રાત્રે સુતા પહેલા માત્ર એક ચમચી મધ લેવાથી થાય છે એવા ફાયદા, જે જાણીને ચોંકી ઉઠશો તમે, જાણો માત્ર એક ક્લીકે

0
6992

મધ તો દરેકને ભાવતું હોય છે. અને તે હંમેશાથી રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતું એક સ્વાદિષ્ઠ પદાર્થ રહ્યું છે. તેમજ સદીઓથી મધનો એક મહત્વપૂર્ણ ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સદીઓ પહેલા પણ આખી દુનિયાના લોકો મધના ફાયદાઓથી સારી રીતે પરિચિત હતા. અને એક ઔષધી તરીકે મધનો ઉપયોગ સૌથી પહેલા સુમેરી માટીની ટેબલેટ તરીકે જોવા મળ્યો હતો. જે લગભગ ૪૦૦૦ વર્ષ જુનું છે. તેમજ લગભગ ૩૦ ટકા સુમેરી સારવારમાં મધનો ઉપયોગ થાય છે.

આપણા ભારતમાં પણ મધ સદીઓથી સિદ્ધ અને આયુર્વેદિક સારવારનું એક મહત્વપૂર્ણ અંગ રહ્યું છે, જે સારવારની પારંપરિક પદ્ધતિઓ છે. પ્રાચીન સમયમાં મધનો ઉપયોગ ત્વચા અને આંખોની બીમારીઓમાં કરવામાં આવતો હતો. અને ઈજા તથા દાઝ્યા ઉપર કુદરતી બેન્ડેઝ તરીકે મધ જ લગાવવામાં આવતું હતું.

અને આજના યુગમાં પણ સારવાર વિભાગમાં મધ ઉપર ઘણી વેજ્ઞાનિક શોધ ચાલી રહી છે. અને એ શોધ આપણા પૂર્વજો દ્વારા વિચારવામાં આવેલા મધના તમામ પ્રયોગોની તપાસ કરીને તેને પુષ્ટ કરી રહ્યું છે. તેમાંથી થોડા ફાયદા વિષે આજે અમે તમને જણાવીશું.

મિત્રો આજે અમે તમને સુતા સમયે માત્ર ૧ ચમચી મધ લેવાથી થતા ઉત્તમ ફાયદા જણાવીશું. જે આજની જીવનશૈલીની મુખ્ય સમસ્યાઓમાં રાહત અપાવે છે. મિત્રો કબજિયાત, ઊંઘ ન આવવી કે અનિન્દ્રા અને નસકોરાનો અવાજ આવવો આ એવી સમસ્યાઓ છે જેને કુદરતી રીતે દુર કરી શકાય છે, અને તે પણ માત્ર ૧ ચમચી મધથી. તો આવો તમને એના વિષે જણાવીએ.

રાત્રે સુતા સમયે મધનું સેવન કરવાના ફાયદા :

1) અનિન્દ્રા કે ઊંઘ ન આવવાની સમસ્યા :

જો તમારા માંથી કોઈને અનિન્દ્રા કે ઊંઘ ન આવવાની સમસ્યા છે, તો તમારા માટે મધ ઘણો સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. કારણ કે મધ તમારા માટે કોઈ સંજીવનીથી ઓછું નથી. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે રાત્રે સુતા સમયે માત્ર ૧ ચમચી મધ લઈને સુઈ જાવ. વિશ્વાસ કરો ઊંઘ એવી આવશે કે જે પડખે સુતા હશો તે પડખે જ સવાર થઇ જશે. આ પ્રયોગ ઓછામાં ઓછું ૧ મહિના સુધી કરો.

૨) નસકોરા બોલવાની (snoring) ની તકલીફ કરે દુર :

નસકોરા બોલવાની (snoring) તકલીફથી ઘણા લોકો દુ:ખી હોય છે. આપણી શ્વાસની નળી અને નાકમાં કોઈપણ પ્રકારની અડચણને કારણે સુતા સમયે નસકોરા (snoring) શરુ થાય છે. અને નસકોરાને કારણે બીજાને પણ તકલીફ થાય છે. નસકોરા લેવા વાળા વ્યક્તિને પણ આરોગ્યની તકલીફ થઇ શકે છે. નસકોરાની તકલીફ દુર કરવા માટે ઘણા ઉપાય છે જે ઘણા સરળ છે. રોજ સુતા પહેલા એક ચમચી મધ પીવાથી ગળાની નસોને આરામ મળે છે અને નસકોરા (snoring) ની તકલીફ દુર થાય છે.

