બોલીવુડની આ પ્રખ્યાત અભિનેત્રીઓને છે દારૂ પીવાની ખરાબ આદત, ઘણો જ વધારે દારૂ પીવે છે.

0
2580

દારૂ અને સિગરેટ પીવું સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે. પણ લોકો એના વિષે જાણતા હોવા છતાં પણ, એનું સેવન કરતા જ રહે છે. અને હવે તો ભારત દેશમાં પણ મહિલાઓને દારૂ અને સિગરેટ પીવાની ટેવ પડી ગઈ છે. અને તે ઘણું જ ખરાબ સમજવામાં આવે છે.

દારૂ સિગરેટ વગેરેનું સેવન કરવાની ટેવ જ ખરાબ છે, પછી ભલે તે મહિલાની હોય કે પુરુષની. એના પરિણામ હંમેશા ખરાબ જ હોય છે. પરતું બાધા નુક્શાનોને જાણવા છતાં પણ લોકો આનું સેવન કરવાનું છોડતા નથી. કેટલાક લોકોને કલાકેને કલાકે સિગરેટ પીવાની આદત હોય છે. અને ઘણાને રાત્રે દારૂ પીધા પછી જ ઊંઘવાની આદત હોય છે.

આવા લોકોને ‘ચેન સ્મોકર્સ’ ના નામથી ઓળખવામાં આવે છે. ઘણા લોકો એવા હોય છે જે ટેન્શન થવા પર સિગરેટ કે દારૂ પીવા લાગે છે, એટલે એમનું એવું કહેવું છે કે એ લોકો માટે આ સ્ટ્રેસ બસ્ટરની જેમ કામ કરે છે. બદલતા સમાજની સાથે મહિલાઓના વિચાર પણ બદલાયા છે. અને એને લીધે ઘણી મહિલાઓ દારૂ પીવે છે અને ધુમ્રપાન કરે છે. બોલીવુડ અભિનેત્રી હોય કે સામાન્ય મહિલાઓ ધીરે ધીરે તેઓ નશાની ઝપેટમાં આવતા દેખાઈ રહ્યા છે.

મિત્રો કદાચ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, બોલીવુડ અને ટીવીની ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓને અસલ જીવનમાં પણ સિગરેટ અને દારૂની લત લાગેલી હોય છે. આજના આ લેખમાં અમે તમને કેટલીક બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છે, જે દારૂની બંધાણી છે. અને મોટાભાગે તે કોઈ પણ પાર્ટીમાં દારૂનું સેવન કરતી હોય છે. આવો જાણીએ કઈ છે તે અભિનેત્રીઓ.

1) સુષ્મિતા સેન :

તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂતપૂર્વ મિસ યુનિવર્સ એવી સુષ્મિતા સેનને પણ દારૂ પીવાની આદત છે. અને ઘણી વાર તેમને પાર્ટીઝમાં આલ્કોહોલ લેતા જોઈ શકાય છે. સુષ્મિતાના મત અનુસાર તે પોતાની ઈચ્છા મુજબ પીવે છે, અને આ વાત પર તેમને કોઈ ખરાબી દેખાતી નથી. તેમણે જણાવ્યું કે આ આદત તે જયારે ઈચ્છે ત્યારે છોડી શકે છે. મિત્રો આ તો એમનું કહેવું છે, બાકી ભારતમાં લાખો લોકો એવા છે જેમની દારૂની આદત છૂટવાનું નામ નથી લેતી.

2) કંગના રનૌત :

આમ તો કંગનાએ ફિલ્મોમાં સિગરેટ અને દારૂ પીવાની ઘણી એક્ટિંગ કરી છે. પણ જણાવી દઈએ કે અસલ જીવનમાં પણ તે સિગરેટ અને દારૂ પીવાનું પસંદ કરે છે. કંગનાની માનીએ તો સિગરેટ દારૂ પીવું તેમની પોતાની ઈચ્છા છે.

3) અમિષા પટેલ :

અમિષા પટેલ હાલ તો કોઈ ફિલ્મો કરતી નથી. પણ એમની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ ઘણી હિત સાબિત થઇ હતી. એ જ ફિલ્મથી પોતાના ફિલ્મી કેરિયર શરૂ કરવા વાળી અમિષા પટેલ પણ ખુબ દારૂ પીવે છે. એટલું જ નહિ, તે ઘણી જગ્યાઓ પર ધુમ્રપાન કરતા પણ દેખાઈ ચુકી છે. જાણકારી અનુસાર, અમિષા ઘણી વાર દારૂ પી ને મીડિયાની સામે આવી ગઈ છે.

4) કરીના કપૂર :

મિત્રો આ યાદીમાં બોલીવુડની બેગમ કરીના કપૂરનો પણ સમાવેશ થાય છે. તેમને પણ દારૂ પીવાનું સારું લાગે છે. તે ઘણી વાર પોતાના મિત્રો સાથે નશાની હાલતમાં દેખાઈ ચુકી છે. તે સોશિયલ મીડિયા પર ઘણા એવા ફોટા પોસ્ટ કરી ચુકી છે. જેમાં તે નશામાં દેખાઈ રહી છે.

5) તનિષા મુખર્જી :

આ યાદીમાં આગળનું નામ છે પ્રખ્યાત અભિનેત્રી કાજોલની બહેન અને તનૂજાની નાની છોકરી તનિષા મુખર્જીનું. આમ તો તનિષા સફળ અભિનેત્રી નથી. પણ તનિષાને દારૂની ખરાબ આદત તો છે જ. તે થોડા થોડા સમયમાં દારૂ પીતી રહે છે. તનિષા ફક્ત દારૂ નહિ પણ સિગરેટ પણ પીતી રહે છે.

6) જયા બચ્ચન :

મિત્રો આ નામ વાંચીને તમે જરૂર ચોંકી ગયા હશો. જી હાં, અમિતાભ બચ્ચનની ધર્મપત્ની જયા બચ્ચનને પણ દારૂની લત છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે દારૂ પીને ઘણી વાર લોકોની સાથે ખરાબ વર્તન કરી ચુકી છે. પણ તેમની વહુ એશ્વર્યમાં આ આદત નથી. એ ઘણી જ સારી વાત કહેવાય.

મિત્રો દારૂ, ધૂમ્રપાન તેમજ અન્ય કોઈ નશો કરવો સ્વાસ્થ્ય માટે ઘણો જ હાનીકારક છે. એટલે હંમેશા એનાથી દુર જ રહેવું જોઈએ.