પરફ્યુમ અને ડીઓડરન્ટમાં શું છે અંતર? જાણો તેના વિષે અને તેના ઉપયોગ કરવાની રીત પણ જાણો.

0
497

શું તમને ખબર છે ડીઓડરન્ટ અને પરફ્યુમમાં શું ફરક હોય છે, અને તેના ઉપયોગમાં કઈ ભૂલ ના કરવી જોઈએ?

લોકોઓ પરફ્યુમનો ઉપયોગ પોતાને સુગંધિત રાખવા માટે કરે છે. ઘણા લોકોને પરફ્યુમ લગાવવું ખુબ ગમે છે, તો ઘણા લોકોઓને ડીઓડરન્ટ ગમે છે. મહિલાઓના કોસ્મેટીકની વસ્તુમાં પરફ્યુમ હંમેશા રહે છે, પણ ઘણા લોકોને એવું લાગે છે કે પરફ્યુમ અને ડીઓડરન્ટ એક જ હોય છે. પણ એવું બિલકુલ નથી. તો આવો આ લેખમાં જાણીએ કે પરફ્યુમ અને ડીઓડરન્ટમાં શું અંતર છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે.

શું છે ડીઓડરન્ટ? ડીઓડરન્ટ એક એવી બ્યુટી પ્રોડક્ટ છે, જેને આપણે ડિયો કે ડીઓના નામથી પણ ઓળખીએ છીએ. તે એક સુંદર બોડી પ્રોડક્ટ છે, જેને લોકો પોતાના શરીર માંથી આવતી ગંધને દુર કરવા માટે લગાવે છે. આ પ્રોડક્ટને શરીરના અલગ અલગ ભાગ જેવા કે અંડરઆર્મ (બગલ), ગળા, પીઠ અને પેટ વગેરે ઉપર લગાવવામાં આવે છે.

શું છે પરફ્યુમ? પરફ્યુમ એક એવી બ્યુટી પ્રોડક્ટ છે, જેને આપણે અત્તરના નામથી પણ ઓળખીએ છીએ. તે એક સુગંધિત બોડી પ્રોડક્ટ છે, જેને લોકો પોતાના કપડા માંથી આવતી ગંધને દુર કરવા માટે લગાવે છે. આ પ્રોડક્ટને કપડાના અલગ અલગ ભાગ ઉપર લગાવવામાં આવે છે. આ પ્રોડક્ટ બોડી ઉપર નથી લગાવવામાં આવતી.

જાણો શું છે અંતર?

પરફ્યુમ અને ડીઓડરન્ટ એક બ્યુટી પ્રોડક્ટ છે, જેનો ઉપયોગ શરીરની દુર્ગંધને દુર કરવા માટે કરવામાં આવે છે.

ડિયો એટલે ડીઓડરન્ટમાં આ-લ્કો-હોલનું પ્રમાણ 10 થી 15 % હોય છે. અને પરફ્યુમમાં તેનું પ્રમાણ 15 થી 25 % હોય છે.

ડીયોનો ઉપયોગ શરીરના પરસેવાની દુર્ગંધને દુર કરવા માટે કરવામાં આવે છે. અને પરફ્યુમને કપડાની દુર્ગંધને દુર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

ડીયોને સીધા શરીર ઉપર લગાવવામાં આવે છે. અને પરફ્યુમને કપડા ઉપર લગાવવામાં આવે છે.

ડીયોને લગાવવાની એક રીત છે, તેને એક સ્પ્રે અને બીજું સ્ટીકની મદદથી લગાવવામાં આવે છે. અને પરફ્યુમને સ્પ્રેની મદદથી લગાવવામાં આવે છે.

પરફ્યુમ, ડીયોની સરખામણીમાં થોડું મોંઘુ હોય છે. અને ડીયો પરફ્યુમની સરખામણીમાં થોડું સસ્તું હોય છે.

પરફ્યુમની સુગંધ ડીયોની સુગંધની સરખામણીમાં વધુ સમય સુધી રહે છે. અને ડીયોની સુગંધની અસર જલ્દી દુર થઇ જાય છે.

આવી રીતે કરો ઉપયોગ :

પરફ્યુમનો ઉપયોગ ઘણી રસપ્રદ રીતે કરી શકાય છે. તમે કપડામાંથી આવતા પરસેવાની દુર્ગંધને દુર કરવા કે વરસાદમાં ભેજથી આવતી દુર્ગંધને દુર કરવા માટે પરફ્યુમનો ઉપયોગ કરી શકો છો. પણ એ વાતનું ધ્યાન રાખો કે પરફ્યુમ અને ડીઓડરન્ટમાં આ-લ્કો-હોલનું વધુ પ્રમાણ હોય છે, જેનાથી તમને માથાના દુઃખાવાની તકલીફ થઇ શકે છે. આશા રાખીએ કે તમને પરફ્યુમ અને ડીઓડરન્ટનું અંતર સમજાઈ ગયું હશે.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.