૩) પથારીમાં પેશાબ કરવો :

તમારા માંથી ઘણાના બાળકોને રાત્રે સુતા સમયે પથારીમાં જ પેશાબ કરવાની તકલીફ હોય છે. આ એક બીમારી જ હોય છે. સુતા પહેલા રાત્રે મધનું સેવન કરાવતા રહેવાથી બાળકોને ઊંઘમાં પેશાબ નીકળી જવાનો રોગ દુર થઇ જાય છે.

૪) કબજીયાત :

તમારા માંથી જેમને હંમેશા સવારે પેટ સાફ ન થવાની અને કબજીયાતની સમસ્યા રહે છે, તેમણે પણ રાત્રે સુતા સમયે ૧ ચમચી મધ (જે કુદરતી મધ હોય) લઈને ઊંઘવું જોઈએ. આમ કરવાથી થોડા દિવસોમાં જ તમને પેટ સાફ રહેવાની અને કબજિયાતની સમસ્યાઓ માંથી આરામ મળવા લાગશે.

૫) પેટનો દુ:ખાવો :

એક ચમચી શુદ્ધ મધ ઠંડા પાણીમાં ભેળવીને પીવાથી પેટના દુ:ખાવામાં આરામ મળે છે.

૬) માથાનો દુ:ખાવો :

માથાનો દુઃખાવો થાય તો માથા પર શુદ્ધ મધનો લેપ કરવો જોઈએ. થોડા જ સમયમાં તમારો માથાનો દુ:ખાવો દુર થઇ જશે. એના માટે અડધી ચમચી મધમાં એક ચમચી દેશી ઘી ભેળવીને માથા ઉપર લગાવવું જોઈએ. ઘી અને મધના સુકાયા પછી ફરી વખત લેપ કરવો જોઈએ.

૭) મધના શક્તિવર્ધક ગુણ :

એક કપ દૂધમાં એક ચમચી મધ ભેળવીને સવારના સમયે પિવાથી શક્તિ વધે છે.

૮) હાઈબ્લડપ્રેશર :

બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને સવાર સાંજ દિવસમાં બે થી ત્રણ વખત સેવન કરવાથી હાઈબ્લડપ્રેશરમાં લાભ થાય છે.

૯) કાનનો દુ:ખાવો :

જાણકારી માટે જણાવી દઈએ કે, કાનમાં મધ નાખવાથી કાનનું પરું અને કાનનો દુ:ખાવો દુર થઇ જાય છે.

૧૦) આધાશીશી (માઈગ્રેન) :

માઈગ્રેનના રોગમાં દર્દીને સૂર્ય ઉગતાની સાથે દુ:ખાવો વધવા અને ઢળવા સાથે માથાનો દુ:ખાવો ઓછો થવા લાગે છે. એવામાં માથામાં જે તરફ દુ:ખાવો હોય તેની બીજી તરફ અને નાકના નસકોરામાં એક ટીપું મધ નાખવાથી માથાના દુ:ખાવામાં આરામ મળે છે. દરરોજ ભોજનના સમયે બે ચમચી મધ લેતા રહેવાથી અડધા માથામાં દુ:ખાવો અને તેનાથી થતી ઉલટી વગેરે બંધ થઇ જાય છે.

નોંધ :- મધની નુકશાનકારક અસર :

જાણકારી માટે જણાવી દઈએ કે વધુ પ્રમાણમાં મધનું સેવન કરવાથી નુકશાન થાય છે. તેનાથી પેટમાં આમ તીસાર રોગ ઉત્પન્ન થઇ જાય છે અને વધુ તકલીફ આપે છે. તેનો ઈલાજ ઘણો અઘરો છે. છતા પણ જો મધના સેવનથી કોઈ તકલીફ હોય તો ૧ ગ્રામ ધાણાનું ચૂર્ણ સેવન કરવું અને ઉપરથી વીસ ગ્રામ દાડમના સિરકા પી લેવા જોઈએ.