દરેક સ્ત્રીઓએ જરૂર કરવા જોઈએ કપૂર સાથેના આ ઉપાય, ક્યારેય ધનની કમી નહી રહે.

0
6793

ભારતમાં પૂજા પાઠનું ઘણું મહત્વ છે. અને અહિયાં લગભગ દરેક પૂજા પાઠના કામમાં એક વસ્તુનો જરૂરથી ઉપયોગ થાય છે. અને એ છે કપૂર. હિંદુ ધર્મમાં કપૂરને ઘણું જ પવિત્ર માનવામાં આવે છે. અને તેનો ઉપયોગ કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કે પૂજા પાઠમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ ઘર મંદિરમાં થતી આરતીથી લઈને મોટા મોટા યજ્ઞમાં પણ થાય છે. તેમજ જ્યોતિષ શાસ્ત્રો અનુસાર કપૂર સળગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.

એટલે કે જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં રોજ કપૂરનો દીવો પ્રગટાવે છે, તો તેનાથી તેના ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ થઇ જાય છે. કપૂર સળગાવવાથી વાયુમાં રહેલા જીવાણું અને વિશાણુંનો પણ નાશ થાય છે. એટલે તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

કપૂર વિષે એવું કહેવામાં આવે છે કે, કપૂરની ગંધ જેટલે દુર સુધી જાય છે ત્યાં સુધી નકારાત્મક ઉર્જા દુર થાય છે. તેમજ કપૂરનો ઉપયોગ કરવાથી ઋતુ સાથે જોડાયેલી તમામ બીમારીઓથી પણ રક્ષણ મેળવી શકાય છે. જો ઘરની સ્ત્રીઓ દરરોજ નિયમિત રીતે કપૂરના થોડા વિશેષ ઉપાય કરે છે, તો હંમેશા ઘરમાં સુખ સમૃદ્ધીનો વાસ થાય છે. તેમજ કપૂરની બીજી એક ખાસ વાત એ છે કે આયુર્વેદમાં કપૂરનો ઉપયોગ દવાઓ તરીકે કરવામાં આવે છે.

મિત્રો આજે આ લેખના માધ્યમથી અમે તમને કપૂરના થોડા ઉપાય વિષે જાણકારી આપવાના છીએ, જે દરેક ઘરની સ્ત્રીઓએ જરૂરથી કરવા જોઈએ. જો સ્ત્રીઓ આ ઉપાય કરે છે તો તેનાથી તેમના જીવનમાં ધન સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની તકલીફ નહિ રહે, અને તેમના ઘર પરિવારમાં પણ આનંદ જળવાયેલો રહેશે.

આવો જાણીએ કપૂર સાથે જોડાયેલા થોડા વિશેષ ઉપાયો વિષે :

1) તમારા ઘરમાં ખરાબ અને નકારાત્મક શક્તિઓનો પ્રવેશ અટકાવવા માટે, તમે તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર દરરોજ નિયમિત રીતે ગંગાજળમાં થોડું એવું વાટેલું કપૂર ભેળવીને તેને છાંટો.

2) જો તમારા અથાગ પ્રયત્ન કરવા છતાં પણ તમારા કામમાં વારંવાર કોઈ ને કોઈ અડચણ આવી રહી છે, કે પછી તમારા કાર્યક્ષેત્રમાં ઘણી અડચણો આવી રહી છે, તો તેના માટે તમે શનિવારના દિવસે પાણીમાં કપૂરનું તેલ ભેળવીને સ્નાન કરો. આ ઉપાય કરવાથી તમારા તમામ બગડેલા કાર્ય સુધરવા લાગશે.

3) જ્યોતિષ શાસ્ત્રના જાણકારોના જણાવ્યા અનુસાર, બુધવારના દિવસે કપૂર અને સાકરનું દાન કરવું સારું માનવામાં આવ્યું છે. જો તમે આમ કરો છો, તો તેનાથી તમારા ઘરમાં ક્યારે પણ ધનની કમી નહિ રહે, અને તમને ધન લાભ પ્રાપ્ત થશે.

4) કપૂરનો અન્ય એક ઉપયોગી ઉપાય એ છે કે, જો તમે તમારા ઘરના તમામ બેડરૂમમાં નિયમિત રીતે કપૂર સળગાવશો, તો આમ કરવાથી તમામ પ્રકારની બીમારીઓ અને અડચણોનો નાશ થશે.

5) હિંદુ ધર્મના એક નિયમ અનુસાર લગભગ તમામ હિંદુ ઘરોમાં સુર્યાસ્ત સમયે દીવો જરૂર પ્રગટાવવામાં આવે છે. તમે પણ કપૂરનો દીવો પ્રગટાવીને આખા ઘરમાં ફેરવો, અને છેલ્લે ઘરના મંદિરમાં મૂકી દો. એનાથી ધનની દેવી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, અને તમારા ઘરમાં તેમનું આગમન થાય છે.

6) જો તમારે ધન લાભની પ્રાપ્તિ કરવી છે? તો તમારે કપૂર જરૂર સળગાવવું જોઈએ. તમે તેના માટે ચાંદીની એક વાટકીમાં કપૂરનો એક ટુકડો અને લવિંગ મૂકીને દરરોજ સળગાવો. તેનાથી તમને ઘણો જ ફાયદો થશે.

7) હિંદુ ધર્મના વિવિધ શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે, કે જે ઘરમાં દરરોજ સવારે અને સાંજે પૂજાના સમયે કપૂર સળગાવવામાં આવે છે, તે ઘરના તમામ સભ્યો ઉપર દેવી દેવતાઓના આશીર્વાદ જળવાયેલા રહે છે.