માણસે રોજ માત્ર આટલી જ રોટલી ખાવી જોઈએ, નહીંતર ઘઉંના લોટનું વધુ સેવન શરીર બેકાર બનાવી શકે છે

0
6025

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજના સમયમાં ઘણા ઓછા લોકો એવા હોય છે, જે ઘરની રોટલી ખાવાનું પસંદ કરે છે. બધાને જીભનો ચટાકો એટલો હોય છે કે તેઓ બહારના ફાસ્ટ ફૂડસ ખાવા પસંદ કરે છે. પરંતુ તેમ છતાંપણ જે લોકોને પોતાના આરોગ્યની કાળજી છે, તે સામાન્ય રીતે ઘરની રોટલી ખાવાનું પસંદ કરે છે. ઘરની રોટલી જેટલી સ્વાદિષ્ટ હોય છે, એટલી જ ફાયદાકારક પણ હોય છે.

અને એ જ કારણ છે કે ઘણી વખત વ્યક્તિ સ્વાદના ચક્કરમાં જરૂરથી વધુ રોટલી ખાઈ લે છે, જે મુશ્કેલી ઉભી કરે છે. એટલા માટે આજે અમે તમને જણાવીશું કે તમારા શરીર માટે કેટલી રોટલી ખાવી ફાયદાકારક હોય છે.

સ્વભાવિક છે કે ઘરના લોકો લાડ પ્રેમમાં વ્યક્તિને વધુ રોટલી આપવાની ના નથી પાડતા. પરંતુ તેમ છતાંપણ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું તો આપણી પોતાની જવાબદારી હોય છે. એ તમે જાણતા હશો કે રોટલીનું સેવન કરવાથી તે વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવી રાખે છે. તે ઉપરાંત તેનું સેવન કરવાના બીજા પણ ઘણા બધા ફાયદા હોય છે. જેના વિષે આજે તમને જણાવીશું, તો આવો પહેલા તમને તેના ફાયદા વિષે વિસ્તારથી જણાવીએ છીએ.

જાણીએ રોટલીનું સેવન કરવાના ફાયદા :

તમને જણાવી દઈએ કે રોટલીનું સેવન કરવાથી આપણા શરીરમાં ઝેરીલા પદાર્થો નથી બનતા. તે આપણા શરીરમાં ઝેરીલા તત્વોને નિષ્ફળ બનાવી દે છે. જેથી આપણું લોહી એકદમ શુદ્ધ થઇ જાય છે. એટલે કે તે લોહીને શુદ્ધ કરવામાં ઘણી જ મદદગાર સાબિત થાય છે.

તેમજ જો કોઈ વ્યક્તિને સાંધામાં દુ:ખાવો છે, તો તમારે રોટલીનું સેવન જરૂર કરવું જોઈએ. ખાસ કરીને રોટલીમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન મળી આવે છે. જે આપણા શરીર અને ખાસ કરીને આપણા હાડકા માટે ઘણું જરૂરી હોય છે.

બીજો એક ફાયદો એ છે, કે રોટલીનું સેવન કરવાથી આપણા હાડકા ઘણા મજબુત થાય છે. તેનાથી સાંધાના દુ:ખાવામાં ઘણી રાહત મળે છે. એટલા માટે જો બની શકે તો રોટલીનું સેવન જરૂર કરો. આમ તો રોટલી એટલી હળવી એવી હોય છે કે તે સરળતાથી પછી પણ જાય છે.

હવે જાણીએ જરૂરી પ્રમાણથી વધુ રોટલી ખાવાના નુકશાન :

હવે વાત કરીએ એના વધુ સેવનના નુકશાનની. અતિ સર્વત્ર વર્જ્યતે એટલે કે અતિનો સર્વત્ર ત્યાગ કરો. એજ રીતે રોટલીનું સેવન કરવાના જ્યાં આટલા બધા ફાયદા છે, ત્યાં એના વધુ સેવનના થોડા નુકશાન પણ છે. વાસ્તવમાં જો તમે સતત રોટલીનું સેવન કરતા જશો તો તેનાથી તમારા શરીરને માત્ર નુકશાન જ થશે. રોટલીનું એક જરૂરી માત્રામાં જ સેવન કરવું જોઈએ. નહિ તો તેનાથી તમારા શરીરને ઘણું નુકશાન થઇ શકે છે. જે લોકો સવારે, બપોરે અને સાંજે ચાર ચાર રોટલીઓ ખાય છે તેમના માટે તે ઘણું નુકશાનકારક હોઈ શકે છે.

તો હવે એનો અર્થ એ છે કે તમે દરરોજ લગભગ ચારસો ગ્રામ કાર્બોહાઈડ્રેટ લઇ રહ્યા છો. જો કે તમારે માત્ર એક સો પચ્ચીસ ગ્રામ સુધી કાર્બોહાઈડ્રેટની જરૂર છે. તો તેવામાં તેનું વધુ સેવન કરવાથી તમારા શરીરને ઘણું વધુ નુકશાન થઇ શકે છે.

એ તમારા શરીરમાં વધારાની ચરબીના રૂપમાં એટલે મોટાપાના રૂપમાં જામવા લાગે છે. જેના કારણે તમારું વજન પણ ધીમે ધીમે વધવા લાગી જાય છે. આમ તો તેવામાં તમે કસરત કરો છો કે કોઈ ફીઝીકલ એક્ટીવીટી કરો છો, તો તેનાથી નુકશાન નહિ થાય.