ભારત દેશની 130 કરોડ જનતા ધર્મેન્દ્રની વહુના ચહેરાથી હતી અજાણ, જોઈને તમે પણ રહી જશો દંગ

0
4891

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા અભિનેતાઓ અને એભીનેત્રીઓ એવી છે, જેનો આખો દેશ દીવાનો છે. અને તેઓ  વર્તમાન સમયમાં પણ પોતાના સારા અભિનય અને જોરદાર ડાયલોગ માટે ઓળખાય છે. અને એવા જ દમદાર અભિનેતાઓમાં ધર્મેન્દ્રનો પણ સમાવેશ થાય છે. ધર્મેન્દ્ર બોલીવુડના એવરગ્રીન કલાકારમાં રહી ચુક્યા છે, અને પોતાના સમયમાં તેમણે એક થી એક ચડીયાતી હીટ ફિલ્મો આપી હતી.

જો આપણે એવરગ્રીન કલાકાર ધર્મેન્દ્રના પારિવારિક જીવન વિષે વાત કરીએ, તો એમના હેમા માલિની સાથેના લગ્ન વધારે ચર્ચિત છે. પણ જણાવી દઈએ કે એમણે હેમા કરતા પહેલા પણ એક લગ્ન કર્યા હતા, અને તેમની પહેલી પત્નીનું નામ પ્રકાશ કોર છે.

ધર્મેન્દ્રના પહેલા લગ્ન ૧૯૫૪ માં માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં થયા હતા. ધર્મેન્દ્ર અને પ્રકાશના ચાર બાળકો છે. અજય સિંહ (સની), વિજય સિંહ (બોબી), વિજેતા અને અજેતા દેઓલ. ત્યારબાદ ધર્મેન્દ્રએ બીજા લગ્ન હિરોઈન હેમા માલિની સાથે 2 મે, ૧૯૮૦ માં કર્યા. હેમા સાથે એમની બે દીકરીઓ ઈશા અને આહના છે. અને ધર્મેન્દ્ર ક્દાચ પહેલા એવા કલાકાર છે, જેમણે બે-બે ફેમીલી છે અને તેના કુલ છ બાળકો છે.

એમની પહેલી પત્ની પ્રકાશ કોર હંમેશા લાઈમ લાઈટથી દુર રહે છે, અને મુંબઈમાં જુહુ આવેલા બંગલામાં દીકરા સની અને બોબી દેઓલ સાથે રહે છે. ધર્મેન્દ્ર પણ તેમની સાથે રહે છે અને પત્ની, બાળકો સાથે તેમના ઘણા સારા સંબંધ છે. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ધર્મેન્દ્રની નાની વહુ એટલે કે બોબી દેઓલની પત્ની વિષે. જે સુંદરતાની બાબતે કોઈ બોલીવુડ હિરોઈન કરતા ઓછી નથી.

મિત્રો તમારા માંથી ઘણા ઓછા લોકો એવા હશે, જેમને એ વાતની જાણકારી હશે કે બોબી દેઓલના લગ્ન કોની સાથે થયા છે? અને કોણ છે તેમની પત્ની? આજે અમે તમને તે વાતથી માહિતગાર કરાવીશું. મિત્રો જણાવી દઈએ કે બોબી દેઓલની પત્નીનું નામ તાન્યા આહુજા છે.

તાન્યા દેખાવમાં ઘણી જ સુંદર છે. પણ તે બોલીવુડની ફિલ્મી દુનિયાથી ઘણી દુર રહે છે. એમને અભિનય કરવો પસંદ નથી. પણ તે એક સફળ બિઝનેસ વુમન છે. તાન્યાનો પોતાનો ફર્નીચર અને હોમ ડેકોરેટર્સનો બિઝનેસ છે. અને મુંબઈમાં જ તેમનો ‘દ ગુડ અર્થ’ નામનો શોરૂમ છે. તેમજ બોલીવુડના મોટા માં મોટા કલાકારો પણ તાન્યાના ગ્રાહક છે.

બોબી દેઓલ અને તાન્યાના લગ્ન થયાને લગભગ ૨૦ વર્ષ થઇ ગયા. પણ તમે કદાચ જ તાન્યા દેઓલ વિષે ક્યાય પણ કાંઈ વાચ્યું કે સાંભળ્યું હશે. અને તમે એમની લાવ સ્ટોરીને જાણીને નવાઈ પામશો. જણાવી દઈએ કે તાન્યા દેઓલ અને બોબી દેઓલની લવ સ્ટોરી પણ ઓછી રસપ્રદ નથી.

એક દિવસ બોબી દેઓલ પોતાના થોડા મિત્રો સાથે એક રેસ્ટોરન્ટમાં ચા પી રહ્યા હતા. અને ત્યાં બીજા ટેબલ પર તાન્યા પણ બેઠી હતી. બોબીને તાન્યાને જોતા જ તેની સાથે પ્રેમ થઇ ગયો. બોબીએ ત્યાંથી નીકળ્યા પછી તરત જ તાન્યા વિષે તપાસ કરી, અને તેમને તાન્યાની પૂરી માહિતી મળી ગઈ.

પછી બંનેની ઓળખાણ થઈ અને બન્નેએ વાતચીત શરુ કરી. પછી એમણે મળવાનો નિર્ણય કર્યો. બોબી તાન્યાને લઈને તે રેસ્ટોરન્ટમાં ગયો જ્યાં પહેલી વખત બોબીએ તેને જોઈ હતી. બસ પછી શું હતું, બન્ને પરિવાર વાળાની મુલાકાત થઇ અને તાન્યા ધર્મેન્દ્રને પણ પસંદ આવી ગઈ. ત્યારબાદ બન્નેની તરત સગાઈ થઈ ગઈ અને તરત લગ્ન પણ થઇ ગયા.

આ કપલ ૨૦ વર્ષથી સાથે છે. આજે પણ એમનો પ્રેમ અકબંધ છે. તાન્યા અને બોબીના વર્ષ ૧૯૯૬ માં લગ્ન થયા હતા અને તેમના બે બાળકો આર્યમન અને ધર્મ છે. આજે પણ તાન્યા દેઓલ મીડિયા અને ગ્લેમરસ દુનિયાથી દુર રહે છે. પરંતુ જો તમે તેના ફોટા જોઈ લેશો તો તમે પણ જોતા જ રહી જશો. દેખાવમાં તે ઘણી જ સુંદર છે. તાન્યા બોલીવુડની સૌથી સુંદર પત્નીઓ માંથી એક છે.