સુંદર દેખાવું દરેકને ગમતું હોય છે, એમાં તો મહિલાઓ માટે સુંદર દેખાવું વધારે મહત્વ ધરાવે છે. એમના માટે બીજી મહિલા કરતા સુંદર દેખાવું ઘણું જરૂરી છે. અને તમે માનો કે ન માનો પણ આ જ હકીકત છે. અને તમારા માંથી ઘણાએ એ અનુભવ્યું પણ હશે. સુંદર દેખાવા માટે તમે ઘણા સમય સુધી પાર્લરમાં રહો છો. પણ માની લો કે તમને અચાનક કોઈ પાર્ટીમાં જવાનું આમંત્રણ મળે અને તમારી પાસે પાર્લરમાં જઈને ફેશિયલ કરાવવાનો સમય નથી, તો તમે શું કરશો. તમે નિરાશ થઇને જવાનું ટાળી દેશો.
પણ તમારે એવું કરવાની જરૂર નથી. કારણ કે એવી ઘણી રીતો છે જેના દ્વારા તમે કોઈ પાર્ટી કે લગ્ન પ્રસંગમાં જવા માટે થોડા સમયમાં અને થોડા જ ખર્ચમાં ફેશિયલ કરી શકો છો અને એ પણ પોતાના ઘરે. આજે અમે તમને એવા જ એક ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ઓછા ખર્ચે અને ઓછા સમયમાં સુંદર ચહેરો મેળવી શકો છો.
અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ એના દ્વારા તમે પૈસાની બચત પણ કરી શકો છો. અને પોતાના ઘરે જ ચમકદાર ચહેરો મેળવી શકો છો. તો આવો તમને જણાવીએ એના વિષે વિસ્તારથી.
ઘરે ફેશિયલ સ્ક્રબ બનાવવાની સામગ્રી :
કોફી 2 ચમચી
નારિયેળનું તેલ
ખાંડ
ઘરે ફેશિયલ સ્ક્રબ બનાવવાની રીત આ મુજબ છે :
સૌથી પહેલા તમે આ સ્ક્રબ બનાવવા માટે ૨ ચમચી કોફી પાવડર લો. ત્યારબાદ તેમાં થોડી માત્રામાં ખાંડ અને નારીયેળ તેલ ઉમેરો. આ દરેક વસ્તુને સારી રીતે મિક્ષ કરો. એ મિક્ષ થઇ ગયા પછી એને તમારા ચહેરા ઉપર લગાવો. આ મિશ્રણને તમારે ૧૦ મિનીટ સુધી ચહેરા ઉપર લગાવી રાખવાનું છે. ત્યારબાદ થોડું પાણી લઈને હુંફાળું કરી એ પાણીથી પોતાનો ચહેરો સારી રીતે ધોઈ લો. તમારે હળવા હાથથી ચહેરાને ઘસતા રહેવાનું છે. આમ કરવાથી તમારી ત્વચાનું સ્ક્રબ પણ થઇ જશે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ઘરે બનાવેલા સ્ક્રબથી તમારા ચહેરા પણ થોડા જ સમયમાં નિખાર આવી જશે, અને તમારો ચહેરો ચમકવા લાગશે. તમે આ પ્રયોગ થોડા દિવસ સુધી કરીને રૂપાળો અને ચમકદાર ચહેરો મેળવી શકો છો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.