મજેદાર જોક્સ : વકીલે કઠેરામાં ઉભેલી આરોપી સુંદર મહિલાને પૂછ્યું, પરમ દિવસે રાત્રે તું ક્યા હતી?

0
2732

દરેક મનુષ્યએ જીવનમાં ખુલીને હસતા રહેવું જોઈએ. અને તે આરોગ્ય માટે ઘણું જ ફાયદાકારક છે. જીવનમાં ક્યારેય પણ હસવાની કોઈ પણ તક ગુમાવવી જોઈએ નહિ. તે તમારા માનસિક તણાવ અને તમારી તમામ તકલીફોને દુર કરી દે છે. તમને ફિલ્મ જોવાનું ગમતું હોય તો એક ફિલ્મનો ડાયલોગ ‘હસો મુસ્કુરાઓ ક્યા પતા કલ હો ન હો’ ઘણો પ્રખ્યાત છે. અને તે આપણા બધા ઉપર એકદમ ફીટ બેસે છે. નાનું એવું જીવન છે તો એમાં આપણે બધાએ ખુશ રહેવું જોઈએ.

એ વાત નક્કી છે કે આપણે બધાએ ક્યારેય ને કયારેકને મરવાનું જ છે. તો પછી દુઃખી થઈને શા માટે જીવવું. હસતા હસતા જીવનનો આનંદ કેમ ન માણવો. પરંતુ હવે પ્રશ્ન એ છે કે ખુશ કેવી રીતે રહી શકાય? જો તમે ખુશ રહેવાના કારણને શોધી રહ્યા છો, તો આજે અમે તમારા માટે કારણ લઇ આવ્યા છીએ. આજે અમે તમારા માટે ઈન્ટરનેટ ઉપર વાયરલ થોડા એવા મજાના જોક્સ લઈને આવ્યા છીએ. જે વાંચ્યા પછી ખરેખર તમારું હસવાનું નહિ અટકી શકે.

1. પતિ (પત્ની ને) : જાનું, હું તને ખુબ પ્રેમ કરું છું.

પત્ની : હું પણ તમને ઘણો પ્રેમ કરું છું. એટલો બધો કે હું તમારા માટે આખી દુનિયા સાથે લડી શકું છું.

પતિ : પણ તું તો દિવસ રાત મારી સાથે જ લડતી રહે છે.

પત્ની : અરે પતિદેવ, તમે જ તો મારી દુનિયા છો.

2. જેઠાલાલ : આજે શાકમાં મીઠું કેમ નથી નાખ્યું?

દયા : એ તો આજે શાક થોડું દાઝી ગયું હતું ને એટલે.

જેઠાલાલ : શાક દાઝી થાય તો એમાં મીઠું કેમ ન નખાય?

દયા : મારી માં હંમેશા કહે છે કે દાઝેલા ઉપર મીઠું ન નાખવું જોઈએ.

3. કામવાળી (ચિંકીને) : મેડમ જી, તમે તમારી સાડી પાછી લઇ લો.

ચિંકી : કેમ, શું થયું?

કામવાળી : જયારે પણ હું આ સાડી પહેરું છું. તો સાહેબ તમે છો એમ સમજીને મારી પાછળ આવીને ચોટી જાય છે.

(ચિંકી અને તેના પતી વચ્ચે હજુ સુધી ઝગડો ચાલી રહ્યો છે.)

4. પપ્પુ (સત્તુને) : તું મને એક સવાલનો જવાબ આપશે?

સત્તુ : હા.

પપ્પુ : આ જે લોકો પોતાની ખુમારી વેચે છે, તે ઓન લાઈન વેચે છે કે ઓફલાઈન?

ત્યાર પછી પપ્પુ હોસ્પિટલમાં દાખલ છે.

5. ટીચર : ભારતીય પરિવારના દરેક સભ્ય એક બીજાને પ્રેમ કરે છે, અને એક બીજાની ચિંતા કરે છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ આપો.

વિદ્યાર્થી : ઘરમાં બીમાર કોઈ એક જ થાય છે, પણ ખીચડી આખું ઘર ખાય છે.

માસ્ટરે નિવૃત્તિ લઈ દીધી.

6. એક મિકેનિક કારના એન્જીનના સાધનો ખોલીને સાફ કરી રહ્યો હતો.

એવામાં શહેરના જાણીતા હાર્ટ સર્જન તેના ગેરેજમાં આવ્યા.

મિકેનિકે ડોક્ટર સાહેબને કહ્યું : જરા એન્જીનને જુવો ડોક્ટર સાહેબ.

મેં તેના હ્રદયના વાલ્વ કાઢીને સાફ કરીને પાછા લગાવી દીધા છે.

આપણા બંનેના કામમાં શું ફરક છે?

ડોક્ટર સાહેબ : કાલે હોસ્પિટલ આવ તને તારા વાલ્વ સાફ કરીને દેખાડું કે શું ફરક છે.

7. એક દિવસ પપ્પુ તેની પત્ની સાથે ટેક્સીમાં જતો હતો.

ડ્રાઈવરે કારનો આગળનો કાચ એવી રીતે સેટ કર્યો કે તેની પત્ની તેને દેખાય.

પપ્પુએ એ જોઇને ગુસ્સામાં કહ્યું : નાલાયક મારી પત્નીને જુવે છે. તું પાછળ બેસ ગાડી હું ચલાવીશ.

8. એક નાનો બાળક મમ્મીથી નારાજ હતો.

બાળક : પપ્પા, તમે મમ્મીને શું જોઈને પસંદ કર્યા?

પપ્પા : તેના ગાલ ઉપર નાનો એવો સરસ તલ.

બાળક : કમાલ છે આટલી નાની એવી વસ્તુ માટે આટલી મોટી મુશ્કેલી વ્હોરી લીધી.

9. બોયફ્રેન્ડ : બેબી, તું ઘણી સુંદર લાગે છે, જયારે તને જોઉં છું તો દિલ ખુશ થઇ જાય છે.

ગર્લફ્રેન્ડ (શરમાતા) : ઓહ જાનુ, શું તું પણ…

બોયફ્રેન્ડ : તું પરીઓની જેમ સુંદર લાગે છે.

ગર્લફ્રેન્ડ : ખરેખર.

સારું તો બતાવ તું બીજું શું કરી રહ્યો છે અત્યારે?

બોયફ્રેન્ડ : મજાક.

બોયફ્રેન્ડ હોસ્પીટલમાં છે.

10. એક વકીલે કઠેરામાં ઉભેલી સુંદર મહિલાને પૂછ્યું..

વકીલ : પરમ દિવસે તમે ક્યાં હતા?

યુવતી : મારા પાડોશી સાથે રેસ્ટોરન્ટ ગઈ હતી.

વકીલે બીજો પ્રશ્ન પૂછ્યો.

અને કાલે રાત્રે?

યુવતી : મારા એક બીજા પાડોશીની સાથે હતી.

વકીલે ધીમેથી પૂછ્યું : અને આજનો તમારો શું કાર્યક્રમ છે?

બીજા વકીલે બુમ પાડીને કહ્યું : જજ સાહેબ, આ પ્રશ્ન મેં પહેલા જ પૂછી લીધો છે.