નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એક વખત સ્વાગત છે. આજે અમે તમારા માટે સદીઓથી અજમાવવામાં આવેલા દાદીમાંના ઘરેલું નુસખાનો ખજાનો લઈને આવ્યા છીએ. તમે પણ એને જાણો અને પોતાની નોટબુકમાં નોંધી લો. આ નુસખાઓ ઘણા અસરદાર છે. તમને ક્યારેય પણ કામ લાગી શકે છે.
1) મિત્રો માત્ર ૧ ગ્રામ સુકા ધાણા, ૧ ગ્રામ સર્પગંધા અને ૨ ગ્રામ મિશરીને વાટીને તાજા પાણી સાથે ખાવાથી હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ થઇ જાય છે.
૨) જો તમારા કાનમાં કોઈ જીવડું ઘુસી જાય, તો તમે કાનમાં સરસીયાનું તેલ નાખી દો. જીવાત પોતાની જાતે બહાર આવી જશે.
૩) જેમની દ્રષ્ટિ નબળી હોય એમના માટે ખાસ નુસખો. સંતરાના રસમાં મીઠું અને કાળા મરી નાખીને દરરોજ પીવાથી દ્રષ્ટિની નબળાઈ દુર થઇ જાય છે.
4) મિત્રો જો તમારી આંખમાં મચ્છર જતો રહે, તો તમે ઉંધા પગે ચાલવવાનું શરુ કરી દો. મચ્છર નીકળી જશે. વાંચવામાં વિચિત્ર લાગશે પણ અસરદાર છે.
5) જો કોઈને ધાધર થઈ હોય, તો એના ઉપર કાચા પપિયાનો રસ લગાવવાથી ધાધર અને ખરજવાની તકલીફ થોડા જ દિવસોમાં ઠીક થવા લાગે છે.
6) જણાવી દઈએ કે ગુલકંદ ખાવાથી એસીડીટીની તકલીફમાં ફાયદો થાય છે.
7) ૨ ગ્રામ શેકેલી ફટકડી રાત્રે મોઢામાં રાખીને સુવાથી ૩-૪ મહિનામાં તોતડાપણું ઓછું થવા લાગે છે.
૮) જો તમને પથરીની તકલીફ છે, તો એના માટે પથ્થરતોડનું ૧ પાંદડું વાટી લો અને સાથે ૪ દાણા મિશરીના વાટીને ૧ કપ પાણી સાથે ખાલી પેટ પીવો. તમારી પથરી દુર થવા લાગશે.
૯) ગરમ દુધમાં હળદર નાખીને પીવાથી જૂની ખાંસી પણ ઠીક થઇ જાય છે.
૧૦) બાળકને દસ્ત થવા ઉપર ઠંડા પાણીમાં જાયફળ વાટીને સવાર સાંજ આપો. એને રાહત થઈ જશે.
૧૧) મિત્રો હોઠ ઉપર કાચું દૂધ લગાવવાથી તેની કાળાશ દુર થાય છે.
૧૨) ચહેરા ઉપર ઝાઈયા થવાથી તારપીનનું તેલ લગાવીને થોડી વાર પછી ધોઈ લો. ધીમે ધીમે આ સમસ્યા દુર થઈ જશે.
૧૩) તેમજ બ્રાહ્મીના પાંદડાને વાટીને સવાર સાંજ દૂધ સાથે લેવાથી સ્વપ્ન દોષ ઠીક થાય છે અને પેશાબ પણ ખુલીને આવે છે.
૧૪) જો ભૂલથી નાકમાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ હોય, તો તમાકુ વાટીને સુંઘવાથી છીંક સાથે તે વસ્તુ બહાર આવી જાય છે.
૧૫) વાળ ખરવા કે તુટવાની સમસ્યા હોય, તો માથામાં લીંબુના રસમાં નારીયેલનું તેલ ભેળવીને હળવા હાથે માથાની માલીશ કરો. વાળ સુંવાળા થઇ જશે અને ખોડાની તકલીફ પણ દુર થઇ જશે.
૧૬) જો તમારું બાળક રાત્રે પથારીમાં પેશાબ કરે છે, તો તેને રાત્રે સુતા પહેલા એક અખરોટની ગીરી અને સુકી દ્રાક્ષ ૧૦ દિવસ સુધી ખવરાવો, કે પછી એક સુકી ખારેક સવારે ખાલી પેટ આપો. એની સમસ્યા દુર થઈ જશે.
