કોઈપણ મહિલા અને પુરુષે સ્નાન કરવા પહેલા નહિ કરવા જોઈએ આ કામ, નહીં તો મળશે ભયંકર પરિણામ

0
4718

આપણા ભારતમાં એક રીવાજ છે કે વ્યકિતએ દિવસની શરૂઆતમાં સૌથી પહેલા શૌચ અને સ્નાન કરીને પવિત્ર થઈને બીજા કામોની શરૂઆત કરવી જોઈએ. કારણ કે હિંદુ ધર્મ શાસ્ત્રોમાં સુતેલી વ્યક્તિને અડધી મરેલી માનવામાં આવે છે. એટલે કે જયારે વ્યક્તિ ઊંઘી જાય છે ત્યારે એને કોઈ પણ વસ્તુ વિષે ખબર નથી પડતી, જે રીતે મૃત્યુ પછી કઈ ખબર નથી પડતી એ જ રીતે.

એટલા માટે જ ઊંઘીને ઉઠયા પછી કોઈ પણ કામ કરતા પહેલા સ્નાન અવશ્ય કરવું જોઈએ. ઊંઘ લીધા પછી મનુષ્યનું શરીર એ પ્રેત જેવું હોય છે, જેમાં આત્માએ તરત પ્રવેશ કર્યો હોય. એટલા માટે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા શરીરને શુદ્ધ કરવું જરૂરી હોય છે.

સ્નાન કર્યા વગર ભોજન કરવું એ અસુર અને રાક્ષસોની પ્રવૃત્તિ છે :

એવું કહેવામાં આવે છે કે બ્રશ કે દાતણ કર્યા પછી ભોજન કરવાથી શક્તિની પ્રાપ્તિ થાય છે. અને સ્નાન કર્યા વગર ભોજન કરવું અસુર અને રાક્ષસોની પ્રવૃતિઓને જન્મ આપે છે. આપણા પ્રાચીન શાસ્ત્રોના જણાવ્યા અનુસાર આત્મા મનુષ્યના શરીરમાં બે રીતે નિવાસ કરે છે. એક તો સુક્ષ્મ અને બીજી સ્થૂળ અવસ્થામાં. જયારે આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે આપણી સુક્ષ્મ આત્મા શરીરના મનના સંસારમાં ભ્રમણ કરતી હોય છે, અને આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓના સપના દેખાડે છે.

તમે લોકોએ હંમેશા ઘરના વૃદ્ધને આ વાત કહેતા સાંભળ્યા હશે, કે કયારેય સ્નાન કર્યા પહેલા ભોજન કરવું જોઈએ નહીં. જોકે એના માટે તેઓ ધાર્મિક તર્ક આપે છે, પણ એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. જો કે આજના સમયમાં આ વાતોને કોઈ ગંભીરતાથી નથી લેતું. વૈજ્ઞાનિકો અનુસાર સ્નાન કર્યા પછી શરીરના દરેક ભાગોને નવું જીવન મળે છે.

શરીર સંપૂર્ણ રીતે સાફ થવાથી વધારે ભૂખ લાગે છે :

જયારે તમે સવારે ઉઠો છો, તો પાછળના દિવસે જે પણ ગંદકી તમારા શરીર પર રહી હોય છે, તે ફક્ત સ્નાન કરવાથી જ સાફ થાય છે. સ્નાન કરવાથી ન માત્ર શરીર સાફ થઈ જાય છે પણ તમને નવી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ પણ થાય છે. તેમજ જયારે તમારું શરીર સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે, ત્યારે તમને ભૂખ પણ આપમેળે લાગે છે.

તે સમયે જે પણ ભોજન કરવામાં આવે તેની અસર આપણા શરીર પર વધારે થાય છે. તમે પ્રયોગની રીતે જોઈ શકશો કે સ્નાન કર્યા વગર ખાવાથી એક રોટલી ઓછી ખવાય છે, જયારે સ્નાન પછી ખાવાથી એક રોટલી વધારે ખવાય છે.

સ્નાન પહેલા ભોજન ન કરવાનું બીજું કારણ એ છે, કે જો તમે સ્નાન કરવાં પહેલા કઈ પણ ખાઈ લો છો ત્યારે તમારું શરીર એને પચાવવામાં લાગી જાય છે. અને ખાધા પછી તરત સ્નાન કરવાથી તમારું શરીર ઠંડુ થઈ જાય છે. અને તમારા શરીરનું લોહી ખાધેલા ખોરાકને પચાવવાના કામને બદલે શરીરને ગરમી આપવાના કામમાં લાગી જાય છે.

આમ થવાથી તમારી પાચનક્રિયા ઘીમી પડી જાય છે. આ કારણે આપણા આંતરડા નબળા પડી જાય છે અને કબજિયાતની સમસ્યા થવા લાગે છે, સાથે જ અન્ય ઘણા શારીરિક રોગ પણ થાય છે. એટલા માટે સ્નાન કરતા પહેલા જમવાની ના પાડવામાં આવે છે. જો ઘણી વધારે જરૂર હોય તો તમે પ્રવાહી પદાર્થ સ્નાન કરતા પહેલા લઈ શકો છો.

તમે નિરોગી રહો એ જ ઈશ્વરને પ્રાર્થના.