હસવું અને હસાવવું જીવનની સૌથી સુંદર વસ્તુ છે. હસતા રહેતા દેરક વ્યક્તિ બધાને વ્હાલા લાગે છે. જયારે ટેન્શન હોય તો તેને ખુલીને તમારું હાસ્ય દર્શાવો, ટેન્શન પોતાની જાતે થોડી ક્ષણ માટે દુર થઇ જશે. જોક્સ વાંચ્યા પછી માણસનો મુડ એકદમ ફ્રેશ થઇ જાય છે. તેમજ આપણે ઘણા વધુ જોશ અને ઉત્સાહ સાથે બીજા કામ કરી શકીએ છીએ. જોક્સની એક ખાસ વાત એ છે કે તેના માટે આપણે વધુ સમય પણ ફાળવવો નથી પડતો.
મનોરંજનના બીજા સાધનો માટે તમારે પોતાના વ્યસ્ત શેડ્યુલ માંથી અલગથી વધુ સમય ફાળવવો પડે છે, પરંતુ જોક્સની બાબતમાં તમારે બસ તમારી ૫ થી ૧૦ મિનીટની જ જરૂર પડે છે. આજે અમે તમારા માટે થોડા એવા જ જોરદાર જોક્સ લઈને આવ્યા છીએ જે વાંચીને તમારું હસવાનું નહિ અટકે.
1. જો તમે પત્ની અને કામવાળી બાઈ વચ્ચેની વાત સાંભળો,
તો એવું લાગશે માનો કે પ્રેમી પ્રેમિકા એક બીજા સાથે વાત કરી રહ્યા છે.
જેમ કે, સાંભળ કાલે સમયસર આવી જવાનું છે.
કાલે બે વખત આવી જજે, જો જે હું રાહ જોઇશ, દગો ન આપીશ છેલ્લી ઘડીએ.
હું ક્યારની તારી રાહ જોઈ રહી હતી. આજે ઘણું મોડું કરી દીધું, કાલે થોડી વહેલી આવી જજે.
અને સૌથી ક્લાસિક : જુવો જયારે પણ છોડવાનું હોય તો પહેલાથી જણાવી દે જે, એકદમથી ન છોડતી જેથી હું બીજી વ્યવસ્થા કરી શકું.
2. પીન્કી પોતાના પતી સાથે બેસીને ચાની ચૂસકી લેતા લેતા પેપર વાંચી રહી હતી.
પેપર વાચતા વાચતા પીન્કી એ એક ચટપટા સમાચાર જોયા તો તેના પતિને કહ્યું..
પીન્કી : સમાચાર છપાયા છે કે એક ૮૦ વર્ષના કુંવારા ઘરડાએ લગ્ન કરી લીધા.
પતી : (ઠંડા શ્વાસ લેતા લેતા બોલ્યા) : બિચારાએ આખું જીવન બુદ્ધી દેખાડી પરંતુ ગઢપણમાં મુર્ખામી કરી બેઠો.
3. છોકરી વાળા : અમારી છોકરી તો ગાય છે જી.
બાબુજી : એટલે કે આટલી ઈમાનદાર છે?
છોકરી વાળા : નહિ એટલે કે ચરતી રહે છે.
દિવસ આખો, ક્યારેક પાણીપુરી, ક્યારેક ચાટ, ક્યારેક પીઝા.
4. જાપાનમાં 5G સીમ પણ લોન્ચ કરી દીધા.
ચીન એ કાચનો પુલ બનાવી દીધો અને આપણા ભારતના યુવાનો
હજુ પણ ઝાડ ઉપર દિલ કોતરીને તેમાં તીર ઘુસાડીને લખી રહ્યા છે.
“ક્લુઆ લવ ચિંકી’.
5. સાળી : બનેવી ‘પ્રેમ’, લગ્ન પહેલા કરવો જોઈએ કે લગ્ન પછી?
બનેવી : ક્યારે પણ કરો, પરંતુ પત્નીને ખબર ન પડવી જોઈએ.
6. કુંડલી મેળવવી છે તો નણંદ-સાસુ અને વહુની મેળવો.
છોકરાને શું છે, ભગવાનની ઈચ્છા સમજીને ગુજરાન ચલાવી જ લઇએ છીએ.
7. બે ગાંડા ધાબા ઉપર સુઈ રહ્યા હતા, અચાનક વરસાદ થવા લાગ્યો.
પહેલો ગાંડો બોલ્યો : ચાલ અંદર જઈએ, આકાશમાં કાણું પડી ગયું છે.
એટલામાં વીજળીનો કડાકો થયો…
બીજો ગાંડો બોલ્યો : ચાલ સુઈ જા, લાગે છે કે વેલ્ડીંગ વાળા પણ આવી ગયા છે.
8. એક વ્યક્તિએ ખુબ દારુ પીધો.
દારુડીયો : જો મારા હાથમાં સરકાર હોત તો હું દેશનો નકશો બદલી નાખત.
દારૂડિયાની પત્ની : અરે પહેલા તારો પાયઝામો તો બદલ કરમ બળેલા,
સવારથી બેવડો બનીને મારી સલવાર પહેરીને ફરે છે.
9. ડોક્ટર : સારા આરોગ્ય માટે દરરોજ કસરત કરતા રહો.
સત્તુ : જી હું દરરોજ ક્રિકેટ અને ફૂટબોલ રમું છું.
ડોક્ટર : કેટલો સમય રમે છે?
સત્તુ : જ્યાં સુધી મોબાઈલની બેટરી ખલાસ નથી થઇ જતી.
10. એક સુંદર પતિ – પત્નીને કાળું બાળક થયું
પતિએ ગુસ્સામાં પૂછ્યું : તું રૂપાળી, હું રૂપાળો તો પછી બાળક કાળું કેમ થયું?
હોંશિયાર પત્ની : વ્હાલા તમે હોટ હતા, હું પણ હોટ થઇ ગઈ હતી,
બાળક દાઝી ગયું હશે.