કોર્ટે સરકારને કહ્યું – તો સાંસદો અને વિધાયકોને મળતી પેંશન બંધ કરો

0
3039

જૂની પેંશન સ્કીમને સ્થાયી કરવાની માંગ કરવા વાળા સરકારી કર્મચારીઓની હડતાલ બાબતે સરકારના વલણની ઈલાહાબાદ હાઈકોર્ટે તીખી આલોચના કરી છે. હાઈકોર્ટે કહ્યું કે નવી પેંશન સ્કીમ સારી છે તો એમ.પી અને એમ.એલ.એ પર કેમ લાગુ નથી કરતા.

જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ રાજેન્દ્ર કુમારની બેંચે પૂછ્યું કે, કર્મચારીઓની સહમતી વગર સરકાર એમનું અંશદાન શેયરમાં કઈ રીતે લગાવી શકે છે. શું સરકાર અસંતુષ્ટ કર્મચારીઓ પાસે કામ લઇ શકે છે? કોર્ટે કહ્યું કે સરકાર લૂંટ વાળી કરોડોની યોજનાઓ લાગુ કરવામાં નથી અચકાતી અને એને 30 થી 35 વર્ષની સેવા પછી સરકારી કર્મચારીઓને પેંશન આપવામાં સમસ્યા થઇ રહી છે. કોર્ટે સરકારને પૂછ્યું કે શું કર્મચારીઓને ન્યુનતમ પેંશન આપવાનું આશ્વાસન નહિ આપવું જોઈએ. કોર્ટે કહ્યું કે કર્મચારીઓની હડતાલથી સરકારને નહિ પણ લોકોને નુકશાન થાય છે.

Judge gavel, scales of justice and law books in court

આવો જાણીએ કે પૂર્વ સાંસદોને કઈ કઈ સુવિધાઓ મળતી હતી :

સંસદ સભ્ય વેતન, ભથ્થું અને પેંશન અધિનિયમ 1954 અંતર્ગત સાંસદોને પેંશન મળે છે. એક પૂર્વ સાંસદને દર મહિને 20 હજાર રૂપિયા પેંશન મળે છે.

5 વર્ષથી વધારે થયા પછી દર વર્ષ માટે 1500 રૂપિયા અલગથી આપવામાં આવે છે. જણાવી દઈએ કે યોગી આદિત્યનાથ કમેટીના સાંસદની પેંશન રાશિ વધારીને 3 હજાર રૂપિયા કરવાની અરજી કરવામાં આવી છે.

આજની તારીખમાં પેંશન માટે કોઈ ન્યૂનતમ સમય સીમા નક્કી નથી કરી. એટલે કે કેટલા પણ સમય માટે સાંસદ રહો વ્યક્તિ પેંશનનો હકદાર થશે. આ એક અજીબ વિરોધાભાસી નિયમ છે. સાંસદો અને વિધાયકોને ડબલ પેંશન લેવાનો પણ હક છે. કોઈ વ્યક્તિ પહેલા વિધાયક રહ્યો હોય અને પછી સાંસદ પણ બની ગયો હોય તો એને બંનેનું પેંશન મળે છે.

પતિ, પત્ની અથવા આશ્રિતને ફેમેલી પેંશનની સુવિધા પણ મળે છે. સાંસદ અથવા પૂર્વ સાંસદના મૃત્યુ પર એમના પતિ, પત્ની આથવા આશ્રિતને આજીવન અડધું પેંશન આપવામાં આવે છે. મફત રેલવે યાત્રાની સુવિધા પણ આપવામાં આવે છે. પૂર્વ સાંસદોને કોઈ એક સહયોગી સાથે ટ્રેનમાં સેકન્ડ એસીમાં મફત યાત્રાની સુવિધા છે. એકલા યાત્રા કરવા પર પ્રથમ શ્રેણી એસીની સુવિધા મળે છે.

જે કર્મચારી 5 વર્ષ માટે આ પદ પર નોકરી કરીને પછી બીજે ક્યાંક નોકરી કે કોઈ ધંધો કરવાં લાગે છે, તો એમને આ મફતનું પેન્શન આપવાની જરૂર શું છે. ખબર નઈ સરકાર શું કરી રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.