મોટાપો અને પેટની ચરબીને ઝડપથી ઓછું કરતા અસરકારક ડ્રિન્ક, એક વાર અજમાવી જુઓ અસર કરશે

0
31497

આજકાલ ઘણા બધા લોકો મોટાપા અને પેટની વધારાની ચરબીને લઈને પરેશાન છે. અને વજન વધારવું કે ઘટાડવું આજે માણસની જિંદગીની સૌથી મોટી સમસ્યા બની ગયું છે. કેટલાક લોકોનું શરીરનું વજન ખુબ વધારે વધી જાય છે. તો કેટલાક લોકોના પેટના નીચેના ભાગ, કમર, હાથ અને જાંગની ચરબીથી ખુબ પરેશાન રહે છે. જયારે લોકો વજન ઓછું કરવાનો વિચાર કરે છે, તો તેના મગજમાં સૌથી પહેલા ડાયટિંગ, ખુબ વધારે એક્સરસાઇઝ, ખાવા પીવા પર રોક લગાવવા જેવી વાતો આવે છે. અને આવી વાતો આવવી સ્વાભાવિક છે. કારણ કે ઘણા બધા લોકો એવું જણાવે છે.

પણ તમને જણાવી દઈએ કે હકીકતમાં વજન ઓછું કરવા ભૂખ્યા રહેવું કે ખાવા-પીવાનું બંધ કરવું જરૂરી નથી. પણ પોતાના ખાવામાં થોડું પરિવર્તન લાવીને ડાયટમાં એવી વસ્તુઓ એડ કરવાની જરૂર હોય છે, જે ભોજન પચાવવામાં મદદ કરે અને સાથે સાથે શરીરમાં જામેલ ચરબીને દૂર કરીને શરીરમાં પોષક તત્વની માત્રા વધારે.

જાણકારી માટે જણાવી દઈએ કે મોટાપો ઓછો હોય કે વધારે, પણ જો તમારા શરીરનું વજન જરૂર કરતા વધારે હોય તો તમારે તેને ગંભીરતા લેવું જોઈએ. કારણકે શરીરમાં વધેલી ચરબી આપણા ચહેરાની સુંદરતાને તો ઓછી કરે જ છે, સાથે સાથે આના કારણે ઘણા પ્રકારની ગંભીર બીમારીઓ થવાની સંભાવના પણ ખુબ વધારે થઇ જાય છે.

મિત્રો શું તમે જાણો છો, કે આખી દુનિયામાં મોટાપાના કારણે મરવા વાળા લોકોની સંખ્યા આજે ધુમ્રપાન કરવા વાળા લોકોથી પણ ઘણી વધી ગઈ છે. એટલે જરૂર કરતા વધારે વજન હોવાના કારણે થવા વાળી સમસ્યાઓને હવે બીમારીઓ તરીકે ગણવામાં આવે છે.

એની સામે લડવું કંઈ વધારે અઘરું પણ નથી. એના માટે માત્ર કેટલાક નાના-મોટા નિયમો જાણવા અને એનું પાલન કરવું જરૂરી છે. જેમકે સવારે ઊઠતાં જ આપણે ખાલી પેટ શું ખાવું જોઈએ, રાત્રે ઊંઘવા પહેલા શું ખાવું જોઈએ, દિવસ દરમ્યાન પાણી ક્યારે ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ, દિવસનું ભોજન કેટલા અંતરમાં અને કેવી રીતે કરવું જોઈએ. આ રીતની સામાન્ય વાતોને નિયમિત રૂપથી પાલન કરવામાં આવે, તો તમે વધારાની મહેનત કર્યા વગર પોતાનું વધેલું વજન ઓછું કરી શકશો. અને પોતાને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખી શકશો.

જણાવી દઈએ કે બોલિવુડના મોટા મોટા સેલીબ્રીટીસ પણ પોતાને ફિટ રાખવા માટે આવા જ સરળ ઉપાય અને સરળ નિયમોનું પાલન કરે છે. આવું કરવાના કારણે જ તે દરેક પ્રકારની વસ્તુ ખાવા છતાં પણ પોતાનું વજન સરળતાથી જાળવી રાખે છે. આજના આ લેખમાં આપણે જાણીશું કે પેટ કે કોઈ પણ ભાગમાં જામેલ ચરબીને સરળતાથી ઓછું કરી દેનાર 3 સરળ ઉપાય વિશે, જેનો સતત ઉપયોગ કરવાથી શરીરમાં ચરબી બનવાની પ્રક્રિયા ધીમી થઇ જશે અને જામેલી જૂની ચરબી પણ ઝડપથી ઓગળવા લાગશે. ચાલો શરૂઆત કરીએ પહેલા ઉપાયથી. તો ચાલો જાણી લઈએ.

