આ 2 શબ્દ મહિલાઓને કયારેય ભૂલથી પણ ન કહેવા, માતા લક્ષ્મી થઇ જશે નારાજ, થઇ જશે તમારો સર્વનાશ.

0
1948

એ વાત તો તમે જાણતા હશો કે, હિંદુ ધર્મમાં મહિલાઓને દેવીનું સ્વરૂપ ગણવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે, પુરુષે ક્યારેય પણ ભૂલથી પણ કોઈ મહિલાનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે મહિલાઓ લક્ષ્મી માતાનું સ્વરૂપ હોય છે. અને એમનું સન્માન કરવું ઘણું જરૂરી છે.

પરંતુ શું તમને ખબર છે? કે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, ક્યારે પણ ભૂલથી પણ કોઈપણ સ્થિતિમાં મહિલા માટે બે એવા શબ્દ છે જેનો ઉપયોગ કરવો જોઈએ નહિ. કારણ કે એમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે.

ધાર્મિક શાસ્ત્રોની આપણા જીવનમાં ઘણી મહત્વની ભૂમિકા હોય છે. એમાં જણાવ્યા અનુસાર જીવન જીવવાથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. અને એનાથી વિપરીત કાર્યો કરવાથી દુઃખ અને બરબાદી જ થાય છે. મિત્રો આજના આ આધુનિક જમાનામાં ઘણા બધા એવા મેસેજ વાયરલ થતા હોય છે. તેમાંથી આજે એક એવો જ મેસેજ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, શાસ્ત્રો મુજબ ૨ એવા શબ્દો છે જે મહિલાઓને ન કહેવા જોઈએ. તો આવો જાણીએ ક્યા છે? તે બે ખરાબ શબ્દ.

૧. જેવું કે તમે બધા જાણો છો કે, આ દુનિયામાં દરેક વ્યક્તિની પોત પોતાની મજબુરી હોય છે. અને એટલું જ નહીં દરેક સ્ત્રી કે પુરુષ પોત પોતાને કોઈ ને કોઈ પરિસ્થિતિમાં મજબુર ગણે છે. તો એવામાં ઘણી મજબુર મહિલાઓ પોતાના ઘર અને પેટનું ભરણ પોષણ કરવાં ખાતર ખરાબ રસ્તા ઉપર જતી રહે છે. પરંતુ એ રસ્તે જવું તેમની કોઈ મજબુરી પણ હોઈ શકે છે. કોઈ મજબુરીને કારણે જ મહિલા ખરાબ કામ કરે છે.

અને જો તમે એના કામનું સન્માન નથી કરી શકતા, તો તેના કામનું અપમાન પણ ન કરો. અને કોઈ પણ મહિલા હોય તે પોતાના માટે એવા શબ્દો સાંભળવાનું પસંદ નહી કરે, એટલા માટે કોઈ પણ મહિલાને ભૂલથી પણ વેશ્યા ન કહો. ગુસ્સામાં આવીને ભૂલથી પણ તમારે ક્યારેય તમારા ઘરની મહિલાઓને આવા શબ્દોથી સંબોધન ન કરવું જોઈએ. એમ કરવાથી તમને જલ્દી જ શ્રાપ લાગે છે, અને તમારી ઉપર લક્ષ્મીજીની કૃપા જળવાયેલી નહિ રહે.

૨. અને બીજો જે શબ્દ છે, જે શાસ્ત્રો મુજબ કોઈ મહિલાને નહિ કહેવો જોઈએ એ છે વાંજણી. દરેક વ્યક્તિએ એ સમજવું પડશે કે બધી મહિલાઓ માં બની શકે એ જરૂરી નથી હોતું. તેમના શરીરમાં કે એના પતિના શરીરમાં કોઈ સમસ્યાને કારણે તે માં બનવા સક્ષમ નથી હોતી.

તો એને વાંજણી કહેવી એ મહિલાનું અપમાન કરવા સમાન હોય છે. જો તમે કોઈ મહિલાને વાંજણી કહો છો, તો તેને પણ ઘણું દુ:ખ થાય છે. અને તમારા આ શબ્દોથી લક્ષ્મી માતા પણ નારાજ થાય છે, અને તેના ખરાબ પરિણામ તમારે ભોગવવા પડે છે. કોઈપણ મહિલાનો શ્રાપ ક્યારેય ખાલી નથી જતો. એટલા માટે દરેક વ્યક્તિએ દરેક મહિલાનું સન્માન કરવું જોઈએ. ધ્યાન રાખો કે આ ૨ શબ્દોનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ, કારણ કે એમ કરવાથી ભગવાન ક્રોધિત થઈ જાય છે.