તમે પણ આ રીતે ઘરે જ બનાવી શકો છો ટેસ્ટી દાળ પકવાન, બાળકોને ખુબ ગમતી વાનગી છે

0
2381

નમસ્કાર મિત્રો, તમારા બધાનું આમારા લેખમાં સ્વાગત છે. અને તમારા માટે થોડા થોડા સમયે નવી નવી વાનગી બનાવવાની રેસિપી લઈએ આવતા રહી છીએ. અને એ શ્રેણીમાં આજે અમે તમારા માટે બાળકોને ભાવતી વાનગી માંથી એક દાળ પકવાન બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. આ સિંધી નાસ્તો તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. એની રેસિપી એકદમ સરળ છે. તો આવો શરુ કરીએ ટેસ્ટી દાળ પકવાન બનાવવાની રેસિપી.

દાળ પકવાન બનાવવા માટે જરૂરી સામગ્રી :

મેંદો (૧ કપ)

ગરમમસાલો (અડધી ચમચી)

જીરૂ (એક ચમચી)

બાફેલી ચણાદાળ (અડધો કપ)

આમચૂર પાઉડર (અડધી ચમચી)

હળદર પાઉડર (અડધી ચમચી)

આમલીની ચટણી (એક ચમચી)

લાલમરચું પાવડર (અડધી ચમચી)

ઘી (૧ ચમચી )

મીઠું (સ્વાદ અનુસાર)

તેલ અને પાણી જરૂરિયાત અનુસાર

દાળ બનાવવાની રીત :

દાળ પકવાનની દાળ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણ લઇ એમાં થોડું તેલ લઈને એને ગરમ કરવા માટે મૂકો. પછી એમાં બાફેલી ચણાની દાળ ઉમેરો. હવે એમાં ગરમ મસાલો, આમલીની ચટણી, હળદર, લાલ મરચાનો પાવડર, આમચૂર પાઉડર અને જીરુંનો પાઉડર મિક્સ કરો. હવે તેને સારી રીતે હલાવો. પછી એ દાળને 6 થી 7 સુધી મિનિટ સુધી ધીમા તાપે પકવો. હવે દાળ પાકીને બરાબર ઘાટ્ટી થઈ જાય તો એમાં ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

પકવાન બનાવવાની રીત :

તો મિત્રો હવે વારી છે દાળ પકવાનના પકવાનને બનાવવાની. તો એના માટે સૌથી પહેલા એક વાસણમાં મેંદા લો. પહેલા એને સારી રીતે ચાળી લેજો પછી ઉપયોગ એનો કરજો. હવે તેમાં તમારી જરૂરીયાત અનુસાર ઘી ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં પાણી ઉમેરી એનો એકદમ કડક લોટ બાંધી લો. હવે આ લોટના નાના-નાના ગોળા બનાવી લો, અને તેને વ્યવસ્થિત રીતે વણીને તૈયાર કરો. તમે ઈચ્છો તો તેની વચ્ચે કાંટા વાળી ચમચીથી નાના-નાના કાણા કરી શકો છો.

ત્યારબાદ બીજા એક વાસણમાં તળવા માટે જરૂરી તેલ લઈને એને ગરમ કરવા માટે મૂકો. હવે તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં દાળ પકવાનના પકવાન તળી લો. ધ્યાન રહે કે જ્યાં સુધી તે એકદમ કડક અને બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી તેને બરાબર ચડવા દો. પછી પકવાનને બહાર કાઢી લો. તો હવે બનીને તૈયાર છે તમારા ટેસ્ટી દાળ પકવાન.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.