આપણે ત્યાં ફાંસીની સજા આપતા જ્લ્લાદોને મળે છે આટલો પગાર, જાણીને આશ્ચર્ય ચકિત થઇ જશો

0
4056

ફાંસીની સજા એ અંતિમ સજા ગણાય છે. તમે પણ જાણો છો કે મૃત્યુ એક એવી સજા છે, જેનાથી વ્યક્તિનું જીવન હંમેશ માટે પૂરું થઈ જાય છે. હાં, જે વ્યક્તિને એના ગુના માટે મૃત્યુની સજા સંભળાવવામાં આવે છે, એ વ્યક્તિનું જીવન ત્યારે જ પૂરું થઈ જાય છે. આમ પણ ગુનેગારોને એમના ગુના માટે ગંભીર સજા થવી જ જોઈએ. આમ તો ગુનેગારોને મૃત્યુની સજા આપવાનું કામ અદાલત જ કરે છે, પરંતુ એમને ફાંસી પર લટકાવવાનું કામ તો જલ્લાદ જ કરે છે. પણ શું તમને એમના સાચા પગાર વિષે ખબર છે? જો ના તો આવો જણાવીએ.

જણાવી દઈએ કે જલ્લાદો માટે આ કામ કરવું સરળ નથી હોતું. દરેક દેશની વ્યવસ્થાને યોગ્ય રીતે ચલાવવા માટે થોડા કાયદાકીય નિયમ બનાવવામાં આવે છે, જેથી લોકોના મનમાં કાયદા અને ગુના પ્રત્યે ડર બનેલો રહે અને તે કોઈ ખોટું કામ ન કરે. છતાં પણ એવા ઘણા બધા લોકો છે. જે ખોટા કામ કરે જ છે. હવે જે વ્યક્તિ જે પ્રકારનો ગુનો કરે છે, એને એવા પ્રકારની સજા કાયદા દ્વારા ફટકારવામાં આવે છે. પણ જયારે કોઈ વ્યક્તિ ઘણો મોટો ગુનો કરે છે અને તે ગુનો માફ કરવાને લાયક નથી હોતો, ત્યારે એને ફાંસીની એટલે કે મૃત્યુની સજા સંભળાવવામાં આવે છે.

જેવું કે તમે જાણો છો કે દરેક દેશની કાયદા પ્રણાલી અલગ હોય છે. માટે દરેક દેશમાં ગુનેગારોને મૃત્યુની સજા પણ અલગ અલગ રીતે આપવામાં આવે છે. હાં, કોઈ દેશમાં ગુનેગારને ગોળી મારી એમની હત્યા કરવામાં આવે છે, તો કોઈ દેશમાં ગુનેગારને પથ્થર મારી મારીને મૃત્યુની સજા આપવામાં આવે છે. પણ ભારતમાં ગુનેગારને ફાંસીના માંચડે લટકાવી મૃત્યુની સજા આપવામાં આવે છે.

આપણા ભારત દેશમાં ફાંસીની સજાનું ચલણ બ્રિટિશ કાળ પહેલાથી ચાલ્યું આવે છે. જોકે ભારતમાં ઘણી મુશ્કેલીથી કોઈ ગુનેગારને મૃત્યુની સજા આપવામાં આવે છે, અને એ પણ ત્યારે જયારે કાયદા પ્રણાલી પાસે કોઈ બીજો રસ્તો નહીં હોય.

કદાચ એટલા માટે કાયદા પ્રણાલીમાં એને મોટી સજા કહેવામાં આવે છે. પણ આ સજાને પરિણામ સુધી પહોંચાડવાનું કામ તો જલ્લાદ જ કરે છે. જણાવી દઈએ કે જલ્લાદને આ કામ કરવા માટે કાયદા પ્રણાલી દ્વારા જ પસંગ કરવામાં આવે છે. આ એક એવું કામ છે. જેના માટે એમને પૈસા પણ મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્તમાનમાં આખા ભારતમાં ફક્ત બે જ એવા પરિવાર છે જે આ કામ કરે છે.

કોઈને ફાંસી આપીને મારવાનું કામ બોલવા જેટલું સરળ નથી હોતું. એના માટે મજબુત કાળજું જોઈએ. ભારતમાં એ કામ કરવાં વાળા જલ્લાદનો પગાર કંઈ ખાસ નથી હોતો. જોકે પારિવારિક ભથ્થાંના રૂપમાં એમને થોડા પૈસા જરૂર આપવામાં આવે છે. જણાવી દઈએ કે જલ્લાદને ફક્ત 200 રૂપિયા જ આપવામાં આવતા હતા. પણ હવે આ રાશિને વધારીને 3000 થી 5000 સુધી કરી દેવામાં આવી છે. હવે આમ પણ ભારતમાં જલ્લાદોની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે, પરંતુ ગુનેગારોને ફાંસીની સજા તો આપવામાં આવે જ છે. હવે ન્યાય પ્રણાલી જ ગુનેગારોને સજા આપવા માટે કોઈ નવી રીત શોધી શકે છે.