શુક્રવારે જો કરવામાં આવે આ ઉપાય તો રાતોરાત બદલાય શકે છે તમારું નશીબ, બનાવી શકે છે તમને ધનવાન

0
4269

આજનો સમય પહેલા કરતા ઘણો બદલાય ગયો છે. આજે જીવન જીવવા માટે લોકો સૌથી વધારે મહત્વ પૈસાને આપે છે, માટે આજના સમયમાં કોઈને પૈસાના મહત્વ વિષે જણાવવાની જરૂર નથી. આજે પૈસા જ સર્વસ્વ બની ગયું છે. જેને જુવો તે પૈસાની પાછળ ભાગતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો તો પૈસા માટે ખોટા કામ કરવાથી પણ નથી અચકાતા. કહેવામાં આવે છે કે ખોટા કામથી કમાયેલા પૈસા હંમેશા દુ:ખ જ આપે છે, અને સારા કામથી કમાયેલા થોડા પૈસાથી વ્યક્તિ ઘણો સુખી રહી શકે છે.

આજના સમયમાં પૈસાની જરૂર દરેકને હોય છે. જે પૈસાદાર છે તેને પણ પૈસાની જરૂર છે, કારણ કે તેણે પૈસાદાર બની રહેવું છે. તેમજ જે લોકો ગરીબીમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે, તેને પણ પૈસાની ઘણી વધુ જરૂર છે. કારણ કે તેમણે પોતાની મૂળભૂત જરૂરિયાતો સંતોષવી હોય છે. માટે પૈસા દરેકની જરૂરીયાત બની ગયાં છે. પૈસા કમાવા માટે લોકો જાત-જાતના પ્રયાસ કરે છે. ઘણા લોકો પોતાની આ મહેચ્છામાં સફળ પણ થઇ જાય છે, જો કે અમુક લોકોને નિરાશાનો સામનો કરવો પડે છે.

અમુક લોકોના લાખ પ્રયત્ન કરવાં પછી પણ તે ગરીબ જ રહી જાય છે. હિંદુ ધર્મમાં ધન પ્રાપ્તિના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. હિંદુ ધર્મમાં ધનની દેવી માતા લક્ષ્મીને કહેવામાં આવે છે. તેમની પૂજાથી ધન પ્રાપ્તિનો યોગ બને છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવારને માતા લક્ષ્મી દેવીનો દિવસ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે કરવામાં આવેલા થોડા ઉપાયોથી શુક્ર ગ્રહ પણ તમારાથી અનુકુળ આવી જશે, તેની સાથે જ તમારી ઉપર માતા લક્ષ્મીની પણ કૃપા જળવાઈ રહે છે.

આજે અમે તમને એલચી (ઈલાયચી) નો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જે રાતોરાત તમારા નસીબને બદલી શકે છે. આ ઉપાયથી ધન દોલત સાથે જ તમારી તમામ મનોકામના પણ પૂરી થઇ જાય છે. ધ્યાન રહે કે આ ઉપાયને શુક્રવારની રાતે ૧૨ વાગ્યે જ કરવાનો છે.

આવી રીતે કરો ૮ સ્ટેપનો ઉપાય :

૧) સૌથી પહેલા શુક્રવારની રાત્રે ૧૨ વાગ્યા પહેલા સારી રીતે હાથ પગ ધોઈને સ્વચ્છ થઇ જાવ, અને સફેદ રંગના કપડા પહેરી લો.

૨) ત્યારબાદ કમળના આસન ઉપર વિરાજેલા લક્ષ્મી માતાના ફોટાને ઘરની કોઈ શાંત અને સ્વચ્છ જગ્યા ઉપર સ્થાપિત કરો.

૩) હવે તમે ફોટાની સામે ત્રણ એલચી મુકો અને તમારા ઇષ્ટદેવનું ધ્યાન કરો. ત્યાર પછી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા શુક્ર્દેવ પાસે તમારી મનોકામના પૂરી કરવા માટે અને જીવનની તમામ તકલીફો દુર કરવા માટે પ્રાર્થના કરો.

૪) ત્યારબાદ મંત્ર “ઓમ દ્રા ડ્રી દ્રૌ સ: શુક્રાય નમઃ” નો ૨૧ વખત જાપ કરો.

૫) હવે મંત્ર જાપ કર્યા પછી ત્રણ એલચીને તમારા ડાબા હાથની મુઠ્ઠીમાં મૂકી દો, અને તમામ ગ્રહોનું ધ્યાન કરતા જીવનની સમસ્યાઓને દુર કરવા માટે પ્રાર્થના કરો.

૬) ત્યારબાદ મુઠ્ઠી ખોલીને તેની ઉપર ત્રણ વખત ફૂંક મારો. હવે એલચીને કોઈ વાટકીમાં મુકીને ઘરના મુખ્ય દરવાજા પર લઇ જાવ.

૭) હવે જે વાટકીમાં એલચી મૂકી છે, તેમાં કપૂર નાખીને તેને સળગાવી દો. જયારે ઈલાયચી સંપૂર્ણ રીતે સળગી જાય તો તેને તુલસીના છોડમાં નાખી દો.

૮) જો તમારે ત્યાં તુલસીનો છોડ ન હોય તો તેને કોઈ નદીમાં વિસર્જન કરી દો. થોડા જ દિવસોમાં તમને આ ઉપાયની અસર જોવા મળશે.