આ કબર માંથી દિવસ રાત આવી રહી હતી સુગંધ, વરસાદે ખોલ્યું રહસ્ય, તો સૌ સુન્ન થઈ ગયા.

0
6202

આપણી દુનિયાનો વિકાસ સાતમાં આસમાને પહોંચી રહ્યો છે. અને આજના આધુનિક સમયમાં પણ ઘણા લોકો ભૂત અને આત્માઓનો કોયડો ઉકેલવામાં ઉતરતા જાય છે. 21 મી સદીમાં વિજ્ઞાને ભલે દરેક વસ્તુનો ઉકેલ શોધી લીધો હોય, પણ આજ સુધી વિજ્ઞાન ભૂત, પ્રેત અને આત્માઓના રહસ્ય ઉપરથી પડદો નથી ઉઠાવી શક્યું.

મિત્રો આપણી આ દુનિયામાં બે પ્રકારના માણસો રહે છે. એક પ્રકારના એ લોકો જે ભૂત અને આત્માઓમાં વિશ્વાસ ધરાવે છે, અને બીજા એ લોકો જે ભગવાન ઉપર અતુટ વિશ્વાસ રાખે છે, અને ભૂત પ્રેતને મનનો વહેમ ગણાવે છે. આ ભૂત અને આત્માને લઈને ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યા છે. અને આજ સુધી કોઈ આ વાતને યોગ્ય રીતે સાબિત નથી કરી શક્યું કે હકીકતમાં ભૂત હોય છે કે નહિ.

ઘણી વખત માણસ સાથે કાંઈક એવી વિચિત્ર ઘટનાઓ થઇ જાય છે, જે આપણને જ ઈચ્છવા છતાં પણ ભૂત પ્રેત ઉપર વિશ્વાસ કરવા માટે મજબુર કરી દે છે. ઘણા બધા લોકો એને કાળી શક્તિઓ સાથે જોડતા આવી રહ્યા છે. થોડી એવી જ આશ્ચર્યજનક ઘટના હાલમાં જ લોકો સમક્ષ આવી છે. જેના વિષે આજે અમે તમને જણાવીશું.

આ વિચિત્ર એવી ઘટના છે યમનના ધાફરની, જ્યાં એક કબ્રસ્તાનમાં રહેલી કબર માંથી દરરોજ સુગંધ આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એ કબર એક છોકરીની છે, જેનું ઘણા વર્ષો પહેલા મૃત્યુ થઈ ગયું હતું અને એને ત્યાં દફનાવવામાં આવી હતી.

અને જયારે ધોધમાર વરસાદ પછી કબર માંથી છોકરીનું શબ બહાર આવ્યું, તો તે એકદમ એવી સ્થિતિમાં મળ્યું જેવું મરતી વખતે દફનાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે દરેક શબને કબરમાં દફનાવ્યાના થોડા જ સમય પછી તે શબને કીડા મકોડા ખાઈ જાય છે, કે પછી તે શબ ગળીને સડી જાય છે. પરંતુ આ ઘટનાએ સૌને અચરજમાં મૂકી દીધા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષો પહેલા ધાફર જીલ્લામાં રહેવા વાળી એક ૨૦ વર્ષીય છોકરીનું અવસાન થઇ ગયું હતું. ત્યારબાદ તેના શબને ત્યાં આવેલા કબ્રસ્તાનમાં દાટી દેવામાં આવ્યું હતું. પરંતુ આટલા વર્ષો પછી પણ હંમેશા તે કબર માંથી સુગંધ આવતી હતી. હમણાં હાલમાં વરસાદને કારણે થોડા શબ કબરો માંથી બહાર નીકળી આવ્યા. જેમાં તે છોકરીનું શબ પણ હતું. એ છોકરીના શબને જોઇને ત્યાં રહેલા તમામ લોકોને દંગ કરી દીધા.

તેમજ જયારે ત્યાંના એક ગામ વાળા સાથે પુછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, ઘણા વર્ષો પહેલા તેમણે અહિયાં એક છોકરીને દફનાવી હતી. એ પછી તે જયારે પણ અહિયાંથી પસાર થતા હતા, તો તેને એક વિચિત્ર અનુભવ થતો હતો અને કબર માંથી સરસ સુગંધ તેને પોતાની તરફ ખેંચતી જતી હતી.

પણ આ વખતે થયેલા ધોધમાર વરસાદ દરમિયાન જયારે એ છોકરીનું શબ કબર માંથી બહાર આવ્યું, તો તે એકદમ પહેલાની જેવું જ જોવા મળ્યું. જો કે તેને અત્યાર સુધીમાં તો તે એક હાડપિંજર બની જવું જોઈતું હતું. ગામ વાળાએ જણાવ્યું કે હાલમાં તેમણે એ છોકરીના શબને ફરી કબરમાં દફનાવી દીધું છે. પરંતુ આજે પણ તે કબર માંથી સુંગધ આવવી સતત ચાલુ છે. અને રહસ્ય આજે પણ રહસ્ય જ છે.