ગુરુવારના દિવસે કરી લો આ 3 કામ, નોકરીમાં મળશે પ્રમોશન તેમજ બિઝનેસમાં થશે ફાયદો

0
1692

વર્તમાન સમયમાં સૌથી જરૂરી વસ્તુ જો હોય તો એ છે પૈસા. પોતાના બાળકો મોટા થઈને સારા પૈસા કમાય અને એમનું ભવિષ્ય ઉજવળ બને એના માટે એમને ઉચ્ચ શિક્ષણ અપાવે છે. જયારે પણ સંતાન પોતાનું ભણતર પૂરું કરી લે છે, તો એની પાસે આગળ ભવિષ્ય માટે બે વિકલ્પ હોય છે. પહેલો તે કોઈ નોકરી કરે અથવા બીજો કોઈ સારો બિઝનેસ સ્ટાર્ટ કરી દે.

અને આ બંને વિકલ્પમાં એક તરફ સ્કોપ તો છે, તો બીજી તરફ એમાં નિષ્ફળતા પણ મળી શકે છે. એમાં ખાસ કરીને જો તમે કોઈ બિઝનેસ કરો છો, તો એ વાતની કોઈ ગેરંટી નથી કે એ સફળ થાય જ. કોઈક કારણો સર એમાં તમને ખોટ પણ આવી શકે છે.

અને એવું પણ નથી કે નોકરીમાં નિષ્ફળતા નથી મળતી. નોકરી કરવા વાળાને ભલે ખોટ ન થાય, પણ ઘણી વાર ખોટી નોકરીમાં ઘણા વર્ષો સુધી ફસાયેલા રહેવા છતાંપણ લોકો ત્યાં ને ત્યાં રહી જાય છે. એમની કોઈ રીતે પ્રગતિ જ નથી થતી. એટલે જોવા જઈએ તો એ લોકો પણ નિષ્ફળ જ ગણાય છે.

જો તમે આવી કોઈ સમસ્યાની અસરમાં છો અથવા એનાથી બચવા માંગો છો, તો તમારે થોડા ખાસ ઉપાય જરૂર ટ્રાય કરવા જોઈએ. સામાન્ય રીતે ખરાબ નસીબ અથવા બીજાની ખરાબ નજરને કારણે લોકોને બિઝનેસમાં ખોટ થાય છે. આવી સ્થિતિમાં આ ઉપાય તમારી મદદ કરી શકે છે.

અને આજે અમે જે ઉપાય તમને જણાવીશું તે તમારે ગુરુવારના દિવસે જ કરવા જોઈએ. ગુરુવારનો દિવસ બિઝનેસ અને નોકરી કરવા વાળા માટે ઘણો ખાસ હોય છે. આ દિવસે યોગ્ય કામ કરવાથી એ તમારા માટે ઘણો લક્કી દિવસ સાબિત થઈ શકે છે.

પહેલું કામ :

તમારા કાર્યક્ષેત્રમાં નિષ્ફળતાથી બચવા માટે, ગુરુવારના દિવસે તમે જયારે પણ ઘરેથી દુકાને અથવા ઓફિસ જવા માટે નીકળો, તો સૌથી પહેલા ભગવાન સામે ઘી ના 2 દીવા જરૂર પ્રગટાવો. આ દીવા પ્રગટાવ્યા પછી જે ભગવાનમાં માનતા હોવ એમની આરતી કરો. ત્યારબાદ પોતાના ખીસા માંથી એક સિક્કો કાઢીને આ બંને દીવાની વચ્ચે મુકો. હવે સાંજે અથવા રાત્રે તમે જયારે પણ ઓફિસ અથવા દુકાનેથી પાછા આવો, તો આ સિક્કો પાછો પોતાના ખીસા અથવા પાકીટમાં મુકી દો.

એક વાતનું ધ્યાન રહે કે તમારે આ સિક્કાને ક્યાંય ખર્ચ કરવાનો નથી. તેમજ ગુરુવાર સિવાય બાકીના બધા દિવસોમાં એ સિક્કાને પોતાના પાકીટમાં મુકીને ઓફીસ કે દુકાનમાં લઈ જવાનો છે. આ ઉપાયથી તમને તમારા બિઝનેસમાં ફાયદો થશે અને નોકરીમાં પ્રમોશનના ચાંસ વધશે.

બીજું કામ :

બીજો જે ઉપાય છે તે આ મુજબ છે. આ ઉપાય માટે ગુરુવારે કોઈ પણ મંદિરમાં એક નારિયેળ ચઢાવો. આ નારિયળને ફોડીને પ્રસાદ બનાવી લો અને પોતાની સાથે દુકાન કે ઓફિસમાં લઈ જાવ. જો તમે દુકાને જઈ રહ્યા છો, તો આ પ્રસાદ દુકાનના સ્ટાફ અને ઓછા માં ઓછા એક ગ્રાહકને જરૂર ખવડાવો. તમારી દુકાન ઘણી વધારે ચાલશે અને ફાયદો પણ થશે. જો તમે ઓફિસ જઈ રહ્યા છો, તો ત્યાં પોતાના બોસ અને સહકર્મીઓને આ પ્રસાદ આપો.

આમ કરવાથી તમારા પર સકારાત્મક અસર થશે, અને તમારી પ્રગતિના ચાંસ પણ વધશે. કારણ કે આ પ્રસાદ સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય છે. એવામાં જયારે પણ તમે એ કોઈને આપો છો, તો એમાં પણ એ પોઝિટિવ એનર્જી આવી જાય છે. આ પોઝિટિવ વાતાવરણમાં બધા મન લગાવીને કામ કરે છે, જેનો ફાયદો ક્યાંક ને ક્યાંક તમને પણ મળે છે.

ત્રીજું કામ :

જે લોકો દુકાન ચલાવે છે તેઓ ગુરુવારના દિવસે પોતાની દુકાનની દક્ષિણ દિશામાં લીંબુ મરચા અવશ્ય બાંધો. કારણ કે આ દિશામાં સૌથી વધારે નકારાત્મક ઉર્જા રહેલી હોય છે. એ નકારાત્મક ઉર્જાને આ લીંબુ અને મરચા દૂર કરી દેશે. તેમજ તમને બિઝનેસમાં નુકશાન પણ નહીં થાય. અને નોકરી કરવા વાળા લોકો ગુરુવારના દિવસે લીંબુ અને મરચા પોતાની બેગમાં મૂકીને લઈ જાવ. તમને ફાયદો મળશે.