આ રીતે ડીસ્પ્રીનનો પ્રયોગ કરીને છોડને જલ્દી મોટો કરી શકાય છે, વિડીયો સાથે ફૂલ પ્રૂફ માહિતી છે

0
1438

મિત્રો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ દરેક વસ્તુની ઝડપ પણ વધવા લાગી છે. જેમકે પહેલા મકાન, પુલ વગેરે બનાવવા માટે ઘણો સમય લાગતો હતો, પણ હવે એમાં ઝડપ આવી ગઈ છે. પહેલા વિદેશ જતા વાર લાગતી હતી, અને હવે કલાકોમાં જ વિદેશ પહોંચી જવાય છે. પહેલા પત્ર સામે વાળાને પહોંચતાં દિવસો થતા હતા. અને હવે મોબાઈલ સેકેન્ડમાં ઈ મેલ પહોંચાડી દે છે. એટલે કે આજનો યુગ ઝડપી બની ગયેલો છે.

અને ખેતી વાડીના કામમાં પણ અવનવી શોધો થતી રહે છે, જે ખેતીમાં આપણો ઘણો એવો સમય બચાવે છે. તમારા માંથી ઘણાએ ડીસ્પ્રિનના છોડ માટેના ઉપયોગ વિષે સાંભળ્યું હશે. અને ઘણાને આ વાંચીને નવાઈ લાગતી હશે કે ડીસ્પ્રિન તો મનુષ્યના રોગ માટેની દવા છે. એનો છોડ માટે વાળી શું ઉપયોગ થતો હોય. તો એમની જાણકારી માટે આજે અમે તમને જણાવીશું કે, ખરેખર ડીસ્પ્રિન નાખવાથી છોડ ઝડપથી વધે છે. અને તેને સમજવા માટે આપણે એક નાનો એવો પ્રયોગ કરીશું.

મિત્રો, સૌથી પહેલા તો તેમાં આપણે બે કુંડા લઈશું. અને એક કુંડામાં આપણે બીજને ડીસ્પ્રિનમાં પલાળીને ઉગાડીશું, અને બીજામાં બીજને પાણીમાં પલાળીને ઉગાડીશું. હવે એના વિકાસને ૪૦ દિવસ પછી જોવાનો છે. આ ઉગાડેલા છોડને તમે જોશો તો જણાશે કે ૪૦ દિવસ પછી બન્નેના વિકાસમાં કેટલો મોટો તફાવત જોઈ શકાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ડીસ્પ્રિનને પાણીમાં ઓગાળ્યા પછી તેમાં બીજને થોડા કલાક માટે પલાળીને ઉગાડવાનો છે. બીજ લગાવ્યા પછી તમે જોઈ શકશો કે, ડીસ્પ્રિનમાં પલાળીને ઉગાડેલા બીજ ખુઈબ ઝડપથી વધે છે. અને બીજા કુંડા વાળા બીજ ખુબ જ ધીમેથી વધે છે. તો તેનાથી એ સાબિત થાય છે કે ડીસ્પ્રિન છોડના ગ્રોથને વધારે છે.

મિત્રો જો તમે બગીચામાં છોડ ઉગાડતા હોવ, તો ઘણી વખત એવું બની શકે છે કે આપણા બગીચામાં છોડમાં ફૂગ લાગી જાય છે. અને એ કારણે છોડ કરમાઈ જાય છે અને તેની ચમક પણ જતી રહે છે. આ સમસ્યા દુર કરવા માટે તમે એક ગેલનમાં એક ડીસ્પ્રિન ભેળવી દો, અને એનો છંટકાવ કરો. આમ કરવાથી છોડ પર ફૂગ નથી લાગતી અને તમારા બગીચામાં તાજગી જળવાયેલી રહેશે.

તો મિત્રો તમારા માટે પણ આ રીતે ડીસ્પ્રિન બગીચામાં અનેક રીતે ઉપયોગી થઇ શકે છે, તો તેનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. આ માહિતી શેયર કરશો તો કોઈના ઘરનો બગીચાનીઓ  તમારી એક શેયરને કારણે રોનક બદલાઈ જશે.

વીડિઓ જુઓ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.