આપણે ‘ડેઈલી લાઈફમાં’ દરરોજ કરીએ છીએ આ 8 ભૂલો, જાણો શું છે એની સાચી રીત

0
1496

“માણસ માત્ર ભૂલને પાત્ર.” આ કહેવત તો દરેકે સાંભળી જ હશે. અને એ સાચી પણ છે. મિત્રો આપણે બધા વારંવાર આપણા રોજિંદા જીવનમાં એવી ભૂલ કરીએ છીએ જેના વિષે આપણને ખબર નથી હોતી. હાં, આ વાત સાચી છે. રોજિંદા જીવનમાં ઘણી બધી એવી વસ્તુઓ છે, જેને સાચી રીતે કરવાની પધ્ધતિ અલગ હોય છે અને આપણે એને કોઈ અલગ જ પધ્ધતિથી કરીએ છીએ. ઉદાહરણ સાથે જણાવીએ, તો માની લો કે તમે કોકના કેનમાં સ્ટ્રો નાખીને પીવો છો. તે રીત તમને સાચી જ લાગે છે, પણ તે અસલમાં એકદમ ખોટી છે. માટે આજે અમે થોડી એવી વસ્તુઓ વિષે જણાવીશું જે તમને અત્યાર સુધી સાચી લાગતી હતી પણ અસલમાં તમે એમાં ભૂલ કરો છો.

આપણે આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ આ ભૂલો :

ઈયરફોન કાનમાં ભરાવાની સાચી રીત :

આપણે બધા ઈયરફોનને કાનમાં ભરાવામાં ભૂલ કરીએ છીએ. જોવા મળે છે કે લોકો ઈયરફોન સીધા પોતાના કાનમાં નાખે છે. પરંતુ એ રીત તદ્દન ખોટી છે. ઈયરફોન પહેરવાની સાચી રીત એ છે કે તમે એને કાનની ઉપરથી લપેટીને કાનમાં નાખો. આમ કરવાથી ઈયરફોન પડતા નથી.

કોકમાં સ્ટ્રો નાખીને પીવું :

કોઈ પણ જગ્યાએ કેન માંથી કોલ્ડડ્રીંક પીતા સમયે મોટેભાગે લોકો કોકના કેનમાં સ્ટ્રો નાખીને પીવે છે. પણ તમને જણાવી દઈએ કે આ રીત એકદમ ખોટી છે. કારણ કે કોકના કેન સ્ટ્રો નાખ્યા વગર પીવા માટે હોય છે. હવે જો તમે પણ આ ભૂલ કરો છો તો એને સુધારી લો.

લસણને છોલવાની યોગ્ય રીત :

મિત્રો જો તમે હાથથી લસણ છોલતાં હોવ તો તમને એની સાચી ટેક્નિક જણાવી દઈએ. એના માટે એક જાર (બરણી જેવું નાનું પાત્ર) માં લસણ મુકો અને ઢાંકણ બંધ કરી દો. પછી જોર જોરથી હલાવો. લસણ જાતે જ છોલાય જશે. તમારે એના માટે ઘણી વધારે મહેનત કરવાની જરૂર નથી.

ઈંડાને સાચી રીતે તળવા :

જયારે પણ તમે ઘરે ઈંડા તળવાનો પ્રયત્ન કરો છો ત્યારે તે આખા તવામાં ફેલાય જાય છે. એની પાછળનું કારણ છે કે તમારી રીત ખોટી છે. તમે કોઈ વિશેષ ઉપકરણ અથવા ગેજેટ્સને ખરીદ્યા વગર સંપૂર્ણ રીતે ગોળ તળેલું ઈંડુ બનાવી શકો છો. એના માટે તમારે ફક્ત એક કાંદાને કાપીને એની એક ગોળ રિંગ કાઢવાની છે. ફોટોમાં એની સાચી રીત જોઈ લો.

બ્રશ પર ટૂથપેસ્ટ લગાવવાની સાચી રીત :

ટીવીની એડમાં જોઈને ઘણા બધા લોકો બ્રશ કરતા સમયે એની પર ઘણી વધારે પેસ્ટ લગાવે છે. પણ, તમને જાણીને નવાઈ લાગશે કે ટૂથપેસ્ટ પર ફક્ત એક વટાણાના દાણા બરાબર જ પેસ્ટ લગાવવી જોઈએ. આ વાત ડોક્ટરો પોતે પણ જણાવે છે કે ટુથપેસ્ટને બ્રશ પર વધારે માત્રામાં લગાવી જોઈએ નહીં. દૈનિક જીવનમાં લગભગ આપણે બધા જ આ ભૂલ કરીએ છીએ.

કોલ્ડ ડ્રિંકને ઝડપથી ઠંડી કરવા માટે :

જો તમારે કોઈ પણ કોલ્ડ ડ્રિંકને ઝડપથી ઠંડુ કરવું છે. તો એના માટે એને એક ભીના પેપર કે નેપ્કીનમાં બોટલને લપેટી ફ્રીઝમાં મૂકી દો. તે ફક્ત 15 મિનિટમાં ઠંડુ થઈ જશે.

વાયર જોડવાની સાચી રીત :

એ ખાતરી કરવા માટે કે વીજળીના તાર ખેંચાય ત્યારે છુટા ન થઈ જાય, તો એના માટે એને જોડતા પહેલા જોડવાની જગ્યા પર એને બાંધી લેવા જોઈએ. ગાંઠ બાંધવાથી તે ખુલતા નથી અને વાયર જોડાયેલ રહે છે.

ટી શર્ટ ગડી કરવાની રીત :

હંમેશા જોવા મળે છે કે ઘણા લોકોને પોતાના કપડાં ગડી કરવામાં મુશ્કેલી થાય છે. જો તમારી સાથે પણ એવું થાય છે તો બસ અહીં જણાવેલ ટ્રિકને અનુસરો. પછી તમે સરળતાથી પોતાની ટી શર્ટ કે પછી શર્ટ ગડી કરી શકશો. એના માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નહિ પડે.