પથરીના રોગમાં બિયર પીવાનું ચલણ ખુબ ખરાબ રીતે પ્રસરી રહ્યું છે, લોકો જાણ્યા વગર શરુ કરે છે બીયર પીવાનું અને પછી..

0
2158

“પથરીના રોગમાં બિયર પીવાથી રાહત થાય છે.” આ વાક્ય તમે ઘણી વાર સાંભળ્યું હશે. લોકો આનો ઉપયોગ ઘણી વાર કરે છે. પણ શું તે સત્ય છે? આવો જાણીએ એના વિષે.

ન જાણે ક્યાંથી આ પ્રકારની ભ્રાતિ ચાલી નીકળી છે, કે જો કિડની અને મૂત્ર માર્ગમાં પથરી થઇ જાય તો બિયર પીવાથી નીકળી જાય છે. અને ઘણા લોકો આ વાત સાંભળીને સમજ્યા વિચાર્યા વગર પથરી થઇ જવા પર બિયર પીવાનું ચાલુ કરી દે છે.

પણ આજે અમે આ લેખના માધ્યમથી આ વાત વિષે તમને જાણકારી આપીશું કે આ વસ્તુ કેટલી ખોટી છે. અને અહીંયા સુધી કે બિયાર પી લેનારને પણ પથરી થઇ શકે છે. સૌથી પહેલા જાણી લઈએ કે કિડનીની પથરીના રોગમાં બિયર પીવાથી શું થાય છે.

પથરી થવા પર બિયર પીવાનું પરિણામ :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બિયર કે કોઈ પણ એલ્કોહલ પીવાથી મૂત્ર નિર્માણની પ્રક્રિયા વધી જાય છે. એ કારણે તમારે વારંવાર પેશાબ કરવા જવું પડે છે. મોટાભાગના લોકો આ વાતના આધારે બિયરનું સેવન શરુ કરી નાખે છે. જેથી એમને એવી લાગે છે કે એમની કિડનીની પથરી શરીર માંથી દુર થઇ જશે. પણ એવું જરૂરી નથી.

જો તમારે વધારે પેશાબ જ લાવવો છે તો એના માટે તમે વધારે પાણી પણ પી શકો છો. વધારે પાણી પીવાથી બિયરની જેમ જ વધારે માત્રામાં પેશાબ આવવા લાગે છે. આ એક સ્વાભાવિક અને કુદરતી નિયમ છે. આગળ આપણે જાણશું કે કિડનીના રોગમાં બિયર પીવાથી શું નુકશાન થાય છે?

પથરીના રોગમાં પિયર પીવાથી શું નુકશાન થઇ શકે?

બિયર પીવાના ઘણા બધા નુકશાન છે. બિયર પીવાનું સૌથી પહેલું નુકશાન તો એ કીડની પર ખરાબ અસર કરે છે. કારણ કે આનાથી કિડનીને પોતાની ક્ષમતાથી વધારે કાર્ય કરવું પડે છે. જેના કારણે તેના પર દબાણ પડે છે, અને કિડની સ્થાયી રૂપથી ડેમેજ થઇ શકે છે. જે સમય જતા કીડની ફેલમાં પરિણમે છે.

મિત્રો શરીરમાં રહેલી પથરીને કાઢવા માટે ક્ષારીય પ્રકૃતિ વાળી વસ્તુનું સેવન કરવાની પસંદગી કરો. પરંતુ આનાથી પૂરું ઉલટું એલ્કોહલ શરીરમાં જઈને અમ્લીય રિએક્શન આપે છે, જે સમસ્યાને વધારવા વાળું જ હોય છે. વધારે માત્રામાં પેશાબ જવાના કારણે શરીરમાં પાણીની કમી થઇ જાય છે અને ગંભીર ડીહાઇડ્રેશનના લક્ષણ પણ પૈદા થવા લાગે છે.

પથરીના રોગમાં બિયર પીવાથી વધી જશે ઓકઝેલેટનો સ્તર :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઓકઝેલેટ એક વિશેષ પ્રકારના ક્રિસ્ટલ હોય છે, જે ઓકઝેલિક એસિડની ક્રિયાઓથી ઉત્પાદન થાય છે. અને તે કિડનીમાં પથરીનું નિર્માણ કરવામાં ખુબ વધારે ગદાન આપે છે. બીયરના સેવનથી શરીરમાં ઓકઝેલેટનું નિર્માણ વધારે માત્રામાં થવા લાગે છે, જેના કારણે થઇ શકે છે કે હમણા તો તમારી પથરી નીકળી જાય પરંતુ આગળ જઈને વધારે માત્રામાં તમારા શરીરમાં પથરી બનવા લાગે.

પથરીના રોગમાં બિયર પીવાથી કિડની થઇ શકે છે ફેલ :

એલ્કોહલના સેવનથી કીડની પર સ્થાયી રૂપથી નકારાત્મક પ્રભાવ પડે જ છે. અને આ વાતને બધા સમજે પણ છે. જયારે કિડનીમાં પથરીની સમસ્યા થાય છે, તો ઘણા લોકો આને બિયર પીવાનો પરવાનો સમજીને ખુબ વધારે માત્રામાં બિયર પીવાનું શરુ કરી દે છે. પથરીના કારણે પહેલાથી જ હૈરાન થયેલી કિડની આલ્કોહોલની માત્રા અચાનક વધારે આવવાના કારણે ફેલ પણ થઇ શકે છે. એ જરૂરી નથી કે આવું બધાની સાથે થઇ શકે છે, પરંતુ આ વાતની પણ કોઈ ગેરેન્ટી આપી શકતું નથી કે તમારી સાથે આવું નહિ થાય.

આ જાણકારી તમને કેવી લાગી અમને જરૂર જણાવજો. સ્વાસ્થ્યથી જોડાયેલ અસરકારક લેખ તમારા માટે અમે દરરોજ લઈને આવી છીએ. અમારા લેખ રોજ વાંચવા માટે અમને ફોલો જરૂર કરો અને લાઇક કરો શેર કરો. કોઈ ખાસ વિષય પર તમે જાણકારી મેળવવા માંગો છો તો અમને જરૂર કમેન્ટ કરી જણાવો.