આ રીતે તમે પણ જમાવો ડેરી વાળા જેવું દહીં, ક્લિક કરી જાણો એમની દહીં જમાવવાની રીત

0
10435

દહીં તો દરેકને ભાવતું હોય છે. તમારા માંથી ઘણા બધા લોકો રોજ દહીં ખાતા હશે. કારણ કે તે કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત હોય છે. અને તેમાં પ્રોટીનની ભરપુર માત્રા હોય છે. દહીં એક શાનદાર પ્રાકૃતિક પ્રોબાયોટીક છે. દહીં પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

તમને બજારમાં બીજી વસ્તુઓની જેમ દહીંની પણ ઘણી બ્રાન્ડ જોવા મળશે. પણ તમારે હંમેશા ઘરના જ દહીંનો ઉપયોગ કરવાનો છે. કારણકે સારા જીવાણુઓથી બનેલ દહીં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ભોજનથી થવા વાળી એલર્જીને પણ ઓછી કરે છે. ઘરમાં તાજું અને સારું દહીં જમાવવાની ઘણી રીતો છે, આવો તમને એની ચાર રીતો વિષે જાણકારી આપીએ જેથી તમે પણ દેરી વાળા જેવું ઘરે જ જમાવી શકો.

દહીં જમાવવાની રીત 1 :

ઘરે જ દહીં જમાવવા માટે તમારે સૌથી પહેલા લેવાનું છે દૂધ. તેને પહેલા તો ગરમ કરી લેવાનું છે. તમે કોઈપણ કઢાઈમાં કે તપેલીમાં દૂધ ગરમ કરી શકો છો. ગેસ ફુલ કરી દેવાનો છે. જયારે તમે 3 લિટરથી વધારે દૂધનું દહીં બનાવો છો, તો તેમાં અડધો લીટર પાણી ઉમેરી શકો છો. કારણ કે ઘરનો ગેસ નાનો હોવાના કારણે તે ધીરે ધીરે ગરમ થાય છે.

અને જયારે તમે 1-2 લીટર દૂધનું જ દહીં બનાવો છો, તો તમારે તેમાં પાણી ઉમેરવાની જરૂર નથી. ગરમ કરતા સમયે તમારે દૂધને સતત હલાવતા રહેવાનું છે. અને તેને નીચેથી વધારે હલાવતા રહેવાનું છે. જયારે દૂધ ઉકળવા લાગે તો તેને 1 મિનિટ સુધી ઉકળતુ રહેવા દેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી દેવાનો છે.

ત્યારબાદ એક વાસણ લઇ લો જેમાં તમે દહીં જમાવવા માંગો છો. હવે એની ઉપર સૂકું કપડું રાખવાનું છે, કપડું એવું લેવાનું છે જેનાથી પાણી ગાળી શકાય છે. તમે દૂધને ગરમ કર્યા પછી કે પહેલા પણ ગાળી શકો છો. ખુબ સાવધાનીથી દૂધને ગાળી લેવાનું છે. દૂધને ગાળવા માટે તમારે સફેદ કપડાનો જ ઉપયોગ કરવાનો છે. કારણે કે કલર વાળું કપડું રંગ છોડી શેકે છે. અને તમારું દહીં બગડી શકે છે.

ત્યારબાદ દૂધને પંખા નીચે મુકી દો. 1-2 મિનિટ રાખ્યા પછી તેને સારી રીતે એકવાર ફરી હલાવી નાખો, ધ્યાન રાખો કે દૂધ જો ઠંડુ થઇ ગયું હોય તો તેને હલાવવાનું નથી. હવે એક રૂમાલ લઈને તેને વાસણની નીચે રાખી દેવાનો છે. ધ્યાન રહે કે દૂધને હંમેશા સીધી જગ્યા ઉપર રાખવાનું છે. દૂધ જયારે નવશેકું થઇ જાય ત્યારે તેમાં બધી બાજુથી દહીં એડ કરી દેવાનું છે જેથી બધી જગ્યા પર પહોંચી રહે.

