આ ફોટામાં છુપાયો છે એક ચિત્તો, એને શોધવા માટે દોડાવવા પડશે મગજના ઘોડા, તમે પણ શોધી જુઓ

0
2825

કુદરતે દરેક જીવને અલગ અલગ ખાસિયતો આપી છે. અને જો તમને જંગલમાં જાવ તો તમને એના વિષે વિસ્તારથી ખબર પડે. જમીન, આકાશ અને પાણી દરેક જગ્યાએ રહેતા જીવો પોતાના શિકારીથી બચવા માટે છુપાઈ જવાની કળામાં પારંગત હોય છે. અને પ્રાણીઓમાં તો છુપાઈ જવાની કળા જ એમને લાંબા સમય સુધી જીવિત રાખે છે.

એવામાં જો કોઈ પણ પ્રાણી પોતે યોગ્ય રીતે છુપાઈ નથી શકતું, તો તે ક્યાં તો મનુષ્ય અથવા જંગલના બીજા મોટા પ્રાણીનો શિકાર બની જાય છે. વાત કરીએ પ્રાણીઓની તો તે છુપાઈ જવામાં અને પોતાની ઉપર છવાયેલા ભયથી બચવામાં મનુષ્ય કરતા વધારે પારંગત હોય છે. પણ આજે અમે આ શિકાર નહિ પણ શિકારી પ્રાણીની કળાને દર્શાવતો એક ફોટો લઈને આવ્યા છીએ. આવો તમને એના વિષે જણાવીએ.

આ ફોટામાં છુપાયેલો છે ચિત્તો, જેને શોધવો મુશ્કેલ છે :

મિત્રો સોશિયલ મીડિયા પર આજ કાલ આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે. અને વાયરલ થઈ રહેલા આ ફોટામાં એક ચિત્તો શિકાર કરવાં માટે એવી રીતે છુપાઈ ગયો છે કે, એની છુપાઈ જવાની કળા જોઈને દરેક વ્યક્તિ ચકિત થઈ ગયા છે. આ ફોટાને લાખો લોકો જોઈ ચુક્યા છે અને પોતાની આંખની શક્તિ અજમાવી ચુક્યા છે, પણ ચિત્તાને હજી સુધી કોઈ શોધી નથી શક્યું.

આ સામાન્ય એવા દેખાતા ફોટામાં છુપાયેલા ચિત્તાને શોધવા માટે ઘણા બધા લોકોએ પોતાના મગજના બધા ઘોડા દોડાવી દીધા, પરંતુ કોઈને સફળતા મળી નથી. તમે પણ ઈન્ટરનેટ પર જાત જાતના કેટલાય ફોટા જોયા હશે. એમાં દરેક ફોટા કોઈને કોઈ રૂપમાં ખાસ હોય છે, પરંતુ આ ફોટો સાચે જ સૌથી અલગ છે.

શું તમે આ ફોટામાં છુપાયેલા ચિત્તાને શોધી શકો છો?

મિત્રો આજે અમે જે ફોટો તમારી સમક્ષ રજુ કર્યો છે તે ઘણો ખાસ છે. આ ફોટો આમ તો જોવામાં પહેલી નજરે એકદમ સામાન્ય લાગે છે, પરંતુ ફોટામાં એક ચિત્તો એવી રીતે છુપાયો છે કે, એને શોધવો ઘણો મુશ્કેલ થઈ જાય છે. શું તમે આ ફોટામાં ચિત્તાને શોધી શકશો? આમ તો સોશિયલ મીડિયા પર દિવસે ને દિવસે કોઈ ને કોઈ ચકિત કરી દેવા વાળા નજારા જોવા મળ્યા કરે છે.

પરંતુ, આ એક એવો ફોટો છે જે કદાચ બધાને ચકિત કરી દેશે. સોશિયલ મીડિયા પર તમે આ પ્રકારના ઘણા વાયરલ ફોટા જોયા હશે. આ ફોટાઓમાં અમુક ચકિત કરવા વાળા પ્રાણીઓ છુપાયેલા છે જેને શોધવા દરેકના વશની વાત નથી. આ વાયરલ ફોટો લોકોના મગજના પોપટ ઉડાવી રહ્યો છે.

જણાવી દઈએ કે આ ફોટામાં જે ચિત્તો છે તે ઝાડના થડ પર પોતાના પંજાની મદદથી લટકીને શિકાર કરવાની ફિરાકમાં દેખાઈ રહ્યો છે. તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે ચિત્તો ક્યા છે, જો નથી દેખાઈ રહ્યો તો ત્રીજા નંબરનો ફોટો જોઈ લો તો તમને એમાં દેખાશે કે ચિત્તો ક્યાં છે.