પોતાની રાશિ મુજબ ઘર પસંદ કરશો તો જીવનમાં જળવાઈ રહેશે શાંતિ અને થશે ખુબ પ્રગતિ, જાણો કેવું ઘર લેવું.

0
440

રાશિ મુજબ હોય સપનાનું ઘર તો વધે છે ગુડ લક અને જળવાઈ રહે છે સુખ-સમૃદ્ધી, જાણો કઈ રાશિવાળા માટે કેવું ઘર શુભ છે.

સકારાત્મક ઉર્જા વાળા નિવાસ સ્થાન ઉપર હળવાશનો અનુભવ થાય છે, તો નકારાત્મક ઉર્જા વાળા નિવાસ સ્થાનમાં ભારેપણા જેવું લાગવા લાગશે. તમે ઘર લેવા માંગો છો તો તમારે તમારી રાશિ મુજબ ઘરની પસંદગી કરવી જોઈએ. રાશિ મુજબ ઘર પસંદ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. જો કોઈ કારણસર નવા ઘરનુ નિર્માણ કરવું શક્ય નથી તો વધુમાં વધુ તમારા શુભ રંગોનો ઉપયોગ કરી તમે ઘરના વાસ્તુ દોષને દૂર કરી શકો છો. આવો જાણીએ તેની સાથે જોડાયેલી વિશેષ બાબતો.

મેષ રાશિ : આ રાશિના લોકો માટે દક્ષીણ મુખી ઘરમાં રહેવું અત્યંત શુભ છે. જો તમે અહિયાં રહો છો તો તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે. તમે તમારા ઘરમાં બ્રાઈટ રંગોનો ઉપયોગ કરી શકો છો. જેમ કે લાલ, પીળો, ગુલાબી રંગ. તે તમને શુભ ફળ આપશે.

વૃષભ રાશિ : આ રાશિના લોકો માટે દક્ષીણ પૂર્વ મુખી ઘર શુભ રહે છે. તે તમારા લગ્નજીવનમાં પ્રેમ જાળવી રાખશે. તમારે તમારા ઘરની દીવાલો અને રૂમમાં ગુલાબી અને સફેદ રંગનો ઉપયોગ કરવો જોઈએ. બેડશીટ, પડદા વાદળી રંગના વાપરી શકો છો.

મિથુન રાશિ : આ રાશિના લોકો માટે ઉત્તર મુખી ઘરની પસંદગી કરવી પ્રગતિકારક અને શુભપ્રદાયક રહેશે. ઘરની શુભતા વધારવા માટે તમે ઘરમાં આછા લીલા અને આછા વાદળી રંગનો ઉપયોગ કરી શકો છો. ઘરની તે દિશા તમને હંમેશા સુખી અને સમૃદ્ધ બનાવી રાખશે.

કર્ક રાશિ : આ રાશિના લોકો માટે ઉત્તર-પશ્ચિમ દિશાનું ઘર ઉત્તમ રહેશે. તેની સાથે તમારે તમારા ઘરમાં સફેદ કે ક્રીમ રંગ કરાવવો જોઈએ, તે તમને શુભ ફળ આપશે. તે દિશાનું મકાન તમને આનંદ પૂરો પાડશે.

સિંહ રાશિ : આ રાશિના લોકો માટે પૂર્વ મુખી ઘર ઉત્તમ રહેશે. જો તમે પૂર્વ મુખી ઘરમાં રહો છો તો તમારે ત્યાં નારંગી, સિલ્વર અને ગોલ્ડન યલો રંગનો ઉપયોગ કરવો જોઈએ. તે તમને આરોગ્ય, આત્મવિશ્વાસ, ઉચ્ચપદ અને પ્રગતિ આપશે.

કન્યા રાશિ : આ રાશિના લોકો માટે ઉત્તર મુખી ઘરમાં નિવાસ કરવું સુખ-સૌભાગ્ય, ધન, ધાન્ય અને જીવનમાં પ્રગતિ આપશે. તમારા ઘરને રંગવા માટે આછા લીલા, આછા ગુલાબી અને ક્રીમ રંગોનો વધુમાં વધુ ઉપયોગ કરો.

તુલા રાશિ : આ રાશિના લોકો દક્ષીણ પૂર્વ મુખી ઘરની પસંદગી કરે. અને તમારા ઘરને ક્રીમ, ગુલાબી અને આછા લીલા રંગોથી શણગારે. એમ કરવાથી તમારું ભાગ્ય ચમકશે. દક્ષીણ પૂર્વ મુખી દિશાની શુભતા પ્રેમ સંબંધોમાં સફળતા, સુખદ દાંપત્ય જીવન આપે છે અને વાહનોના કષ્ટથી બચાવે છે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકોએ દક્ષીણ મુખી ઘરમાં નિવાસ કરવો જોઈએ. ઘરમાં રંગ કરવા માટે લાલ, આછા પીળા અને નારંગી રંગનો વધુ ઉપયોગ કરવો. ઘરના દક્ષીણ ખૂણામાં ભારે ફર્નીચર રાખવાથી વૈભવની પ્રાપ્તિ થશે.

ધનુ રાશિ : ઉત્તર પૂર્વ મુખી ઘર આ રાશિના લોકો માટે વિશેષ શુભ રહેશે. ઘરને પીળા, લાલ અને નારંગી રંગથી રંગાવો. તેનાથી તમારા જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. આ દિશાના મકાનમાં રહેવાથી તેમાં ઉત્તરોત્તર પ્રગતિના યોગ ઉભા થશે.

મકર રાશિ : આ રાશિના લોકોએ પશ્ચિમ મુખી ઘરમાં રહેવું જોઈએ. આ દિશામાં બનેલુ ઘર તમને પ્રગતિ, સફળતા, સુખ-શાંતિ આપશે. વાસ્તુ શુભતા મેળવવા માટે તમારે પૂજા કક્ષમાં લીલો રંગ કરાવવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં સમૃદ્ધી જળવાઈ રહે છે.

કુંભ રાશિ : આ રાશિના લોકોના સ્વામી ગ્રહ શનિ છે. શનિની શુભ દિશા પશ્ચિમ દિશા છે. એટલે પશ્ચિમ દિશા મુખી ઘર તમારી પ્રગતિની નવી તકો ઉભી કરશે. તમારા ઘરમાં આસમાની અને આછો ભૂરો રંગ કરાવો તો તે અતિ શુભ રહેશે.

મીન રાશિ : આ રાશિમાં લોકોએ ઉત્તર પૂર્વ મુખી ઘરમાં રહેવું જોઈએ. આ દિશા તમારા માટે શુભ અને ભાગ્યશાળી રહેશે. પૂજા કક્ષમાં પીળો રંગ કરવો ભાગ્ય પ્રાપ્તિમાં સહયોગ કરશે અને તમારા ઘરની સુખ શાંતિ જળવાઈ રહેશે.

આ માહિતી એશિયાનેટન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.