જાણો આ ખેડૂતે જમીન વગર કઈ રીતે પકવી ૧૫૦૦ કિલો કાકડી, કરી લાખોની કમાણી

0
10547

8મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરના ૬૪ વર્ષિય ખેડૂતે જમીન વગર પણ ખેતી કરી શકાય તેવું સાબિત કરી બતાવ્યું છે. છેલ્લા ૨ વર્ષથી માટીની જગ્યાએ નારિયેળની છાલ અને પ્લાસ્ટિકની થેલી જેવી બજારમાં સરળ રીતે મળતી ચીજવસ્તુઓ દ્વારા કાકડીનું સફળ વાવેતર કરી ખેતીને નવા મુકામ સુધી લઈ જવામાં સફળ બન્યા છે. જોકે, તેમની આ નવીન શરૂઆતમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવી પડે તો રાજ્યના તેમજ ઇઝરાયલના નિષ્ણાતો માર્ગદર્શન આપે છે.

સુંદરપુરના આ કાંતિભાઈ છગનભાઇ પટેલએ જિલ્લામાં પ્રથમ વખત સોઈલલેસ ખેતીનો પ્રયોગ હાથ ધર્યો હતો. આ માટે બે વર્ષ અગાઉ પ્લાસ્ટિકની કાળી બેગ અને બેંગલુરુના નાળિયેરના છોતરાનો ઉપયોગ કરી માટી વગર ૧ એકર જમીનમાં કાકડીનું વાવેતર કર્યુ હતું. આ માટે ૧૨ ટન જેટલા નારિયેળના છોતરા દ્વારા ૭૦ હજાર જેટલા વેલા તૈયાર કરાયા હતા.

એમાં અઢળક ઉત્પાદન મળતાં બીજા વર્ષે પણ આ પદ્ધતિની ખેતીને યથાવત રાખી છે. ચાલુ સાલે પણ કાંતિભાઈએ કાકડીનું વાવેતર કર્યુ છે. અત્યાર સુધીમાં તેમને ૧૫ ટન કાકડી મળી છે અને હજુ મબલખ ઉત્પાદન મળશે. આ માટે પ્રાંતિજના વદરાડ સ્થિત સંસ્થાના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાઇ રહ્યું છે. કાંતિભાઈએ કરેલી પહેલને જોવા તાજેતરમાં ઇઝરાયેલના વિસ્તરણ અધિકારીએ મુલાકાત લીધી હતી અને ઇઝરાયેલની ખેતી પદ્ધતિ અંગે તેમની જોડે ચર્ચા પણ કરી હતી.

સોઈલલેસ (માટી વગર) ખેતીના ફાયદા :

આ પદ્ધતિમાં માટીની જરૂર નથી પડતી, તેમજ એક જ પાણીને રિસાયકલ કરી વારંવાર ઉપયોગમાં લઇ શકાય છે.

આ પદ્ધતિમાં પોષકતત્ત્વોનું લેવલ સંપૂર્ણપણે કંટ્રોલ કરી શકાય છે. ખેતીની આ પદ્ધતિ પ્રદૂષણમુક્ત પદ્ધતિ છે.

આ પદ્ધતિથી વધુ પ્રમાણમાં અને સ્થાયી ઉપજ મળે છે. આ પદ્ધતિથી ખેતી કરવાથી રોગ અને કિટકોનું સહેલાઇથી નિયંત્રણ કરી શકાય છે.

તેમજ જ્યાં બાગાયત કે અન્ય પદ્ધતિની ખેતી કરી શકવાની શક્યતાઓ ન હોય ત્યાં આ પદ્ધતિથી સરળતાથી ખેતી કરી શકાય છે. આ રીતની પદ્ધતિ અપનાવી ખેતી કરીને મોટો ફાયદો મેળવી શકાય છે. પણ ઘણા ખેડૂતોને એના વિષે વધુ માહિતી ન હોવાથી તેઓ એનો ઉપયોગ નથી કરી શકતા. તમે આના વિષે ઈન્ટરનેટ પર સર્ચ કરી વધારે જાણકારી મેળવી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.