મજેદાર જોક્સ : પ્રેમીએ પોતાની પ્રેમિકાને પાસા આપતા કહ્યું : જો ૧.૨.૩.૪ કે ૫ આવ્યા તો હું તને કિસ કરીશ.

0
2460

આપણને માનવ જીવન મળ્યું છે, તો સમસ્યાઓ તો રહેવાની જ. એમાં પણ આજકાલના ભાગદોડ વાળા જીવનમાં લોકોને તણાવ ઘણો રહે છે. વ્યક્તિ ભલે પૈસાદાર હોય કે ગરીબ તે તણાવગ્રસ્ત તો હોય જ છે. જો તમે રોજીંદા કામોથી પરેશાન કે ચિંતિત થઇ જાવ છો, તો તેનો સીધો અર્થ છે કે તણાવ તમારા જીવનમાં ટકોરા દઈ રહ્યો છે.

લોકો પોતાના કામમાં એટલા વધુ વ્યસ્ત રહે છે કે, તે પોતાના માટે બે પળનો સમય નથી કાઢી શકતા. અને જેવું કે આપણે બધા જાણીએ છીએ કે તણાવથી બચવા માટેનો સૌથી અસરકારક જો કોઈ ઉપાય છે, તો તે છે ખુશ રહેવું. એટલા માટે તમારે ચહેરા ઉપર હંમેશા હાસ્ય બનાવી રાખવું જોઈએ. હસવા અને હાસ્યથી સ્ટ્રેસ તો દુર રહે છે અને નકારાત્મક વિચાર પણ નહિ આવે. એમ કરવાથી તમારી આસપાસનું વાતાવરણ પણ હસમુખું રહે છે.

અને જો વાત હસવાની આવે, તો એના માટે જોક્સથી ઉત્તમ બીજો કોઈ વિકલ્પ નથી હોતો. એટલા માટે આજે અમે તમારા માટે થોડા મજાના જોકસ લઈને આવ્યા છીએ, જે તમને શાંતિની થોડી પળ આપવામાં મદદગાર બનશે. આ જોક્સ ઘણા મજાના હોય છે, અને સાથે સાથે ઘણા ગુદગુદાવવા વાળા છે. ખરેખર તમને તેની મજા આવશે અને તમે તેને વાંચીને ચોક્કસ પોતાનું હાસ્ય નહિ રોકી શકો.

૧) એક સરકારી બસમાં કોલેજની છોકરીઓ ચડવાથી આખી બસ ભરાઈ ગઈ.

બિચારો પપ્પુ ચડવા પ્રયત્ન કરી રહ્યો હતો.

કંડકટર : નો મોર… નો મોર…

પપ્પુ : સાલા, બધી ઢેલ ઢેલ ચડાવી લીધી અને અમે આવ્યા તો નો મોર.

૨) ટીચર : બાળકો જણાવો કે એક ડ્રાઈવર અને કંડકટરમાં શું ફરક હોય છે?

પપ્પુ : સાહેબ, કંડકટર ઊંઘી ગયો તો કોઈની ટીકીટ નહિ કપાય,

પરંતુ જો ડ્રાઈવર સુઈ ગયો તો બધાની ટીકીટ કપાય જાય.

ટીચર બેભાન…

૩) એક દારુડીયો અને તેની પત્ની રાત્રે સુઈ રહ્યા હતા.

અડધી રાત્રે અચાનક પતિની બુમ સાંભળીને પત્નીની આંખ ખુલી ગઈ.

પત્ની : શું થયું?

પતિ : કાંઈ નહિ, મારું શર્ટ નીચે પડી ગયું.

ખીજાઈને પત્ની બોલી : તો આટલી જોરથી બુમ કેમ પાડી?

પતી બોલ્યો : તે શર્ટની અંદર હું પણ હતો.

૪) પિયરમાં ગયેલી પત્નીને પતિએ ફોન કર્યો,

પતિ : હેલો,

પત્ની : આજે મારી કેમ યાદ કેમ આવી?

પતી : કંઈ ખાસ નઈ આ મચ્છર લોહી પી રહ્યા હતા, તો યાદ આવી ગઈ તારી.

૫) એક છોકરાને એક છોકરી સાથે નવો નવો પ્રેમ થયો.

રાત્રે છોકરો રોજ છોકરીને ફોન કરતો હતો.

એક દિવસ ફોન છોકરીની મમ્મીએ ઉપાડી લીધો.

છોકરો ગભરાતા ગભરાતા બોલ્યો આંટીજી પાયલ છે?

આંટી હા છે. બન્ને પગમાં છે અને ચપ્પલ પણ.

૬) એક મહિલાએ બીજી મહિલાને કહ્યું : મારા પતી મને ખુબ પ્રેમ કરે છે.

એ મને કહે છે, તું સાત જન્મ સુધી મારી પત્ની રહીશ.

બીજી મહિલા બોલી : આ પુરુષ એવા જ હોય છે,

સાતમાં જન્મ પહેલા કોઈ બીજીને કહી દીધું હશે.

૭) એક દિવસ એક છોકરો પોતાની પ્રેમિકાને મળવા બગીચામાં ગયો.

છોકરો : હું કાલે તારા ઘેર ગયો હતો, હવે મને એવું લાગે છે કે આપણા લગ્ન થવા ઘણા જ મુશ્કેલ છે.

પ્રેમિકા : પરંતુ કેમ ડાર્લિંગ એવું શું થયું?

તું પપ્પાને મળ્યો શું?

છોકરો : નહિ તારી બહેન સાથે મળ્યો હતો, સોલીડ લાગે છે યાર.

છોકરો હજુ સુધી બેભાન છે.

૮) દીકરો (પપ્પાને) : પપ્પા હું પાર્ટી માટે મારા મિત્રોને ઘેર જઈ શકું છું?

પપ્પા : મને ન પૂછ તારી માંને જઈને પૂછ.

માં : મને ન પૂછ તારા પિતાજીને પૂછ.

દીકરો : સાલું ખબર નથી પડીર કે આ ઘર છે કે ભારતીય સ્ટેટ બેંકની બ્રાંચ.

૯) લગ્નના બીજા દિવસે.

સાસુ : આ શું? વહુના હાથ ખાલી કેમ? સારું નથી લાગતું આવું.

વહુ : મોબાઈલ ચાર્જીંગ ઉપર લગાવ્યો છે મમ્મીજી.

સાસુ : અરે કરમઝલી બંગડી કેમ નથી હાથમાં?

૧૦) પુત્ર : માં હું પણ તળાવમાં તરવા માગું છું.

માં : નહિ દીકરા તું ડૂબી જઈશ.

પુત્ર : પણ પપ્પા તો કલાકોથી તળાવમાં તરી રહ્યા છે.

માં : દીકરા તારા પપ્પાનો વીમો થઇ ગયો છે.

૧૧) પ્રેમી પ્રેમિકાને પાસા આપતા આપતા,

જો ૧.૨.૩.૪ કે ૫ આવ્યા તો હું તને કિસ કરીશ.

પ્રેમિકા : અને જો ૬ આવ્યા તો?

પ્રેમી : ગાંડી લૂડો નથી રમી શું? ફરીથી પાસા ફેંકીશું.

૧૨) દારુડીયો મરવાની સ્થિતિ હતો ત્યાં તેની સામે શિવ પ્રગટ થયા.

શિવજી : તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો જણાવ.

પ્રભુ આવતા જન્મમાં દાંત ભલે એક જ આપજો, પણ લીવર પુરા ૩૨ આપજો.