કેમ નિરમા વોશિંગ પાઉડર પર છપાતો હતો એક છોકરીનો ફોટો, સત્ય જાણીને થઇ જશો ભાવુક

0
8789

શું તમે જાણો છો શા માટે નિરમા વોશિંગ પાઉડર પર એક છોકરીનો ફોટો છપાતો હતો, તેનું સત્ય જાણીને તમારી આંખો ભીની થઈ જશે

વોશિંગ પાવડર નીરમા, નીરમા, દૂધ સી સફેદી….. બસ એટલું કહેવાની રાહ છે બાકીની આખી કડી તમે ગાઈ જ દીધી હશે. આપણા દેશમાં માત્ર ફિલ્મો અને ટીવી શો ના ગીત જ નહિ, પરંતુ જાહેરાતના ગીત પણ બધાના મોઢા પર અને જીભ પર રટણ કરતા રહે છે. તેવામાં જ એક જાહેરાત છે નીરમા વોશિંગ પાવડરની. જે ઘર ઘરમાં વેચાતો ફેમસ સર્ફ પાવડર છે. આજે તો સર્ફના નામ ઉપર ઘણા પ્રકારના પાવડર સામે આવી ગયા છે. પરંતુ એક સમય એવો હતો જયારે માત્ર નીરમાનો જાદુ ઘર ઘરમાં ચાલતો હતો.

માત્ર તેની ધોલાઈ જ નહિ પરંતુ ગીત પણ પ્રસિદ્ધ હતું. આ ટીવી જાહેરાતમાં એક નાની એવી સફેદ બાળકી આવતી હતી સફેદ ફ્રોક પહેરેલી, જેનો ફોટો નીરમાના પેકેટ ઉપર પણ છપાયેલો રહેતો હતો. તેનો આ સર્ફ પાવડર સાથે ઘણો જ ગાઢ સંબંધ છે. શું તમે જાણો છો પાવડરના પેકેટ ઉપર કેમ છપાતો હતો આ છોકરીનો ફોટો?

વોશિંગ પાવડર ઉપર છે છોકરીનો ફોટો.

નીરમા વોશિંગ પાવડરની શરૂઆત ગુજરાતના કરસન ભાઈએ ૧૯૬૯ માં કરી હતી. તેમની એક નાની એવી દીકરી હતી જેનું નામ નિરુપમા હતું. તે નિરુપમાને જીવથી વધુ પ્રેમ કરતા હતા અને તેમની ઈચ્છા હતી કે તેની દીકરી એક દિવસ આખી દુનિયા ઉપર છવાઈ જશે. કરસન ભાઈની એ આશા પૂરી તો થઇ, પરંતુ ઘણી જ દુ:ખદાયક રીતે. એક અકસ્માતમાં નિરુપમાનું મૃત્યુ થઇ ગયું. તે સમયે કરસન ભાઈ વોશિંગ પાવડરના નિર્માણ કાર્યમાં લાગેલા હતા. દીકરીના આકસ્મિક મૃત્યુએ તેને ઢંઢોળીને મૂકી દીધા. કરસન ભાઈને ઝટકો તો લાગ્યો, પરંતુ તેમણે હિંમત ન હારી અને કામ ચાલુ રાખ્યું.

હવે તેમનું વોશિંગ પાવડર બનાવવાનું કામ પૂરું થયું, તો તેમણે પેકેટ ઉપર પોતાની દીકરી નિરુપમાના નામ પરથી નીરમા નામ અને તેનો ફોટો છપાવ્યો. ઘણા જ નાના પાયે તેમણે પોતાના ધંધાની શરુઆત કરી અને તે વોશિંગ પાવડર વેચવા પોતે સાઈકલ ઉપર નીકળતા હતા. એ નામ જયારે બજારમાં ફેમસ થયું તો લોકો દરેક જગ્યાએ નીરમાનું નામ લેવા લાગ્યા અને કરસન ભાઈની એ ઈચ્છા પૂરી થઇ ગઈ.

આવી રીતે ઘર ઘરમાં પહોંચ્યો નીરમા પાવડર :

આમ તો આ મુકામ સુધી નીરમાને પહોંચાડવું પણ સરળ ન હતું. એના માટે કરસન ભાઈએ ઘણું મગજ દોડાવી સાચી માર્કેટિંગ પદ્ધતિ દ્વારા પોતાની આ પ્રોડક્ટને વેચી. જે સમયે કરસન ભાઈ પોતાની પ્રોડક્ટ વેચતા હતા તે સમયે પાવડરની કિંમત ૧૨ રૂપિયા પ્રતિ કિલો હતી. કરસન ભાઈએ પોતાનો નીરમા પાવડર ૩ રૂપિયે પ્રતિ કિલોના હિસાબે વેચવાનું શરુ કર્યુ. ન તેમના પાવડરમાં સુગંધ હતી ન કેમિકલ્સ એટલા માટે સસ્તામાં એચવાનું વિચાર્યુ. આમ તો સામાન્ય અને ગરીબ વર્ગને એવા જ સસ્તા પાવડરની જરૂર હતી જે તેમના બજેટમાં આવી શકે અને આ કામમાં કરસન ભાઈ સફળ થયા.

કરસન ભાઈએ પહેલા તેમની ફેક્ટરીમાં કામ કરવા વાળા વર્કસની પત્નીઓને વિનંતી કરી, કે તે પોતાની શેરી મોહલ્લા તમામ જગ્યાએ નીરમા વોશિંગ પાવડરની માંગણી કરે. એમ કરવાથી દુકાન વાળાના મનમાં બેસી ગયું કે મહિલાઓને નીરમા વોશિંગ પાવડર જ જોઈએ. તેનાથી માર્કેટમાં તેમનો પાવડર ચાલી નીકળ્યો.

એટલું જ નહિ તેમણે એક દિવસ તેમની માર્કેટને વધારવા માટે નીરમાને ટીવી ઉપર જાહેરાત આપવાનું વિચાર્યુ. તેમનું અનુમાન સાચું નીકળ્યું. ગીત સાથે જયારે વોશિંગ પાવડર લોકોની નજરોમાં આવ્યો તો લોકોમાં એને ખરીદવાની ઈચ્છા વધી ગઈ. ધીમે ધીમે નીરમા પાવડર દરેક જગ્યાએ છવાઈ ગયો. તેને સફળતા તો મળી, પરંતુ દીકરીના જતા રહેવાનું દુ:ખ હંમેશા તેમના દિલમાં રહ્યું.