જાણો કઈ રીતે માત્ર એક વીંઘામાં ૩૫૦ મણ કાકડીનું ઉત્પાદન કરીને લાખો કમાય છે સુમનભાઈ પટેલ….

0
3616

ભારત ખેતી પ્રદાન દેશ છે. અને ભારતની મોટાભાગની આવક ખેતી પર જ નિર્ભર છે. અહી લગભગ દરેક પ્રકારના પાકની ખેતી કરવામાં આવે છે. ખેતીના ક્ષેત્રમાં પણ વિકાસ કરવાં માટે કૃષિ નિષ્ણાંતો દ્વારા ઘણા કેમ્પ અને સેમીનાર કરવામાં આવે છે. પણ અમુક ખેડૂત કોઈ કારણ સર એની જાણકારી મેળવવાથી વંચિત રહી જાય છે. આપણે ત્યાં ઘણા એવા ખેડૂતો છે જે પોતાના અનુભવની મદદથી પણ આગળ વધી રહ્યા છે. આજે આપણે જાણીશું એવા જ એક કિસ્સા વિષે જેમાં એક સામાન્ય ખેડૂત પોતાની કોઠાસૂઝથી કેટલી સફળતા મેળવી શકે છે. તમને આ આર્ટીકલ પસંદ આવે તો અવશ્ય શેર કરજો જેથી આ માહિતી અન્ય ખેડૂ મિત્રને કામ આવી શકે.

કપડવંજ તાલુકાના નવાગામના પ્રગતિશીલ ખેડૂત મિત્ર સુમનભાઈ પટેલ આધુનિક પદ્ધતિ દ્વારા કાકડીની ખેતી કરીને પુષ્કળ ઉત્પાદન કરી રહ્યા છે. પોતાના ૮ વીઘા જમીનમાં ડ્રીપ અને મલ્ચીંગનો ઉપયોગ કરીને સુમનભાઈ એક વીંધે ૩૫૦ મણ સુધી કાકડીનું ઉત્પાદન કરે છે. તેઓ સંપૂર્ણ રીતે ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા કાકડીની ખેતી કરે છે. તેઓ ખેતીમાં છાણીયા ખાતરનો જ ભરપુર ઉપયોગ કરે છે. જેમાં છાણીયા ખાતરનું પાણી ડ્રીપ સાથે આપવામાં આવે છે. સુમનભાઈ પોતે તૈયાર કરેલા બિયારણથી જ દર વર્ષે પાકની વાવણી કરે છે.

દર વર્ષે માર્ચ મહિનાના અંતમાં સુમનભાઈ પટેલ કાકડીની વાવણી કરી નાખે છે. જેમાં મે મહિનાની શરૂઆતથી કાકડીનું ઉત્પાદન મળવા લાગે છે. જુલાઈ મહિના સુધી કાકડીનું ઉત્પાદન મળે છે, કાકડીની ઉચ્ચ ગુણવત્તા હોવાના કારણે  વેપારીઓ પાસે સુમન ભાઈને જવું નથી પડતું, પણ વેપારીઓ તેમના ગામ આવીને કાકડીની ખરીદી કરી જાય છે.

સુમન ભાઈ કોઈ પણ જંતુનાશક દવા કે રાસાયણિક ખાતર વગર સારું ઉત્પાદન મેળવી શકાય, તે બાબતે સ્થાનિક ખેડૂતોને પણ માર્ગદર્શન આપી રહ્યા છે.

સુમનભાઈએ કાકડી ઉપ્રત્ન્ત શક્કરીયાની ખેતીમાં સારી એવી સફળતા મેળવી છે. તેઓ દર વર્ષે ઓગસ્ટ મહિનામાં શક્કરીયાની વાવણી કરે છે, જેમાં જાન્યુઆરી મહિનામાં એમને ઉત્પાદન મળે છે. આમ પધ્ધતિસર અને સમયસર ખેતી કરીને સુમનભાઈએ ખેતીને ખરા અર્થમાં સાબિત કરી બતાવી છે, અને ઓછી મહેનત અને ઓછા સમયમાં સારી આવક મેળવી છે.

તમને અમારા આર્ટીકલ પસંદ આવ્યા હોય તો લાઈક અને શેર કરો…. આભાર.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.