વિમાનથી પણ મોંઘો છે આ કૂતરો, એસી માંથી નીકળતાંજ થઈ જાય છે બેચેન

0
4740

કુતરા અને માણસની દોસ્તી સદીઓ જૂની છે. કુતરાઓ આપણો સાથ હંમેશાથી આપતા આવ્યા છે. આજે પણ ઘણા લોકો કુતરાને પાળે છે. અને આજકાલ કુતરાઓની કિંમત પણ એટલી બધી જોવા મળે છે કે અમુક બ્રીડના કુતરા લેવા આપણા માટે મોંઘા પડી જાય છે. થોડા સમય પહેલા રાજસ્થાનના જયપુરમાં એક ડોગ શો આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં આવેલા એક તિબેટિયન મસ્તીક બ્રીડના કૂતરાની કિંમત એટલી હતી કે એટલામાં એક નાનું વિમાન ખરીદી શકાય છે.

આ કૂતરાની ખાસિયત એ છે કે તે હંમેશા એસી રૂમમાં રહે છે, અને વધારે સમય બહાર રહેવા પર તેને સારું લાગતું નથી. આવો તમને વિશ્વના બીજા કેટલાક મોંઘા કૂતરાની નસલ વિષે પણ જણાવી દઈએ.

ખુબ ખાસ છે આ કુતરા :

જેવું કે અમે આગળ જણાવ્યું કે રાજસ્થાનના શહેર જયપુરમાં થોડા સમય પહેલા થયેલા એક ડોગ શો માં દુનિયાભરની ઘણી નસ્લોના કુતરાઓ શામેલ થયા હતા. તેમાંથી એક કૂતરાની કિંમત લગભગ 15 થી 30 કરોડના વચ્ચે જણાવવામાં આવી હતી. એ કૂતરાની કિંમત સાંભળીને લોકો ચકિત થઇ ગયા, કારણ કે આ કિંમતમાં તો એક નાનું વિમાન ખરીદી શકાય.

તિબેતીયન મસ્ટીફ કુતરાના વિષે જાણવામાં આવ્યું છે કે તેની વિશેષ દેખભાળ કરવામાં આવે છે. દિલ્હીથી આવેલો આ કૂતરો ચીન માંથી એક ઓક્શનમાં ખરીદવામાં આવ્યો હતો, અને આને 24 કલાક એસીમાં રાખવો પડે છે. એની સાથે જ આને 15 દિવસમાં સ્પા પણ કરાવવું પડે છે. 32 ઇંચ સાઈઝ વાળા તિબેટિયન મસ્તીકનું વજન લગભગ 70 થી 80 કિલો હોય છે. એની ખાવા માટેની બદામ ઇરાક માંથી આવે છે, અને એનું ખાવાનું જર્મનીથી મંગાવવું પડે છે.

બીજા પણ ઘણા મોંઘા કુતરાઓ વિષે જાણો :

હવે તમે તિબેટીયન માસ્ટીફની કિંમત વિષે જાણી ગયા છો, તો ચાલો તમને દુનિયાના ટોપ 5 મોંઘી નસલના કુતરાઓના વિષે જાણકારી આપી દઈએ.

આ યાદીમાં પહેલા નંબર પર છે લોચેન નસલનો કૂતરો. એને લિટિલ લોયન ડોગ પણ કહેવામાં આવે છે. આ દુનિયાની મોંઘી અને દુર્લભ બ્રીડનો કૂતરો માનવામાં આવે છે. આ જાતિના કુલ 100 કુતરા જ આખી દુનિયામાં છે, અને આની કિંમત લગભગ 45 કરોડ રૂપિયા છે.

બીજા નંબર પર આવે છે રોટ્ટવેલર ડોગ. આ એક વિશાળકાય ઘરેલુ કૂતરો છે. રોટ્ટવેલર ખુબ અનુશાસિત કૂતરો છે જેને દુનિયા ભરમાં સેના અને પોલીસ દળોમાં શામેલ કરવામાં આવે છે. આની કિંમત લગભગ 40 થી 44 કરોડ સુધી હોય છે.

આ યાદીમાં તીજા નંબર પર આવે છે સમોઇ કૂતરો. આ કુતરો સાઈબેરિયામાં જોવા મળે છે. આને સ્ટેજ ખેંચવા માટે પણ કામમાં લેવામાં આવે છે. આ કૂતરાની કિંમત લગભગ 40 થી 50 કરોડની વચ્ચે રહે છે.

અને આ યાદીમાં ચોથો કુતરો છે જર્મન શેફર્ડ. એ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ અલ્સેશિયસ નસલનો કૂતરો માનવામાં આવે છે. આ ખુબ સંવેદનશીલ અને બહુઉપયોગી કૂતરો છે. ગાર્ડ અને રેસ્ક્યુ ડોગના કામ માટે સુરક્ષા એજેન્સીઓ એની મદદ લે છે. આ કૂતરાની કિંમત 35 થી 37 કરોડના વચ્ચે હોય છે.

આ યાદીમાં પાંચમો કુતરો છે કેનેડિયન એક્સકીમો કૂતરો. આ નોર્થ અમેરિકાની સૌથી જૂની અને દુર્લભ પ્રજાતિનો કૂતરો છે. આ ખુબ શક્તિશાળી અને એથલેટિક કૂતરો માનવામાં આવે છે. અને સુરક્ષાની દ્રષ્ટિએ પાળવામાં આવે છે. આની કિંમત લગભગ 30 થી 35 કરોડના વચ્ચે જણાવવામાં આવે છે.