સૌથી સસ્તું બજાર, અહીં 100 રૂપિયામાં લેધર જેકેટ, તો માત્ર 80 રૂપિયામાં મળે છે બ્રાન્ડેડ જીન્સ

0
12303

શિયાળમાં ઠંડીથી શરીરનું રક્ષણ કરવા માટે આપણે સ્વેટર, જર્સી, જેકેટ, સૌલ બીજા ઘણા પ્રકારની વસ્તુઓ ખરીદીએ છીએ. દેશના દરેક રાજ્યોમાં દર વર્ષે આવા કપડાની ભારે ખરીદારી કરવામાં આવે છે. જો તમને સારી ગુણવત્તાના કપડાં જોયતા હોય તો એ તમારા ખીસાને ભારે પડી શકે છે. પરંતુ આજે અમે તમને એવા બજાર વિષે જણાવવા જઈ રહ્યા છે જ્યાં શિયાળા માટે કપડાં સસ્તી કિંમતથી શરૂ થાય છે.

માર્કેટમાં ક્વોલિટી વાળા કપડાં ઘણા મોંઘા હોય છે. શો રૂમમાં સામાન્ય જેકેટની કિંમત 1000 રૂપિયાથી શરુ થાય છે અને 3000 અથવા એનાથી પણ વધારે મોંઘા ભાવ તમને જોવા મળશે. પણ જો તમે બ્રાન્ડેડ જેકેટ અને સ્વેટર ખરીદવા માંગો તો એ હજુ વધારે મોંઘા મળે છે. જો તમે શિયાળાની ઋતુમાં દિલ્લી અથવા લુધિયાણામાં છો તો તમે તમે ઘણા સસ્તા ભાવે શોપિંગ કરી શકો છો.

આજે અમે તમને અલગ અલગ શહેરોના બજાર વિષે જણાવીશું જ્યાં જેકેટ ફક્ત 180 રૂપિયામાં ખરીદી શકાય છે, સાથે જ સ્વેટર 100 રૂપિયાથી ઓછા ભાવમાં મળી જાય છે. આ હોલસેલ બજાર છે પણ તમે અહીં ભાવતાલ કરીને એક પીસ પણ ખરીદી શકો છો. દિલ્લીના ગાંધી નગરમાં 15 હજાર કરતા પણ વધારે દુકાન છે. માટે જો તમે આવા કપડાં ખરીદવાના પસંદ કરો છો, તો દિલ્હીના ગાંધી નગર માર્કેટમાં આવી જાવ. જ્યાં તમને સ્વેટરથી લઈને જેકેટ પણ ખુબ સસ્તા અને ઓછી કિંમતમાં મળે છે. બસ અહીંયા ખરીદવા માટે તમારે ભાવતાલ કરવું સારી રીતે આવડવું જોઈએ. જો તમે ભાવતાલ કરવામાં એક્સપર્ટ છો તો આના કરતા સારું માર્કેટ તમારા માટે કોઈ નથી.

અહીંના એક દુકાનદાર જણાવે છે જથ્થાબંધ વસ્તુ લેવા પર તમને જેકેટ 100 રૂપિયામાં મળી જાય છે. અહીં ફક્ત 35 રૂપિયાંમાં બાળકો માટે ડેનિમ મળી જાય છે. અને મોટા માટે જીન્સ 80 રૂપિયામાં મળી આવે છે. આના સિવાય અહીંયા તમને ઘરેણાં, જ્વેલરી વગેરે પણ ઓછી કિંમતમાં મળશે. અહીંયા વેચાવવા વાળા કપડાં મોટાભાગે દુકાન વાળાઓએ પોતે જ તૈયાર કરેલ હોય છે. એટલા માટે તેમની ક્વાલિટી પણ સારી હોય છે.

આ માર્કેટને એશિયાનું સૌથી મોટું હોલસેલ માર્કેટ પણ માનવામાં આવે છે. અહીંથી આખા દેશમાં અલગ અલગ જગ્યા પર કપડાં સપ્લાઈ કરવામાં આવે છે. શિયાળામાં અહીંયા તમને એક સારું અને હાઈ ક્વાલિટીનું શર્ટ ફક્ત 100 રૂપિયામાં મળી જશે. જયારે લેધર જેકેટ તમને સરળતાથી 180 માં મળી જશે. જો તમે પ્રીમિયમ ક્વાલિટી, હાઇ ક્વાલિટી તરફ જાવ છો તો તેવા જેકેટ પણ તમને ઓછી કિંમતમાં મળી જશે. દિલ્હીમાં આ માર્કેટ સિવાય લાજ્પત નગર, સરોજની નગર, જનપદ, ચાંદની ચોક, કરોલ બાગ વગેરે બજાર પણ છે. જ્યાંથી લોકો શોપિંગ કરવાનું પસંદ કરે છે. અહીંયા તમને ઉની કપડાં તમને તમારા બજારમાં મળવા વાળી કિંમત કરતા 50 ટકા સુધી ઓછી કિંમત પર મળશે.

લુધિયાણાના બજાર : દિલ્લી પછી લુધિયાણામાં ગરમ કપડાં સૌથી સસ્તા ભાવમાં મળે છે. લુધિયાણામાં ઘુમર મંડી અને કરીમપુરા બજારમાં પણ જથ્થાબંધ કપડાં મળે છે. ઉનના અને પાર્ટીમાં પહેરવા વાળા કપડાં માટે 1000 થી વધુ દુકાનો છે. અહીં 40 થી 50% ડિસ્કાઉન્ટ વાળી કિંમત પર કપડાં મળી રહે છે. એની સાથે તમે આ બજારમાં ભાવતાલ પણ કરી શકો છો.

નોંધ : સમય અનુસાર આના ભાવમાં બદલાવ થતો રહે છે, અમે આ વાત કન્ફર્મ કહેતા નથી કે અમે જણાવેલ કિમતમાં જ તમને આ વસ્તુ મળશે, તમને ઓછું કે વધારે કિમતમાં પણ મળી શકે છે.