૧૭) પથરીથી પરેશાન લોકો આ પણ કરે. પપૈયાના મૂળ ૬ ગ્રામ લઈ એને વાટીને ૧૦ ગ્રામ પાણીમાં ઘોળીને એને ગાળી લો. આ પાણી રોજ પીવાથી પથરી ૨ દિવસમાં ઓગળીને બહાર આવી જશે.
૧૮) એક ગ્લાસ મીઠા દુધમાં ૫ ગ્રામ બેલગીરીનું ચૂર્ણ ભેળવીને પીવાથી લોહી વધે છે, અને શરીરમાં લોહીની કમી દુર થવા લાગે છે.
૧૯) ખીલથી પરેશાન લોકો માટે ખાસ. રાત્રે સુતા પહેલા કાળા મરી વાટીને ખીલ ઉપર લગાવવાથી ખીલ ઠીક થઇ જાય છે.
૨૦) તમારે કારેલાનું જ્યુસ સવાર સાંજ ખાલી પેટ પીવું જોઈએ. તેના માટે સૌથી પહેલા બે થી ત્રણ કારેલાના બીજ કાઢી દો અને તેનો રસ કાઢો. પછી તેમાં થોડું પાણી નાખો અને પીવો. ઓછામાં ઓછું ૨ મહિના સુધી આ જ્યુસ સવારે ખાલી પેટ પીવો. તમે સ્વસ્થ હંમેશા સ્વસ્થ રહેશો.
૨૧) ૩ ગ્રામ શાહજીરું (કલોંજી) વાટીને ૧ ગ્રામ માખણમાં ભેળવીને ચાટવાથી હિચકી દુર થઇ જાય છે.
૨૨) જણાવી દઈએ કે આગથી દાઝી જવા ઉપર મધ લગાવવાથી ફરફોલા નથી પડતા.
૨૩) જો ભૂલથી કોઈએ કાંચ ખાઈ લીધો હોય તો તેને ઉકાળેલા બટેટા ખવરાવો.
૨૪) જો તમારી હિચકી બંધ થવાનું નામ નથી લેતી, તો ફુદીનાના પાંદડા કે લીંબુનો રસ ચૂસો.
25) નાના બાળકો સાથે લીલા પીળા દસ્તમાં માં ના દૂધમાં જાયફળ ઘસીને આપવાથી ફાયદો થાય છે.
૨૬) લોહીવાળા હરસ થવા પર લોહીને અટકાવવા માટે ૧૦-૧૨ ગ્રામ ધોયેલા કાળા તલને તાજા માખણ સાથે લો. આ લેવાથી હરસમાં લોહી આવવાનું બંધ થઇ જાય છે.
27) પીળી માટીને વાટીને પાણી સાથે લેપ બનાવીને પેડુ ઉપર લગાવવાથી પેશાબ ખુલીને આવે છે.
૨૮) બાળકના શ્વાસ ચાલવા, પાંસળીમાં દુ:ખાવા ઉપર સરસીયાના તેલને હળવું ગરમ કરીને પાનના પાંદડા ઉપર લગાવો અને દુ:ખાવા વાળા ભાગ ઉપર બાંધો.
૨૯) જાણકારી માટે જણાવી દઈએ કે દાડમની છાલને વાટીને પાણી સાથે લેવાથી સ્વપ્ન દોષ બંધ થાય છે.
૩૦) લીંબુના રસમાં એક જાયફળ ઘસીને લગાવવાથી દસ્ત ખુલીને આવે છે.
૩૧) ચહેરો સુંદર કરવા માટે ખાસ : ટમેટાના રસને ચહેરા ઉપર લગાવવાથી ચહેરાના ડાઘ ધબ્બા દુર થવા લાગે છે.
૩૨) કાનમાં દુઃખાવો થવા પર ગુલાબના અત્તરના ૧-૨ ટીપા કાનમાં નાખવાથી કાનનો દુ:ખાવો દુર થઈ જાય છે.
૩૩) આંખની ફૂસી ઉપર લવિંગ ઘસીને લગાવવાથી ફૂસી દબાઈ જાય છે.
૩૪) કાચી કેરીની છાલની રાબ બનાવીને રાખી લો. પેટમાં જીવાત થવા ઉપર બે દિવસ સુધી ૧ ચમચી પીવાથી પેટની બધી જીવાત મરી જાય છે.