ચરબી ઘટાડવા માટે ડ્રીંક 1 :

જરૂરી સામગ્રી :

  1. 2 થી 3 ભીંડા

2. 1 ચમચી બારીક કાપેલ આદુ

3. 1 ચમચી જીરું

4. 1 ચમચી મેથીના દાણા

5. 2 ચમચી વરિયાળી

6. 1 ચમચી કોથમીર બીજ

નોંધ : જે વ્યક્તિને ભીંડા પસંદ નથી તે લોકો કાકડીનો પણ ઉપયોગ કરી શકે છે. પણ ભીંડાના ઉપયોગથી તેની અસર બે ગણી થઈ જાય છે. કારણ કે ભીંડામાં ફાયબર અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર હોય છે. આના ઉપયોગથી લોહીમાં સુગર અને કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે. સાથે સાથે ભીંડાનું પાણી આપણા પેટને લાંબા સમય માટે ભરેલું રાખે છે, આનાથી ઓવર ઈટિંગ એટલે કે જરૂરતથી વધારે ખાવાની આદતને રોક લાગે છે. શરીર માટે ભીંડાનું પાણી એન્ટી ફટીગ (ANTI FATIGUE ) માનવામાં આવે છે. એટલે કે આને પીધા પછી લાંબા સમય સુધી થાક લાગતો નથી. થાકી જવા પર આને પીવું કોઈ એનર્જી ડ્રિન્કનું કામ કરે છે. મહિલાઓ અને પુરુષોની સેક્સયુઅલ નબળાઈ દૂર કરવા માટે પણ આ ખુબ ફાયદાકારક છે.

ચરબી ઘટાડવા માટે ડ્રીંક બનાવવાની રીત :

તો મિત્રો આ ઉપયોગી ડ્રીંકને બનાવવા માટે સૌથી પહેલા 2 થી 3 ભીંડા લઈને તેને સારી રીતે ધોઈ નાખવાના છે. અને આ ભીંડાને વચ્ચેથી કાપીને એક ગ્લાસ પાણીમાં આખી રાત મૂકી રાખો. તેમજ બીજી તરફ 1 થી 1.5 લીટર પાણીને ગરમ કરીને તેને કોઈ જગ કે બોટલમાં કાઢી નાખો. હવે આ પાણીમાં મેથીના દાણા, જીરું, કોથમીરના બીજ, વરિયાળી અને બારીક કાપેલ આદુ એડ કરીને આને પણ આખી રાત ઢાંકીને રાખી દો.

હવે બીજા દિવસે સવારે આ બંને પાણીને સારી રીતે ગાળી લો. નાસ્તા કરવાની લગભગ 30 મિનિટ પહેલા ભીંડાના પાણીમાં અડધો ગ્લાસ બીજા મિશ્રણનું પાણી મિક્ષ કરીને આનું સેવન કરો. આ રીતે ભીંડાથી બનેલ પાણીને સંપૂર્ણ તે સમયે જ પૂરું કરી નાખવાનું છે. બીજું બચેલુ પાણીને દિવસ ભર એક એક કલાકના અંતરમાં થોડું થોડું પીતા રહેવાનું છે. બધી વસ્તુઓથી બનેલુ આ બીજુ ડ્રીંક શરીરમાં ખાંડ અને મેંદાથી બનેલ ચરબીને ઝડપથી ઓછી કરે છે.

જણાવી દઈએ કે આ ડ્રીંક એન્ટિઓક્સિડન્ટ, હિમોગ્લોબીન અને આયર્નથી ભરપૂર હોવાના કારણે આ શરીરમાં પોષક તત્વની કમીને પણ પૂરું કરે છે અને સાથે સાથે ભોજન પચાવવામાં પણ મદદ કરે છે. જો તમે સતત સાતથી આઠ દિવસ સુધી આ બંને ડ્રીંકનું સેવન કરો છો તો ધીરે ધીરે તમને તમારી બોડીમાં હલકાપણાનો અનુભવ થવા લાગશે. સાથે દિવસભર એનર્જી પણ બની રહેશે.

ચરબી ઘટાડવા માટે ડ્રીંક 2 :

મિત્રો આ બીજું ડ્રીંક છે તે તમારી જાંગ અને પેટના નીચેના ભાગની ચરબી ઓછી કરવા માટે સૌથી અસરકારક ડ્રીંક છે.

જરૂરી સામગ્રી :

1. લીંબુ

2. આદુ

3. કાકડી

4. તુલસીના અર્ક

જો તમે આની અસર વધારવા માંગો તો એમાં આ બધી વસ્તુ સિવાય ઈચ્છો તો મોસંબી કે નારંગીને પણ એડ કરી શકો છો. તુલસીનો અર્ક શરીરના મેટાબોલિઝમને ઝડપથી વધારે છે. જેનાથી ખોરાક પચાવવા અને ચરબી ઓછી કરવાની પ્રક્રિયા ઝડપથી થાય છે. જે લોકોના ચહેરા પર દાગ ધબ્બા છે કે જેમને વારંવાર ખીલ થતા રહે છે. તેમણે તુલસીના અર્કને પાણીમાં મિક્ષ કરીને જરૂર પીવું જોઈએ. આ આપણા લીવરની સફાઈ કરીને લોહીમાંથી ગ્લુકોઝની માત્રા ઓછી કરે છે.

