મજેદાર જોક્સ : છોકરીનો હાથ મેળવવા માટે બાબાએ જણાવ્યો એવો ઉપાય, વાંચીને તમે થઇ જશો લોથપોથ.

0
3814

નમસ્કાર મિત્રો, તમારા બધાનું જોક્સની દુનિયામાં એક વખત ફરીથી સ્વાગત છે. તમે બધા એ તો સારી રીતે જાણો જ છો કે જોક્સ તમારા તમામ દુ:ખ, દર્દ અને તકલીફોને ભુલાવીને તમારા મુડને એકદમ ફ્રેશ કરી શકે છે. આજના ઝડપી અને સતત અપડેટ થતા જમાનામાં કદાચ જ કોઈ એવો માણસ હશે, કે જેમના જીવનમાં કોઈ તકલીફ કે કોઈ પ્રકારનું ટેન્શન નહિ હોય.

દરેકને કોઈ ને કોઈ વાતનું ટેન્શન હોય છે. અને એ ટેન્શનને કારણે જ ઘણા લોકો ડીપ્રેશનમાં પણ જતા રહે છે. અને આ ડીપ્રેશન તેમના આરોગ્ય અને કામ બન્ને ઉપર નકારાત્મક અસર કરે છે. એવામાં જોક્સ એવી વસ્તુ છે જે લોકોને ડીપ્રેશન માંથી બહાર કાઢવામાં સૌથી વધુ મદદગાર સાબિત થાય છે.

અને જોક્સ વિષે સૌથી સારી વાત એ પણ છે કે, તેને વાંચવા માટે કે તેની સાથે જોડાવા માટે તમારે વધુ પૈસા ખર્ચ નથી કરવા પડતા. તમને તમારા મોબાઈલમાં જ ઈન્ટરનેટ ઉપર હજારોની સંખ્યામાં જોક્સ મળી જાય છે. અને બીજું એ કે જોક્સ વાંચવા માટે વધુ સમય પણ નહિ બગાડવો પડતો. તમે તેને તમારા કામ માંથી થોડો એવો બ્રેક લઈને સરળતાથી જોક્સ વાંચી શકો છો અને તમારો મુડ ફ્રેશ કરી શકો છો.

અને એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમારા માટે વિશેષ જોક્સનું કલેક્શન લઈને આવ્યા છીએ. અમારા આજના જોક્સ ઘણા ફની અને મજાના છે. અને આ જોક્સ વાંચ્યા પછી તમે તમારું હાસ્ય કંટ્રોલ નહિ કરી શકો. તો રાહ શા માટે જુઓ છો, ફટાફટ વાંચી લો મજેદાર જોક્સ.

1) ટીચર : બાળકો જણાવો કે આ બે વાક્યમાં શું ફરક છે?

તેણે કપડા ધોયા. અને તેણે કપડા ધોવા પડ્યા.

પપ્પુ : મેડમ પહેલા વાક્યમાં વ્યક્તિના કુંવારા હોવાનો, અને બીજા વાક્યમાં તે વ્યક્તિ પરણિત હોવાની ખબર પડે છે.

2) પત્ની : મેં મારી બર્થડે ગીફ્ટમાં તમારી પાસે ઘરેણા માગ્યા હતા. અને તમે મને આપ્યો એક ખાલી ડબ્બો. તમને ખબર છે? મને પાર્ટીમાં કેટલી શરમ આવી હતી….

પતી : એટલા માટે તો ડબ્બો આપ્યો.

પત્ની : મતલબ શું છે એનો?

પતી : અરે ગાંડી શરમ અને લાજ મહિલાનું ઘરેણું ગણાય છે. અને એ સાચવી રાખવા માટે મેં ડબ્બો આપ્યો.

હવે પતિને શરમ આવે છે, કેમ કે તે કપડા વગર બહાર ફરી રહ્યો છે.

3) ગામ અને શહેરની મહિલાઓ એક બીજા જોડે વાતો કરી રહી હતી.

ગામની મહિલા : બહેન આ હસબંડ શું હોય છે?

શહેરની મહિલા હસીને બોલી : બહેન આ વિચિત્ર રીતે જ બેન્ડ થાય છે, જે માત્ર ઘરની સાવરણી કે વેલણથી વગાડી શકાય છે. આ બેન્ડને વગાડવાનો આનંદ માત્ર પરણિત મહિલા જ લઇ શકે છે.

અને એની વિચિત્ર વાત એ છે કે, તે વગાડતા સરસ મજાના સુર નીકળશે, અને સંગીત માત્ર ઘરની અંદર જ રહેશે. અને મજાની વાત એ પણ છે કે, કેટલું પણ વગાડો તે હસતા જ રહે છે, એટલા માટે તે હસબંડ કહેવાય છે.

4) હું બાઈક લઈને ઓફીસ જઈ રહ્યો હતો. અને મારી આગળ એક મહિલા એકટીવા લઈને ક્યાંક જઈ રહી હતી.

મહિલાએ અચાનક જ ડાબી બાજુ ગાડી વાળી, અને મારી બાઈક તેની એકટીવા સાથે જઈને ભટકાઈ ગઈ.

મેં કહ્યું : મેડમ, સાઈડ લાઈટ તો બતાવો.

મહિલાના જવાબથી તો હું બેભાન જ થઇ ગયો. અને હમણાં હોસ્પિટલમાં મારી આંખ ખુલી છે.

મહિલાએ જવાબ આપ્યો હતો : હું તો રોજ અહિયાથી ડાબી બાજુ વળાંક લઉં છું, તમે નવા લાગો છો.

૫) સિંગલ છોકરો બાબા પાસે જઈને,

બાબા, કોઈ એવો ઉપાય બતાવો કે સુંદર છોકરી પોતાની મેળે જ તેનો હાથ મારા હાથમાં આપી દે.

બાબા : કોઈ મોલની બહાર મહેંદી લગાડવાનું કામ શરુ કરી દે વત્સ. તારી ઈચ્છા પૂરી થઈ જશે.