સૂકો અને નરમ કફ એમ બંને પ્રકારના કફનો થશે ચપટીમાં સફાયો. દરેક ઉંમરના લોકો માટે કારગર નુશખો

0
7116

મિત્રો એ વાત તો તમે બધા જાણતા હશો કે, ઋતુ બદલાય એટલે એની અસર સ્વાસ્થ્ય પર પડે છે. અને શરીર પર એની સૌથી પહેલી અસર ખાંસીના રૂપમાં સામે આવે છે. એમાં સૂકી ખાંસી ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. અને કફ વાળી ખાંસી શ્વાસની સમસ્યાનું કારણ બની જાય છે. કફ સિરપનો વપરાશ ભલે આ સમસ્યાનો અસરદાર ઈલાજ કરી શકે છે, પરંતુ એ સ્વાસ્થ્ય માટે સારું નથી.

આ દરેકને પરેશાન કરતી ખાંસીનો સંબંધ ફેફસા અને શરીરના તે અંગો સાથે હોય છે, જે શ્વાસ લેવામાં ફેફસાને મદદ કરે છે. તેમજ ખાંસીનો રોગ એવો છે કે તે કોઈ પણ ઋતુમાં થઇ શકે છે. પણ તે શિયાળાની ઋતુમાં વધારે થાય છે. જાણકારી માટે જણાવી દઈએ કે, એલોપેથી ચિકિત્સા વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ખાંસીની ઉત્પત્તિ વિશેષ પ્રકારના જીવાણુઓથી થાય છે. અને જો ખાંસીની ચિકિત્સા કરાવવામાં સમય લાગી જાય, તો ખાંસી ટીબી જેવા ગંભીર રોગમાં પરિવર્તિત થઇ શકે છે.

ખાંસી થવાના ઘણા બધા કારણો છે જેમ કે,

૧) ખાંસી શરીરના વાત, પિત્ત અને કફના બગડવાના કારણે પણ થાય છે.

૨) શ્વાસનળીમાં સોજો આવવાને કારણે પણ ખાંસી થાય છે.

૩) જો આપને જલ્દી-જલ્દી ખાઈએ તો ઘણીવાર ખાવા-પીવાની વસ્તુઓ અન્નનળીમાં જવાની જગ્યાએ શ્વાસનળીમાં ચાલી જાય છે, એને લીધે પણ ખાંસી આવે છે.

૪) રુક્ષ પદાર્થોનું વધારે સેવન કરવાથી પણ ખાંસી થાય છે.

૫) તેમજ મળ, મૂત્ર કે પછી છીંક વગેરેના વેગને રોકવાથી પણ આ સમસ્યા થાય છે. અને ખાટ્ટી, કશેલી, તીવ્ર વસ્તુઓનું વધારે સેવન કરવાથી પણ આ સમસ્યા થાય છે.

૬) જણાવી દઈએ કે વધારે પરિશ્રમ, વધારે મૈથુન, શરદી થવી, ઋતુ પરિવર્તન, દુષિત હવા, તીખી વસ્તુઓને સુંઘવું, ફેફસા પર ગરમી અને શરદીનો પ્રભાવ, ફેફસામાં ઘા અને ફોલ્લી થવી વગેરે ખાંસીના મુખ્ય કારણ છે.

૭) ગળામાં વહેવા વાળો ઉદાન વાયુ જયારે ઉપરની તરફ અને વિપરીત દિશામાં જાય છે, ત્યારે પ્રાણવાયુ કફમાં મિક્ષ થઈને હ્ર્દયમાં જામેલ કફને કંઠમાં લઇ આવે છે. જેના ફળસ્વરૂપ ખાંસીનો જન્મ થાય છે.

તમને જાણીને વિશ્વાસ નથી થાય પણ આપણે દરરોજ ઘણા પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્સનથી ઘેરાયેલા હોઈએ છીએ. સામાન્ય રીતે આ બેક્ટેરિયા ખાંસીનું કારણ બની શકે છે. અને ખાંસી એક વાર થઇ જાય તો જલ્દી પીછો છોડતી નથી. બેક્ટેરિયલ ઇન્ફેક્સનથી ઘણી વાર સુકી અને ભીની ઉધરસ થઇ જાય છે. જેને સારું કરતા કરતા 2-3 અઠવાડિયાનો સમય લાગી જાય છે, અને આપણે એન્ટિબાયોટિકનું સેવન કરવા લાગી જઈએ છે. બજારમાં મળતી દવા આપણને ખાંસીથી આરામ આપી શકે છે, પરંતુ આના ઘણા નુકશાન પણ છે જે ઉંમરની સાથે ખબર પડે છે.

પણ આજે અમે તમને આ લેખના માધ્યમથી ખાંસીથી છુટકારો મેળવવાના ઘરેલુ નુસખા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ નુસખાનો બાળકથી લઈને વૃદ્ધ સુધી કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. અને આ કુદરતી ઔષધિ છે, આની કોઈ આડ અસર નથી. અને આ નુસખો ચપટીમાં ખાંસી ગાયબ કરી નાખશે.

તો આવો જાણીએ આ નુસખા વિષે :

જરૂરી સામગ્રી :

2 ચમચી ઓલિવ ઓઇલ (જેતુનનું તેલ)

2 ચમચી પાણી

1 ચમચી મધ

2 ચમચી લીંબુનો રસ

તૈયાર કરવાની વિધિ :

આ નુસખાને તૈયાર કરવું એકદમ સરળ છે. એમાં તમારે વધારે મહેનત નથી કરવાની. એના માટે ઉપર જણાવેલી બધી સામગ્રીને એક સાથે મિક્ષ કરવાની છે. ત્યારબાદ એને ગરમ કરી દેવાની છે. અને ઘરેલુ નુસખો પોતાનું કામ કરવા માટે તૈયાર થઇ જશે. આ નુસખાને દિવસમાં 2 વાર સેવન કરો (અડધું સવારે અને બાકીનું અડધું સાંજે) ખુબ જલ્દી સારા પરિમાણ મળશે.