દીકરાએ પોતાની વૃદ્ધ માતાને બેસાડી દીધી ખોટી ટ્રેનમાં, પરંતુ પછી જે થયું તે જાણીને રહી જશો ચકિત

0
1817

આ દુનિયામાં કોઈ ને કોઈ ઘટના બનતી જ રહે છે. એમાંથી અમુક સામાન્ય હોય છે, તો અમુક ઘણી દંગ કરી દેનારી હોય છે. અને આજે અમે તમને એક એવી જ ઘટના વિષે માહિતગાર કરવાના છીએ, જેના વિષે જાણીને તમે પણ દંગ રહી જશો. આ ઘટના દિલ્લી અને અમૃતસરની છે. હવે તમે પણ વિચારી રહ્યા હશો કે, છેવટે એક ઘટના બે સ્થળે કેવી રીતે બની શકે છે.

તો જણાવી દઈએ કે આ ઘટના એક ટ્રેનમાં થઇ છે. અને આ ટ્રેન અમૃતસરથી દિલ્હી તરફ જઈ રહી હતી. ખાસ કરીને જાલંધર રેલ્વે સ્ટેશન ઉપર પંદર ઓગસ્ટના દિવસે એક દીકરાએ ભૂલથી પોતાની ઘરડી માં ને સાંજને બદલે સવારે દિલ્હી જવા વાળી અમૃતસર શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં બેસાડી દીધા. અને જયારે એ ટ્રેનમાં ટીકીટનું ચેકિંગ થયુ, ત્યારે તે થયેલી ભૂલની જાણ થઇ.

નિયમ અનુસાર એમને ટ્રેન માંથી ઉતારી દેવા જોઈએ. પણ એ ટીટીઈએ આ ઘરડી મહિલાને ટ્રેન માંથી ઉતારી નહિ, અને તેમને બેસવા માટે પોતાની સીટ આપી દીધી. તેમજ આ ઘરડી મહિલા પાસે દંડ આપવા માટે અને નવી ટીકીટ ખરીદવા માટે પૈસા પણ ન હતા. એટલે એ ટીટીઈએ આ ઘરડી મહિલાનો દંડ પોતે જ ચૂકવી દીધો. આ આખી ઘટના તે ટ્રેનમાં રહેલા એક પ્રવાસી દ્વારા ટ્વીટ કરીને શેર કરી દીધી હતી.

હવે સ્પષ્ટ વાત છે કે તે ટીટીઈએ એટલું સરસ કામ કર્યુ છે, તો તેવામાં તેને સન્માનિત તો કરવા જોઈએ. રેલ્વેએ આ ટીટીઈને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. આજે જ્યાં આપણા સમાજમાં માણસાઈ બધે મરી પરવારી છે, ત્યાં આ ટીટીઈએ ઘરડી મહિલાની મદદ કરીને એ સાબિત કરી દીધું કે, આ દુનિયામાં માણસાઈ આજે પણ જીવિત છે.

જો આપણે સમાચારોનું માનીએ તો એવું સાંભળવામાં આવ્યું છે કે, તે ઘરડી મહિલાની ઉંમર ૭૫ વર્ષ છે અને તેને જાલંધરથી દિલ્હી જવું હતું. તેના લીધે તે મહિલાને ટીકીટ સાંજે અમૃતસર દિલ્હી જવાની શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની લીધી હતી. પરંતુ મહિલાના દીકરાએ ભૂલથી ટીકીટ બુકિંગનો સમય સવારનો સમજી લીધો, અને તે પોતાની માંને સવારની ટ્રેનમાં બેસાડી આવ્યા.

ત્યારબાદ ટ્રેન લુધિયાણા આગળ પહોંચી ગઈ, ત્યારે અમૃતસરના ટીટીઈ દર્શન સિંહ ટીકીટની તપાસ કરતા તે મહિલા પાસે પહોચ્યા. અને એમની ટીકીટની તપાસ કરવાથી તે જાણવા મળ્યું કે, આ ટીકીટ સાંજની છે. તે સમયે ટ્રેનમાં એક પણ સીટ ખાલી ન હતી, જેને કારણે ટીટીઈ એ તે મહિલાને પોતાની સીટ જ આપી દીધી. દંડ અને નવી ટીકીટની ફી મળીને મહિલાને લગભગ ૨૨૦૦ રૂપિયા ચુકવવાના હતા, જે તેની પાસે ન હતા.

તેવામાં તે મહિલાને ટીટીઈને કહ્યું કે તેની પાસે આટલા પૈસા નથી. મહિલાનું કહેવું હતું કે દિલ્હીમાં તેના કુટુંબના લોકો જ તેને લેવા માટે આવી રહ્યા છે. એટલા માટે એટલા પૈસા ઘરેથી નથી લીધા.

દર્શન સિંહની ખેલદિલી જોઇને તમામ પ્રવાસી દંગ રહી ગયા અને પછી બધાએ એમને સો સો રૂપિયાની મદદ પણ કરી. તે તેના વિષે ફિરોઝપુર મંડળ રેલ્વેના ડીસીએમ અમિતાભ કુમારનું કહેવું છે કે, ટીટીઈએ હકીકતમાં ઘણું જ ઉત્તમ કામ કર્યુ છે. એટલા માટે તેને જીએમ એવોર્ડ ઘોષિત કરવા માટે ફાઈલ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

આ ઘટના પછી આપણે તો એમ કહીશું કે, જો દેશના દરેક પ્રવાસી આવી માણસાઈ બતાવવા લાગે તો હકીકતમાં દેશનો નકશો જ બદલાઈ જાય.