ફની જોક્સ : એક છોકરી મીની સ્કર્ટ પહેરીને રિક્ષામાં બેઠી હતી, જેવી રિક્ષા માંથી ઉતરી, રિક્ષા વાળો : મેડમ તમારું…

0
4166

તમે દુ:ખી હોવ કે પછી આનંદમાં હોવ હંમેશા તમારા ચહેરા ઉપર હાસ્ય જાળવી રાખવું જરૂરી છે. સુંદર ચહેરા કરતા સદા હસતો ચહેરો વધારે મહત્વ ધરાવે છે. તે તમારા વ્યક્તિત્વ ઉપર ઘણી સારી અસર કરે છે, અને તમને નવું કામ કરવા માટે પ્રેરિત કરે છે. જ્યારે ચહેરા ઉપર આવનારું એક હાસ્ય આટલું કામ કરી શકે છે, તો જરા વિચારો જયારે તમે ખુલીને હસસો તો તમને કેટલા બધા ફાયદા થશે.

અને એક જૂની કહેવત પણ પ્રચલિત છે કે ‘લાફ્ટર ઈઝ દ બેસ્ટ મેડીસન’. ચહેરા ઉપર આવનારું એક હાસ્ય ઘણા બધા દર્દોની દવા ગણવામાં આવે છે. સદા હસવા રહેવાથી આરોગ્ય અને ચહેરો બન્ને જ સરસ થાય છે. પરંતુ આજકાલ સમયની મારામારીને કારણે લોકો ખુલીને હસવાનું ભૂલી ગયા છે.

હસવું એ કુદરતે માનવને આપેલી એક અમુલ્ય ભેંટ છે. તે વ્યક્તિને સ્વસ્થ, સુખી, પ્રસન્ન ચિત્ત રાખવાનો અસરકારક ઉપાય છે. જેવી રીતે અંધારું અને પ્રકાશ એક સાથે નથી રહી શકતા, બસ તે પ્રમાણે હસવાની સાથે રોગ ઉપરોક્ત કારણોથી જાતે જ દુર થવા માંડે છે. અને એટલા માટે અમે આજે તમને હસાવવા માટે થોડા નવા જોક્સ લઈને આવ્યા છીએ. જે વાંચ્યા પછી તમે થોડા સમય માટે તમારા આ તણાવ ભરેલા જીવન માંથી રાહત મેળવી શકશો. તો પછી આવો શરુ કરીએ હસવા હસાવવાની આ મજાની કડી.

1. એક વાર શીલા એકલી રાત્રે ક્યાંક જઈ રહી હતી, એવામાં પાછળથી રોહિત આવ્યો.

રોહિત : લીફ્ટ જોઈએ છે? તમને ઘર સુધી મુકી જઈશ.

શીલા : ભાગી જા અહિયાંથી નહિ તો તારું માથું ફોડી નાખીશ.

ત્રણ દિવસથી આ રીતે લીફ્ટ લઈને ઘરે જઈ રહી છું.

પરંતુ હજુ સુધી ઘરે નથી પહોંચી શકી.

2. એક વાર સંતા પોતાની પત્ની સાથે કોફી હાઉસમાં ગયો.

એમણે કોફી મંગાવી અને પીવાની શરુ કરી.

થોડી વારમાં સંતા પત્નીને : અરે જલ્દી પી નહિ તો કોફી ઠંડી થઇ જશે.

પત્ની : તો શું થયું?

સંતા : મેનુ કાર્ડ જો

Hot coffee — Rs 15

Cold coffee — Rs 45,

આપણે વધારે પૈસા ચુકવવા પડશે.

3. ગ્રાહક : ભાઈ ૭ સમોસા આપોને.

દુકાનદાર : થેલીમાં નાખીને આપું કે કાગળમાં જ આપું?

ગ્રાહક : નહિ પેનડ્રાઈવ લાવ્યો છું, સમોસા નામનું ફોલ્ડર બનાવીને તેમાં નાખી દે સાલા.

દુકાનદાર : ચુપ ચાપ સમોસા લઈને હાલતીનો થા, નઈ તો તને બાઈક ડ્રાઈવ કરવાં જેવો નહિ છોડું.

4. બાપ : દીકરા તું શેરનો પુત્ર છે, અને હું શેર છું.

દીકરો : પપ્પા સ્કુલમાં ટીચર પણ એ જ પૂછતા હતા કે, તું કયા જાનવરનો દીકરો છે?

5. ફ્લાઈટમાં એક સુંદર મહિલાને બાજુની સીટ પર સાથે બેસેલા એક વ્યક્તિએ પૂછ્યું : સારું પરફ્યુમ છે, કયું છે?

હું મારી પત્નીને ગીફ્ટ આપવા માગું છું.

તે મહિલાએ કહ્યું : રહેવા દો ભાઈ, ન આપશો ગીફ્ટ.

નહિ તો કોઈ ગધેડાને તેની સાથે વાત કરવાની તક મળી જશે.

6. એક અકસ્માત થયો, તો ત્યાં ઘણી ભીડ જમા થઇ ગઈ. કાળુંને એ જોવાનો મોકો ન મળતો ન હતો. તેણે ઘણા પ્રયાસ કર્યા પરંતુ ન જોઈ શક્યો.

એટલે કાળુંએ મગજ દોડાવીને કહ્યું દુર થઇ જાવ બધા આ મારા પિતા છે.

અને ભીડ દુર થઇ તો જોયું તો એક કુતરો મરેલો પડ્યો હતો.

શીખ : ગમે ત્યાં સંબંધ બનાવવા નહિ.

7. પતી : ડોક્ટર, મારી પત્નીને અપેનડીક્સમાં દુ:ખાવો થઇ રહ્યો છે.

ડોક્ટર : અરે મુર્ખ, મેં એક વર્ષ પહેલા જ તો તારી પત્નીનું અપેનડીક્સનું ઓપરેશન કરીને તેને કાઢી નાખ્યું હતું. આ દુનિયામાં એવું એક પણ માણસ નથી, જેને બે અપેનડીક્સ હોય.

પતી : હા, તમારી વાત સાચી છે, પણ સાહેબ ઘણા લોકો પાસે બીજી પત્ની તો હોઈ શકે ને.

ડોક્ટર બેભાન…

8. છોકરી મીની સ્કર્ટ પહેરીને રિક્ષામાં બેઠી અને જેવી જ ઉતરી કે,

રિક્ષા વાળો : સાંભળો મેડમ, આ તમારું…

છોકરી : શું તમારું, મારે પહેલાથી જ બોયફ્રેન્ડ છે સમજ્યા.

રિક્ષા વાળા : અરે મેડમ પહેલા પૂરી વાત તો સાંભળો. તમારું પર્સ નીચે પડી ગયું છે.

9. આનંદ દારુ પીને નંબર ડાયલ કરે છે.

ત્યારે છોકરીનો અવાજ આવે છે વાત કરવા માટે તમારી પાસે પર્યાપ્ત બેલેન્સ નથી કૃપા કરીને રીચાર્જ કરાવો.

આનંદ બસ જાનેમન તારી સાથે વાત થઇ જાય છે એ જ પુરતું છે મારા માટે.