ત્યારબાદ તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે. હવે તેની ઉપર ગરમ ચાદર ઢાંકી દેવાની છે, આવું શિયાળામાં જરૂર કરો. આવું કરવાથી બધી ઋતુમાં દહીં સારી રીતે જામી જાય છે. અને એક વાતનું ધ્યાન રહે કે દૂધમાં દહીં એડ કર્યા પછી તે વાસણમાં રહેલ દૂધને અડવાનું નથી કે હલવા દેવાનું નથી. એટલે કે તેને એવી જગ્યા પર મુકવાનું છે જ્યાં તેને કોઈ હલાવી શકે નહિ.

ઉનાળામાં દહીં જમાવો તો એને 6 કલાક પછી ચેક કરી લેવાનું છે અને શિયાળામાં જમાવો તો 8 કલાક પછી ચેક કરી લેવાનું છે. 6 કલાક પછી જયારે દહીં જામી જાય છે તો તેને બે કલાક માટે ફ્રિજમાં રાખી દેવાનું, જેથી તેની ઉપરની મલાઈ જાડી થઇ જાય. બે કલાક પછી તમારુ દહીં તૈયાર છે.

ડેરી વાળા પણ આવું જ કરે છે, તે દહીં જમાવ્યા પછી તેને ઠંડુ થવા મૂકી દે છે પછી જ ગ્રાહકને આપે છે. જો તમારું દહીં કોઈ કારણે જામી રહ્યું નથી તો પાણીને ગરમ કરી દહીં વાળા વાસણને તેમાં 2 કલાક માટે રાખો. ત્યારબાદ તમારું દહીં સારી રીતે જામી જશે.

દહીં જમાવવાની રીત 2 : થોડા જ દહીંથી જમાવો દહીં.

મિત્રો દહીં જમાવવાની આ રીત સૌથી જૂની રીત છે. એના માટે સૌથી પહેલા દૂધને ઉકાળી લો અને ઠંડુ થવા દો. જયારે દૂધ નવશેકું થઇ જાય ત્યારે તેમાં દહીંનું મેળવણ નાખો અને સારી રીતે મિક્ષ કરો. જો તમે ઈચ્છો તો દૂધને બે વાસણમાં સારી રીતે ઉલટ-પલટ કરીને પણ સારી રીતે મિક્ષ કરી શકો છો.

આમ કર્યા પછી એને ઢાંકીને 3-4 કલાક સુધી જામવા માટે મુકો. દહીં જામી ગયા પછી તેને એક કલાક ફ્રીઝમાં રાખી દો. જેનાથી તે થોડું કઠણ થઇ જશે. હવે તે પીરસવા માટે તૈયાર છે. અડધા લીટર દૂધમાં એક ચમચી દહીં નાખો. હંમેશા દૂધની માત્રાના હિસાબથી દહીં મિક્ષ કરો.

દહીં જમાવવાની રીત 3 : માઇક્રોવેવ ઓવનમાં જમાવો દહીં.

ઘણી વાર મહેમાન આવી જાય તો દહીંને જલ્દી જમાવવું પડે છે. તો એના માટે તમે માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરી શકો છો. તેના માટે હલકા નવશેકા દૂધમાં મેળવણ નાખીને એને ઢાંકી દો. પછી માઇક્રોવેવને 180 ડિગ્રી પર બે મિનિટ માટે પ્રિ-હિટ કરીને સ્વીચ બંધ કરી દો. હવે તેમાં એ દૂધનું વાસણ મૂકી દો. પણ ઓવનનું ઢાંકણ બંધ જ રાખો, તમારું દહીં 3 કે 4 કલાકમાં જામી જશે.

દહીં જમાવવાની રીત 4 : મરચું નાખો અને દહીં જમાવો.

