ગજબ થયું, એક 4 વર્ષના બાળકે 32 વર્ષની મહિલાને જણાવી પોતાની પત્ની, અડધી રાતે ગામમાં મચી ખલબલી

0
3462

ભારતમાં પુનર્જન્મ વિષે ઘણી વાતો થાય છે, કારણ કે અહીં પુનર્જન્મને માનવામાં આવે છે. ઘણા લોકોને વિશ્વાસ હોય છે મનુષ્યનો પુનર્જન્મ થાય છે. આજે અમે એક એવો જ કિસ્સો લઈને આવ્યા છીએ, જે પુનર્જન્મ સાથે જોડાયેલો છે. આપણી દુનિયા ઘણી મોટી છે, અને ઘણી જુદી જુદી વિવિધતાઓથી ભરેલી છે. અહીંયા ક્યારે શું થઇ જાય તે ખબર પડતી નથી. જો તમે એક મહિલા હોવ અને અડધી રાતના સમયે કોઈ તમારા ઘરનો દરવાજો ખખડાવે, અને તમે દરવાજો ખોલવા જાવ, ત્યારે એ બહારથી બોલે કે દરવાજો ખોલ હું તારો પતિ છું. અને તમે દરવાજો ખોલો અને જુઓ કે તે એક 4 વર્ષનો બાળક છે, તો તમને પણ આઘાત લાગે. આ કિસ્સો આવો જ છે. અહી 4 વર્ષનો બાળક એક મહિલાનો પતિ હોવાનો દાવો કરી રહ્યો છે, અને તેને જણાવી રહ્યો છે કે હું તારો પતિ છું. તો આવો જાણીએ આખી ઘટના વિષે.

આ છે આખો કિસ્સો :

તો મિત્રો, આજે અમે તમને જણાવવાં જઇ રહ્યા છીએ એક 4 વર્ષના બાળક વિષે, જે વર્ષ 2006 પહેલાની બધી વાતો યાદ કરી શકે છે, અને પોતાની પુનર્જન્મથી જોડાયેલી વાતો જણાવી રહ્યો છે. આ બાળકની વાતોથી ત્યાંના બધા લોકો ચકિત રહી ગયા. તે 4 વર્ષનો બાળક પોતાના પુનર્જન્મની વાતો જણાવીને એક વ્યક્તિ હોવાનો દાવો કરે છે, આ વાતથી આસપાસના બધા ક્ષેત્રોમાં ચકિત કરી દેનાર વાતાવરણ બની ગયું છે.

જણાવી દઈએ કે આ આખી ઘટના રામરાય ગામની છે. અહીંયા એક 4 વર્ષના બાળકે પોતાના પુનર્જન્મની બધી વાતો પોતાના ઘર વાળાઓને જણાવીને એમણે વિચારમાં પાડી દીધા છે. 4 વર્ષ પહેલા આ બાળક વિનોદ અને મસીદના ઘરે જન્મ્યો હતો. તે બંને જણા બાળકના જન્મથી ખુબ ખુશ હતા અને તેનું નામ લવીશ રાખ્યું. બાળકના માતા-પિતા જણાવે છે, કે જયારે આ દોઢ વર્ષનો હતો ત્યારથી રામરાય જવાની જીદ કર્યા કરતો હતો. તેમના માતા-પિતાને શંકા થઈ કે તેને પુનર્જન્મની વાત યાદ આવી રહી છે, એટલા માટે તે રામરાય જવાની જીદ્દ કરી રહ્યો છે.

પૂર્વજન્મમાં કરંટ લાગવાથી થયું હતી મૃત્યુ :

એના જિદ્દી થવાને કારણે માતા-પિતાએ વધારે સમય ન બગાડ્યો અને તેને રામરાય ગામ લઈને ગયા. ત્યાં જઈને તેણે પોતાના પરિવાર સાથે પડોસીઓ સુધી બધાને ઓળખી લીધા. એટલું જ નહિ પણ તે પોતાના પરિવારની સાથે તે જગ્યા પર પણ ગયો જ્યાં કરંટ લાગવાથી એનું મૃત્યુ થયું હતું. આ બધું જોયા પછી તેમની 32 વર્ષની પૂર્વ જન્મની પત્ની ખુબ રડવા લાગી. બાળકે પોતાના પુનર્જન્મની બધી વાતો તે લોકોને જણાવી.

જણાવતા જઈએ કે જ્યોતિસ્વરૂપનો આખો પરિવાર ગામ રામરાઈમાં રહે છે. તેમના દીકરાનું નામ સંદીપ હતું, જેનું 26 જુલાઈ 2006 ના રોજ કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. તે સમયના ફોટો લવીશને દેખાડવામાં આવ્યા અને તેને જણાવ્યું કે આ મારા પૂર્વર્જન્મના ફોટો છે. પુનર્જન્મની કહાની પર વિશ્વાસ કેમ થતો નથી પરંતુ આવી ઘટનાઓ જોઈને પુનર્જન્મની કહાની પર વિશ્વાસ કરવાનું મન કરે છે.

સાથે જ જણાવી દઈએ, કે ડીસ્કવરી ચેનલ પર પણ ઘણા એવા કિસ્સાની સીરીઝ પણ બતાવાય છે, જેમાં સાબિત થાય છે, કે પુનર્જન્મ એ કોઈ કલ્પના નથી પણ એક હકીકત છે. આવા કિસ્સા સમયે સમયે બહાર આવતા જ રહે છે.