IITના એક વિધાર્થીની કમાલ… હવે ઉભા રહીને યુરીન કરી શકશે મહિલાઓ – કીમત ફક્ત ૧૦ રૂપિયા

0
2447

મિત્રો તમારા માંથી ઘણાને ખબર નહિ હોય કે 19 નવેમ્બરના રોજ આખી દુનિયામાં “વર્લ્ડ ટોયલેટ ડે” મનાવવામાં આવે છે. જાજરૂ અને પેશાબ કરવાં માટે ટોઇલેટનો ઉપયોગ કરવો સારી વાત છે. ખુલામાં ક્યારેય જાજરૂ અને પેશાબ જવું જોઈએ નહિ. અને એના માટે આપણા દેશમાં “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

અને એના વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આપણા બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે “ટોઇલેટ” નામની ફિલ્મ પણ બનાવી છે. તેમજ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને વિદ્યા બાલન પણ આના વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સતત જોડાયેલા છે.

પણ ઘણી વાર એવું થાય છે કે તમે કશે બહાર ગયા હોવ, તો ત્યાં તમને પેશાબ કરવાં માટે ટોઇલેટ ઉપલબ્ધ તો હોય છે પણ તે સ્વચ્છ નથી હોતા. એવામાં પુરુષો તો ઉભા રહીને પેશાબ કરીને ત્યાંથી નીકળી જાય છે, પણ મહિલાઓ માટે મુશ્કેલી ઉભી થાય છે. અને ઘણી વાર એવું પણ થાય છે કે કોઈક જગ્યાએ એક જ ટોઇલેટ હોય છે અને એ પણ પુરુષો માટે. તો પછી મહિલાઓએ મજબુરીમાં પેશાબ કરવાં માટે ખુલ્લામાં જવું પડે છે. પણ હવે આ સમસ્યાનો ઉકેલ મળી ગયો છે. આવો તમને એના વિષે જણાવીએ.

આજે અમે તમને એક એવા ડિવાઇસ વિષે જણાવવા જઈ રહ્યા છે, જેમાં મહિલાઓ માટે પબ્લિક વોશરૂમ ઉપયોગ કરવાનું સરળ થઇ જશે. આ “stand and pee” ડિવાઇસ છે, જેને આઈઆઈટી દિલ્હીના વિધાર્થીએ તૈયાર કર્યુ છે.

આ ડિવાઇસ બાજરમાં તમને Sanfe એટલે Sanitation for female નામથી મળી રહેશે. આ એક એવું ડિવાઇસ છે, જેમાં મહિલાઓ ગંદા પબ્લિક વોશરૂમમાં ઉભા રહીને પેશાબ કરી શકશે. એક વખત ઉપયોગમાં આવવા વાળા આ યુઝ એન્ડ થ્રો ડિવાઇસની કિંમત માત્ર 10 રૂપિયા છે. આને હેશટેગ StandUpForYourself કૈપેન સાથે લોન્ચ કર્યુ છે, જેના અંતર્ગત દેશભરમાં મહિલાઓને એક લાખથી વધારે સૈમ્પલ મફતમાં વહેંચવામાં આવશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ગંદા પબ્લિક ટોઇલેટનો ઉપયોગ કરવાથી યુરીનરી ટ્રેકટ ઇન્ફેક્શન જેવી ઘણી બીમારીઓ મહિલાઓને થાય છે. આવા ગંદા ટોઇલેટ / બાથરૂમનો ઉપયોગ કરવા વાળી દરેક બે માંથી એક મહિલાને આ ઇન્ફેક્શન થયો છે. આ વાતને ધ્યાનમાં રાખતા વિધાર્થીઓએ આ નિર્ણય લીધો છે. જેનાથી તે ટોયલેટ સીટથી યોગ્ય અંતર બનાવી પેશાબ કરી શકે.

અને આ ડિવાઇસ મહિલાઓને વધારે સમય સુધી પેશાબ રોકી રાખવાથી પણ મુક્ત કરશે. તેમજ મહિલાઓને સાફ બાથરૂમ શોધવા માટે ક્યાંય ભટકવું પડશે નહિ. ખાસ કરીને ગર્ભવતી, દિવ્યાંગ અને અર્થરાઈટીસના દર્દી મહિલાઓને આનાથી ખુબ આરામ મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા/નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.