આ રીત વિષે ઘણા ઓછા લોકો જાણે છે. કારણ કે દહીં જમાવવાની વાત આવે તો બધાના મગજમાં એક જ વસ્તુ આવે છે, અને એ છે જુના દહીંમાં દૂધ મિક્ષ કરીને દહીં જમાવવું. પરંતુ તમારી પાસે જૂનું દહીં ના હોય તો શું કરવું? અરે ગભરાશો નહિ કારણ કે નવી રીતથી તમે દહીં જમાવી શકશો. એના માટે તમારે વાપરવાનું છે મરચું.

બરાબર વાંચ્યું. મરચાની મદદથી પણ તમે દહીં જમાવી શકો છો. આ રીત માટે તમારે સુકા લાલ મરચાની જરૂર પડશે. પહેલા તો તમે અડધા લીટર દૂધને ઉકાળો અને પછી એને ઠંડુ થવા દો. જયારે દૂધ નવસેકું થઇ જાય તો 2-3 સુકા સાબુત લાલ મરચા (દાંડી સહીત) દૂધ વચ્ચે નાખી દો.

સુકા મરચામાં લેક્ટોબેસીલ્લી હોય છે, આ એક પ્રકારનો બેક્ટિરિયા છે, જેના મદદથી દૂધ માંથી દહીં બને છે. પણ આ રીતથી દહીં જમાવવાથી દહીં વધારે ઘટ બનતું નથી પરંતુ આનાથી તમે જે દહીં જમાવશો, તે દહીંથી બીજું દહીં ખુબ ઘટ બનશે.

જો તમે ઘરે દહીં જમાવવા માંગો છો, તો આ વાતો પર ખાસ ધ્યાન રાખો :

૧. મિત્રો ઘટ્ટ દહીં જમાવવા માટે ફુલક્રીમ દૂધનો જ ઉપયોગ કરો.

૨. એ વાતનું ધ્યાન રહે કે જે મેળવણથી તમે દહીં જમાવો છો, તે ખુબ વધારે ખાટ્ટુ ન હોય.

૩. ત્રીજી વાત એ કે તમે જે વાસણમાં દૂધ ઉકાળો છો તે જ વાસણમાં દહીં જમાવવું નહિ.

૪. તેમજ વધારે ગરમ દૂધમાં દહીં મિક્ષ કરીને દહીં જમાવો નહિ, આનાથી તે પાણી છોડી દેશે.

૫. જયારે પણ દહીં જમાવો ત્યારે જમાવતા સમયે દૂધ ખુબ વધારે ગરમ કે બિલકુલ ઠંડુ થવા દેવાનું નથી.

૬. તેમજ શિયાળાની ઋતુમાં દહીં જમાવવા માટે થોડું વધારે દહીં મિક્ષ કરો.

૭. યાદ રાખજો કે ઉનાળા કરતા શિયાળામાં દહીં જમાવવામાં વધારે સમય લાગે છે. એટલે ઉતાવળ કરવી નહિ.

આવો હવે દહીંના ફાયદા પણ જાણી લઈએ.

હાડકાઓ માટે ફાયદાકારક :

મિત્રો દહીંમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, અને તે હાડકાઓ માટે ખુબ ફાયદાકારક હોય છે. દહીં ખાવાથી દાંત મજબૂત થાય છે. દહીં ઓસ્ટિયોપોરોસિસ (સાંધાની બીમારી) જેવી બીમારીથી લડવામાં મદદ કરે છે.

ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો ઓછો કરે છે:

જાણકારી માટે જણાવી દઈએ કે ડાયાબિટોલોજીયા જર્નલમાં દહીં પર થયેલી એક શોધ પ્રકાશિત કરવામાં આવી હતી. એના મુજબ દહીંના નિયમિતિ સેવનથી ડાયાબિટીસ ટાઈપ 2 નો ભય 28 % ઓછો થઇ જાય છે.

