સિપાઈ હિન્દુસ્તાની હોય કે અમેરિકી, બધાના વાળ નાના જ કેમ રાખવામાં આવે છે? 99% જનતા નથી જાણતી

0
4920

તમે આર્મી, કમાંડો વગેરે દરેકને જોયા હશે. અને અલગ અલગ દેશના આર્મી ઓફિસરોને પણ તમે ઈન્ટરનેટ કે મીડિયામાં જોયા હશે. આર્મીથી લઈને સિપાહી સુધી, ક્માંડોથી લઈને સેનાના અધિકારીઓ સુધીનાને તમે જોયા જ હશે. જો તમે ધ્યાન આપ્યું હોય તો વાયુ સેના, નેવી કે આર્મી વગેરેના યુનિફોર્મ અલગ હોય, એમના ચહેરા ભલે અલગ હોય, પ્રાંત અને પ્રદેશની સાથે યુનિટ પણ અલગ હોય, પરંતુ એક વસ્તુ સમાન હોય છે. અને એ વસ્તુ છે તેમના વાળ. અને એવું બીજા દેશોના જવાનોમાં પણ સમાન હોય છે.

તમે બધી જ ફોર્સના જવાનોને નજર સમક્ષ કે ફોટા અથવા વિડીયોમાં જોયા હશે, તો તમે જોયું હશે કે તેમના વાળ નાના હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે સિપાહી અને સૈનિકોનાં વાળ હંમેશા ટૂંકા જ કેમ હોય છે? શા માટે દરેક દેશના આર્મી અને ફોર્સિસમાં એક સરખી હેર કટિંગ કરવામાં આવે છે? જો નથી વિચાર્યુ કે પછી એની પાછળનું કારણ નથી જાણતા તો આજે અમે તમને એનું કારણ જણાવીશું.

જયારે યુવાન છોકરાઓ સેના કે આર્મ્ડ ફોર્સમાં જોડાય છે તો તેમના વાળ ભરાવદાર હોય છે. પરંતુ તાલીમ શરુ થતા જ તેમના વાળ સાથે એ કરવામાં આવે છે જે તેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યુ નથી હોતું. એમના કોઈ પણ સેન્ટરમાં જાઓ તો બધા એક જ હેર સ્ટાઇલમાં જોવા મળશે. હવે લોકોને સવાલ એ થાય છે કે આખરે સૈનિકોનાં વાળ હંમેશા ટૂંકા કેમ હોય છે? તો આવો તમને એની પાછળનું કારણ જણાવી દઈએ.

જેવું કે તમે જાણતા જ હશો કે સૈનિકોને કોઈ પણ સમયે યુધ્ધમાં જવું પડે છે. જંગલો અને પહાડોમાં એમણે વધારે સમય વિતાવવો પડે છે. અને તેમણે માથા પર હેલ્મેટ અને બીજા પ્રકારના સુરક્ષા માટેના ગેજેટ્સ પણ પહેરવા પડે છે. એવામાં જો તેમના વાળ મોટા હશે તો ગેજેટ પહેરવામાં તકલીફ થશે, સાથે વાળ મોટા હશે તો ગરમી પણ વધારે લાગે છે. એ કારણે એમના વાળ ટૂંકા રાખવામાં આવે છે.

તેમજ સૈનિકો જ્યારે બંદૂકથી દૂરના નિશાન તાકે છે, ત્યારે તેમને શાંત અને સ્થિર રહેવાની જરૂર પડે છે. એવામાં જો હવાની ઝડપ થોડી પણ વધી અને લાંબા વાળ આંખોમાં આવી ગયા તો નિશાન ચૂકી જવાની શક્યતા વધી જાય છે. એટલા માટે એમના વાળને જેટલા ટૂંકા કરી દેવામાં આવે છે.

ઉપરાંત એક કારણ એ પણ છે કે આજે નવી ટેક્નિકની બંદુકો આવી ગઈ છે. જેમાં જો એક પણ વાળ ફસાઈ જાય તો બંદૂક ખરાબ થઈ શકે છે. અને યુદ્ધની બાજી પલટાઈ શકે છે. એટલા માટે અધિકારી પણ સૈનિકોનાં વાળ લાંબા રાખવા દેતા નથી.

દરેક દેશના સૈનિકોએ ઘણી બધી અલગ અલગ પરિસ્થિતીઓ માંથી પસાર થવું પડે છે. જેમ કે વરસાદ, નદી, નાળાઓ વગેરે. એવામાં નાના વાળ બહુ કામ આવે છે. નાના વાળ જલ્દી સુકાઈ જાય છે, જેથી ભીના થયા બાદ શરદી અને ખાંસી થવાની આશંકા ઓછી રહે છે. નાના વાળ રાખવાથી આ જોખમથી બચી શકાય છે. એટલા માટે સૈનિકોએ હંમેશા નાના વાળ રાખવાના હોય છે.

તેમજ ઘણી વાર એવું થાય છે કે સૈનિકોએ વિકટ પરિસ્થિતિઓમાં સમય પસાર કરવો પડે છે. એમને ઘણાં દિવસો સુધી પાણી અને નહાવાનું પણ મળતું નથી. જેના કારણે વાળમાં ઇન્ફેકશન થઈ શકે છે. એટલા માટે વાળને નાના રાખવામા આવે છે, જેનાથી તે કોઈપણ પ્રકારના ઇન્ફેકશનથી બચી શકાય છે.

આ સિવાય એક કારણ એ પણ છે કે સૈનિકોનો દુશ્મનો સાથે આમનો સામનો જો થઈ જાય તો હુમલાખોર વાળ પકડીને સૈનિકને ઘૂંટણીયે પાડવા માટે મજબૂર કરી શકે છે. એટલે વાળને આટલા નાના રખાય છે જેથી દુશ્મન સૈનિકોનો વાળ પણ વાંકો ના કરી શકે.