આ મશીન લગાવીને 3000 રૂપિયા દરરોજ કમાવો, જાણી લો તમારે શું કરવું પડશે એના માટે

0
9487

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. જો તમે તમારા ઘરેથી બિઝનેસ શરુ કરવા માંગો છો, તો આજે અમે એવા એક એવા જ બિઝનેસ વિષે જણાવવાના છીએ, જેને તમે તમારા ઘરથી જ શરુ કરી શકો છો. અથવા એક રૂમ જેટલી જગ્યામાં તમે આને શરુ કરી શકો છો. અને આનાથી તમે દર મહિને લગભગ 1 થી 1.5 લાખ કમાઈ શકો છો.

આ બિઝનેસમાં તમારે મેન્યુફેક્ચરિંગ કરવાનું છે, તમારે વસ્તુ બનાવવાની છે. અને તે વસ્તુ તમને લગભગ 20 થી 25 રૂપિયામાં પડશે. એટલે કે તમને 25 રૂપિયામાં આખી વસ્તુ પડી જાય છે. જો તમે હોલસેલમાં પણ તેને વેચવા જાવ તો 50 થી 60 રૂપિયામાં વેચાઈ જાય છે. એટલે કે 100 ટકા નફો મળશે તે પણ હોલસેલના ભાવે. તો ચાલો જાણી લઈએ એ કઈ વસ્તુ છે અને તેને કેવી રીતે એને બનાવવાની છે. બીજા બિઝનેસ કરતા આમાં રોકાણ પણ ખુબ ઓછું કરવામાં આવે છે. એટલા માટે આ લેખને છેલ્લે સુધી વાંચજો.

મિત્રો આજે અમે તમને સ્લીપર બનાવવાના બિઝનેસ વિષે જાણકારી આપીશું. સ્લીપર બનાવવાનો ધંધો તમે તમારા ઘરેથી જ શરુ કરી શકો છો. આ બિઝનેસ શરુ કરવા માટે તમને 3-4 પ્રકારની વસ્તુઓની જરૂરત છે. સૌથી પહેલા તમને તેનું જે રો-મટિરિયલ (કાચો માલ) આવે છે, એટલે કે જે સ્લીપરની એક સીટ આવે છે, જેને કાપીને સ્લીપર બનાવી શકાય એ જોઈએ.

ત્યારબાદ સ્લીપરની ઉપરની જે પટ્ટી આવે તે આપણને જોઈએ. અને જે ચંપલને આકાર આપે તે મશીનરી જોઈએ. અને જો તમે સ્લીપર પ્રિન્ટ કરીને વેચવા માંગો છો તો પ્રિન્ટર જોઈએ. જો તમે પ્રિન્ટ કરીને વેચો તો તેની કિંમત ખુબ વધારે આવે છે અને તે સરળતાથી વેચાઈ પણ જાય છે. અમે તમને જણાવી દઈએ કે આ બધી વસ્તુ તમને કઈ જગ્યા પરથી અને કેટલામાં મળી શકે છે.

માર્કેટમાં તમે જેવી સીટ લેવા માંગો તેવી સીટ તમને મળી જશે. 350 થી 1000 રૂપિયાની સીટ મળે છે તમે આને નજીકના હોલસેલર પાસેથી પણ લઈ શકો છો અને, જો તમને કોઈ ન મળે તો તમે ઈન્ડિયામાર્ટ જેવી ઓનલાઈન વેબસાઈડ પરથી પણ હોલસેલની કિંમત પર સીટ લઈ શકો છો. તમારે અલગ અલગ પ્રકારની સીટ લેવાની છે, જેથી તમે વેરાયટી આપી શકો. તેમજ અલગ અલગ કિંમતે સ્લીપર વેચી શકો છો. પટ્ટી તે પણ તમે નજીકના હોલસેલર પાસેથી કે ઓનલાઈને વેબસાઈડ પર તમે 5 થી 20 રૂપિયાની એક ખરીદી શકો છો.

અને જો મશીનની વાત કરવામાં આવે તો તમને આ થોડુ મોંઘુ પડી શકે છે. તમને આ મશીન 70 હાજરથી 1 લાખ રૂપિયામાં પડી શકે છે. અને જો પ્રિન્ટરની વાત કરવામાં આવે તો તમે તેને 15 થી 20 હાજર રૂપિયામાં ખરીદી શકો છો. આ પ્રિન્ટરથી તમે ફક્ત ચંપલ જ નહિ પણ ટી-શર્ટ પણ પ્રિન્ટ વગેરે કરી શકો છો. આ બધી વસ્તુઓ ખરીદીને તમે તમારો ધંધો શરુ કરી શકો છો.

હવે બીજું એ કે તમે આ બિઝનેસ બે રીતે કરી શકો છો. પહેલું તમે કોઈ હોલસેલરને વેચીને પણ આ બિઝનેસ કરી શકો છો, અથવા જો તમારી દુકાન હોય તો તમે તમારી કંપનીના નામની ચંપલ બનાવીને વેચી શકો છો. જેથી તમને વધારે નફો સરળતાથી મળી રહે. અને તમે આને ખુબ ઓછી કિંમત વેચીને નફો કમાઈ શકો છો. તમે આને બીજા દુકાનદારો કરતા ઓછી કિંમતમાં પણ વેચી શકો છો કારણ કે એ તમને ખુબ ઓછી કિંમતમાં પડે છે.

મિત્રો જો તમે ઈચ્છો તો આને હોલસેલ અને રિટેલ બંને રીતે વેચી શકો છો. તમે તમારા વિસ્તારમાં સ્લીપર જાતે વેચીને અને બીજા શહેરમાં તમે હોલસેલ ભાવમાં પણ વેચી શકો છો. એટલે તમે તમારા શહેર કે ગામમાં પોતાની બનાવેલી ચંપલ ઓછી કિંમતે વેચીને નફો મેળવો, અને બીજી જગ્યા પર હોલસેલ ભાવમાં વેચીને પણ નફો મેળવી શકો છો.

તો તમે આ બિઝનેસ ત્રણ રીતે કરી શકો છો. પહેલું હોલસેલર તરીકે વેચીને કરી શકો છો, નહિ તો તમે તમારી પોતાની કંપનીની ચંપલ બનાવીને વેચી શકો છો. અને ત્રીજું બંને રીતે કરો એટલે કે તમે તમારા વિસ્તારમાં પોતાની ચંપલ વેચો અને બીજા ગામ કે શહેરમાં હોલસેલ ભાવમાં હોલસેલરને વેચી શકો છો.