યુનિવર્સીટી ઓફ કૈંબ્રિજના મેડિકલ રિસર્ચ કાઉનસિલ યુનિટના વૈજ્ઞાનિક ડો. નીતા ફોરોહી અનુસાર દહીંમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ અને સેચ્યુરેટેડ ફેટ્સ સારી માત્રામાં હોય છે. તે ટાઈપ 2 ડાયાબિટીસને દૂર રાખવામાં તમારી મદદ કરે છે. એટલા માટે જો તમે ડાયાબિટીસથી પરેશાન છો તો પોતાના આહારમાં દહીંને એડ કરો.

પેટ માટે રામબાણ છે દહીં :

સામાન્ય એવું દેખાતું દહીં આપણા પેટ માટે ખુબ ફાયદાકારક હોય છે. એટલા માટે પેટની બીમારીથી પરેશાન લોકોએ પોતાના આહારમાં દહીંને ભરપુર માત્રામાં લેવું જોઈએ. પેટમાં જયારે સારા પ્રકારના બેક્ટિરિયા ઓછા થઇ જાય છે, ત્યારે ભૂખ ન લાગવા જેવી તમામ બીમારીઓ થવાની શરુ થઇ જાય છે.

આવી સ્થિતિમાં દહીં સૌથી સારું ભોજન બની જાય છે. એમાં સારા બેક્ટિરિયા જોવા મળે છે જે પેટની બીમારીઓ સારી કરે છે. તે આ તત્વોને પચાવવામાં મદદ કરે છે. દહીંમાં અજમો મિક્ષ કરીને ખાવાથી કબજિયાતની ફરિયાદ સમાપ્ત થઇ જાય છે.

ત્વચા માટે ગુણકારી :

જાણકારી માટે જણાવી દઈએ કે ચહેરા પર દહીં લગાવવાથી ત્વચા મુલાયમ થાય છે, અને ત્વચામાં નિખાર પણ આવે છે. દહીંથી ચહેરાની મસાજ કરવામાં આવે તો તે બ્લીચ જેવું કામ કરશે. ઉનાળામાં ત્વચા પર સનબર્નની સમસ્યાને દૂર કરવા માટે દહીંની માલીશ કરવી જોઈએ, આનાથી સનબર્ન અને ટૈનમાં ફાયદો થાય છે.

ત્વચાનું સુકાપણું દૂર કરવા દહીંનો પ્રયોગ કરવો જોઈએ. જૈતૂનના તેલ અને લીંબુના રસ સાથે દહીં ચહેરા પર લગાવવાથી સુકાપણું દુર થઇ જાય છે.

દહીંના અન્ય લાભ :

૧. ઉનાળામાં લૂ થી બચવા માટે દહીંનો ઉપયોગ કરી શકાય. લૂ લાગવા પર દહીં ખાવું જોઈએ, એનાથી ફાયદો થાય છે.

૨. દહીં ખાવાથી પાચન શક્તિ વધે છે અને ભૂખ પણ સારી રીતે લાગે છે.

૩. જો તમને શરદી અને ખાંસીના કારણે શ્વાસનળીમાં ઇન્ફેક્સન થઇ જાય છે. તો આ ઇન્ફેક્શનથી બચવા માટે દહીંનો ઉપયોગ કરવો જોઈએ.

૪. મોમાં ચાંદા થયા હોય તો દહીંના કોગળા કરવાથી ચાંદા દુર થઇ જાય છે.

૫. દહીંથી હાર્ટમાં થવાવાળા કોરોનરી આર્ટરી રોગથી બચાવ કરી શકાય છે. દહીંના નિયમિત સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલને ઓછું કરી શકાય છે.

૬. ઉનાળાની ઋતુમાં દહીં અને તેનાથી બનેલી છાસનો વધારે માત્રામાં ઉપયોગ કરો. કારણ કે છાસ અને લસ્સી પીવાથી પેટની ગરમી શાંત થઇ જાય છે. દરરોજ દહીં ખાવાથી શરીરની બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધી જાય છે.