ગઠીયામાં આનો સારા પ્રમાણમાં ફાયદો મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.