૩૫) જો ભૂલથી પેટમાં કોઈ પ્રકારનું ઝેર જતું રહ્યું હોય, તો ૧ ગ્રામ રાઈનું ચૂર્ણ પાણીમાં ઓગાળીને પીવાથી ઉલટી દ્વારા ઝેર બહાર આવી જાય છે.
૩૬) લીમડો અને બોરના પાંદડા વાટીને માથા ઉપર ઘસીને થોડી વાર પછી વાળ ધોવાથી વાળ લાંબા અને સુંદર થાય છે.
૩૭) જો તમને ટાલીયાપણાની સમસ્યા છે, તો એનાથી છુટકારો મેળવવા માટે ૫ ચમચી દહીંમાં ૧ ચમચી લીંબુનો રસ અને ૨ ચમચી કાળા ચણાનો પાવડર ભેળવીને તેને ત્રણ કલાક માથા ઉપર લગાવીને રાખો. ત્યાર પછી માંથું ધોઈ લો. આ અઠવાડીયામાં ૨ થી ૩ વખત કરો. તમારી સમસ્યા ધીમે ધીમે દુર થઈ જશે.
૩૮) જો કોઈને ગોઠણ અને સાંધાનો દુ:ખાવો છે, તો તેના માટે અશ્વગંધા, આમલી અને શતાવરીનું ચૂર્ણ સારી રીતે મિક્સ કરીને, તેને દરરોજ સવારે પાણી સાથે લો. તેનાથી દુ:ખાવામાં ફાયદો મળે છે અને સાંધામાં મજબુતી મળે છે. અને જો ગઠીયાની તકલીફ જોય તો તે પણ ઠીક થાય છે.
૩૯) શરદી જુકામમાં તરત આરામ મેળવવા માટે દિવસમાં ૨ વખત મધ સાથે આદું ખાવું જોઈએ.
૪૦) જો દાંતમાં દુઃખાવો હોય તો, આદુનો રસ અને મધ ભેળવીને લગાવવાથી દાંતનો દુ:ખાવો ઠીક થઇ જાય છે.
૪૧) પેટની ચરબી અને મોટાપો ઓછો કરવા માટે દરરોજ સવારે ઉઠીને, ખાલી પેટ ૧ ગ્લાસ હુફાળા પાણીમાં ૧ લીંબુ નીચોવીને પીવો. અને દિવસમાં એક વખત લીંબુની ચા પીવો.
૪૨) સવારે શૌચ જતા પહેલા તાંબાના વાસણમાં રાખવામાં આવેલું રાતનું વાસી પાણી રોજ પીવામાં આવે તો કબજિયાતની તકલીફ દુર થાય છે, અને સ્વપ્ન દોષમાં પણ ફાયદો થાય છે.
૪૩) ઉંચાઈ વધારવા માટે ખાસ : રોજ સવારે કોઈ વસ્તુ પકડીને થોડા સમય સુધી લટકવાથી ઉંચાઈ વધે છે. પણ ઓછામાં ઓછું ૧ વર્ષ સુધી તે રોજ કરવું જોઈએ.
૪૪) મચ્છી ખાતી વખતે જો એનો કાંટો ગળામાં ફસાઈ જાય તો કેળું ખાવું જોઈએ.
૪૫) લીલા ધાણા વાટીને તેનું પાણી નીચોવીને પીવાથી ઉલટી બંધ થઈ જાય છે.
૪૬) શુદ્ધ મધ ૫૦ ગ્રામ અને મોળું દહીં ૧૦૦ ગ્રામ ભેળવીને રોજ સવારે ખાવાથી આરોગ્ય જળવાય છે, અને શરીરમાં મોટાપો આવે છે. તે એક વર્ષ સુધી સતત કરો. તેનાથી મગજની નબળાઈ દુર થાય છે. ચહેરાના પીંપલ્સ દુર થાય છે અને ચહેરાનો રંગ ચોખ્ખો થાય છે.
૪૭) લવિંગનું ઉકાળેલું પાણી પીવાથી વારંવાર લાગતી તરસ ઓછી થઇ જાય છે.
આ લેખ બીજા સુધી પહોચાડવા આમારી મદદ જરૂર કરો. આ મદદ માટે તમારે ફક્ત આ લેખને શેયર કરવાનો છે, અને ગમે તો લાઇક જરૂર કરજો.