ચરબી ઘટાડવા માટે ડ્રીંક બનાવવાની રીત :

સૌથી પહેલા 2 લીંબુ અને 1 કાકડીને પતલી સ્લાઇસમાં કાપી નાખો અને એક આદુને છીણીને આ બધી વસ્તુઓને એક જગ પાણીમાં આખી રાત માટે મુકી દો. બીજા દિવસે સવારે આ તૈયાર પાણીમાં 6 થી 7 ટીપા તુલસીનો અર્ક મિક્ષ કરો. આ રીતે આ ડ્રિન્ક તૈયાર થઇ જશે. આખો દિવસ તમારે પાણીની જગ્યા પર આ ડ્રીંકનું જ સેવન કરવાનું છે. એટલા માટે તમે જેટલું પાણી પીવો છો, તેમાં તેટલું ડ્રીંક પીતા રહો.

જણાવી દઈએ કે સાંજના 6 થી 7 વાગ્યે આનું સેવન કરવાનું નથી. આ ડ્રીંક આપણા શરીરને સારી રીતે હાઈડ્રેટેડ રાખવાની સાથે સાથે મગજને એક્ટિવ રાખવા અને શરીરની એનર્જી બુસ્ટ કરવાનું કામ કરે છે. આની પહેલા દિવસથી જ અસર દેખાવાનું શરુ થઇ જાય છે. સતત ઉપયોગ કરવાથી શરીરમાં જામેલ ચરબી ઝડપથી ઓછી થઇ જશે. જે લોકોને કામ કરતા આળસ આવે છે કે કામ કરવાનું મન લાગતું નથી, એવા લોકોએ આ ડ્રિન્કનું સેવન જરૂર કરવું જોઈએ.

ચરબી ઘટાડવા માટે ડ્રીંક 3 :

જરૂરી સામગ્રી :

  1. તાજા એલોવેરા (કુવારપાઠું)

2. લીંબુ

3. મધ

જણાવી દઈએ કે તાજા એલોવેરા આપણા મેટાબોલિઝમને બુસ્ટ કરવાની સાથે સાથે ત્વચા અને વાળ માટે પણ સારા માનવામાં આવ્યા છે. જે લોકોને બેઠા બેઠા પીઠ, કમર કે પછી સાંધામાં દુઃખાવો થાય છે તેમના માટે એલોવેરા વાળું આ ડ્રીંક વધારે ફાયદાકારક છે.

ચરબી ઘટાડવા માટે ડ્રીંક બનાવવાની રીત :

ડ્રીંક બનાવવા માટે સૌથી પહેલા એક જગ પાણીમાં 2 પતલા કાપેલા લીંબુ અને 1 એલોવેરાના પાંદડાનું જેલ કાઢીને મિક્ષ કરી દો. હવે એને આખી રાત માટે એમ જ મુકી દો. ત્યારબાદ સવારે આ પાણીમાં લગભગ 2 ચમચી મધ મિક્ષ કરી નાખો. આ રીતે આ ડ્રીંક તૈયાર થઇ જશે. આ ડ્રીંકને થોડું થોડું કરીને ખાસકરીને જમ્યા પછી થોડી વધારે માત્રામાં સેવન કરવાનું છે. આ ડ્રીંક આપણી ઈમ્યુનિટી સીસ્ટમને બુસ્ટ કરે છે. મેન્ટલ, સેક્સયુઅલ અને બધા ઇન્ટરનલ ઓર્ગન્સના સ્વાસ્થ્ય માટે આ ડ્રીંક ઘણું ફાયદાકારક હોય છે. સતત આનો ઉપયોગ કરવાથી પેટ અને કમરની વધેલ ચરબી ઝડપથી ઓછી થવા લાગે છે.

મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રહે કે ઉપર જણાવેલ 3 ડ્રીંક માંથી તમારે એક દિવસમાં એક ડ્રીંકનું જ સેવન કરવું. પણ એક અઠવાડિયામાં ત્રણ કે પછી ઓછામાં ઓછા બે ડ્રીંકનો જરૂર ઉપયોગ કરો. આ ડ્રીંકની સાથે થોડું ખાનપાન વગેરેનું પણ ધ્યાન રાખવું આવશ્યક છે. કારણ કે વજન ઘટાડવા માટે આ નિયમો સાથે ઘરેલુ ઉપાય અને એક્સરસાઇઝથી પણ વધારે અસર થાય છે. એ સામાન્ય ભૂલ જેના પર આપણે ધ્યાન પણ આપતા નથી, તે દરરોજની જિંદગીમાં પુનરાવર્તન થતી રહે છે, અને તે જ શરીમાં ધીરે ધીરે ચરબી જમા થવાનું મુખ્ય કારણ બની જાય છે.