મજેદાર જોક્સ : એક 6 વર્ષના બાળક પોતાની માંને કહે છે… દીકરો : માં, મારો નાનો ભાઈ ક્યારે આવશે?

0
11307

તણાવ આજકાલના લગભગ દરેક મનુષ્યની સમસ્યા બની ગયો છે. તેમજ મનુષ્યને ઘણી અલગ-અલગ પ્રકારની બીમારીઓ તણાવમાં રહેવાને કારણે જ થાય છે. અને જો આપણે ડોક્ટરોનું કહેવું માનીએ તો વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ રહેશે જયારે તે અંદરથી ખુશ રહેશે. અને આ કહેવત તો તમે સાંભળી જ હશે કે ‘લાફ્ટર ઈઝ ધ બેસ્ટ મેડિસિન’.

માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે થોડા એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર લોકોને ઘણા હસાવી રહ્યા છે. અને અમને વિશ્વાસ છે કે તમે પણ એને વાંચ્યા પછી હાસ્યા વગર રહી શકશો નહીં. તો મોડું શું કામ કરીએ? ચાલો શરુ કરીએ હસવા-હસાવવાનો આ સુંદર સિલસિલો.

જોક્સ : 1) એક સાચી લવ સ્ટોરી.

એક વાર એક મચ્છરને કુતરા સાથે પ્રેમ થઈ ગયો,

મચ્છરે કૂતરાને કિસ કરી,

અને એનાથી ભાવુક થઈને કૂતરાએ મચ્છરને પ્રેમથી બચકું ભર્યુ.

મચ્છર તો ત્યારે જ મરી ગયું અને કૂતરો ડેન્ગ્યુથી મરી ગયો.

બોધ : પ્રેમ હંમેશા ખતરનાક હોય છે.

જોક્સ : 2) એક મહિલા રાત્રે એકલી ક્યાંક જઈ રહી હતી,

એવામાં પાછળથી એક માણસ આવ્યો અને બોલ્યો,

તમને લિફ્ટ જોઈએ છે? તમારા ઘર સુધી છોડી દઉં?

મહિલા : નાલાયક ભાગી જા અહીંથી, નહીં તો માથું ફોડી નાખીસ તારું.

ત્રણ દિવસથી લિફ્ટ લઈને ઘરે જઈ રહી છું, પરંતુ હજુ સુધી ઘરે નથી પહોચી.

જોક્સ : 3) પતિ બાથરૂમમાં ગયો અને નાહ્યા પછી પત્નીને,

જાનું સાંભળે છે, જરા ટુવાલ આપજે ને.

પત્ની (બુમ પાડીને) : હંમેશા ટુવાલ વગર નહાવા જતા રહો છો? હવે હું ચા બનાવું કે ટુવાલ આપું.

તમે તો બનિયાન પણ ધોયા વગર જ નળ પર ટાંગી દો છો, એ પણ મારે જ ઉઠાવવી પડે છે. બાથરૂમમાં વાયપર પણ નથી ફેરવતા.

કાલે તો લાઈટ પણ ચાલુ રાખીને જતા રહ્યા હતા. અને ભીના ભીના બહાર નીકળો છો, તો આખા ઘરમાં પગલા પાડો છો એ અલગ. પછી એના પર ધૂળ જામશે તો બધું ગંદુ થઈ જશે.

અને એકવાર કામવાળી એના કારણે લપસી ગઈ હતી, તો એણે ત્રણ દિવસ સુધી રજા પાડી હતી. મારી શું ખરાબ હાલત થઈ હતી ત્યારે.

પતિ (મનમાં) : નાઈને ભૂલ કરી કે લગ્ન કરીને.

જોક્સ : 4) ફુવાજી (ભત્રીજાને): બેટા 12 મું ભણ્યા પછી શું કરીશ?

ભત્રીજો : બીટેક માટે ફોર્મ ભરવું છે, પછી જોઈએ શું થાય છે.

ફૂવાજી : જો રેન્ક સારા નહીં આવ્યા તો?

ભત્રીજો : તો પછી ક્યાંક સિમ્પલ ગ્રેજ્યુએશન કરીશ.

ફૂવાજી : સારું, માની લે 12 માં નાપાસ થયો તો?

ભત્રીજો : તો પછી એક સંબંધીનું મર્ડર કરીશ, એવું મારી કુંડળીમાં લખ્યું જ છે.

જોક્સ : 5) છોકરો (છોકરીને): ક્યાં છે?

છોકરી : અત્યારે તો મારા પપ્પાની બી.એમ.ડબ્લ્યુમાં બેસીને માર્કેટ જઈ રહી છું,

પછી શોપિંગ મોલ, અને પછી કપડાં અને દાગીના ખરીદવા. તું બોલ તું ક્યાં છે?

છોકરો : તું જે ટાટા મેજિકમાં બેઠી છે ને એમાં જ પાછળ લટકેલો છું.

ભાડું નઈ આપતી મેં આપી દીધું છે.

જોકસ : 6) એક કેદી બીજા કેદીને : તને પોલિસે કેમ પકડયો?

પહેલો કેદી : હું બેંક લુંટ્યા પછી ત્યાં જ બેસીને પૈસા ગણી રહ્યો હતો, એટલામાં પોલિસે પકડી લીધો.

બીજો કેદી : ડોફા ત્યાં જ પૈસા ગણવાની શી જરૂર હતી?

પહેલો કેદી : ત્યાં લખ્યું હતું કે કાઉંન્ટર છોડતા પહેલા પૈસા ગણી લેવા, પાછળથી બેંક જવાબદાર નહીં હોય.

જોક્સ : 7) એ સમયે તો જાણે પૃથ્વીએ ફરવાનું જ બંધ કરી દીધું,

જયારે એક છોકરીએ બેંક રીસેપ્શન પર પૂછ્યું, કે બેંક એકાઉન્ટમાં ડીપી કઈ રીતે બદલાવનું હોય છે?

જોક્સ : 8) એક 92 વર્ષના વૃદ્ધને એક એજન્ટે ફોન કર્યો,

સર, સ્ટેટ બેંક માંથી મ્યુચ્યુઅલ ફંડ લો, પાંચ વર્ષમાં ભાવ બમણા થઈ જશે.

વૃદ્ધ : બેટા હું ઉંમરના આ સ્ટેજ પર કે કેળા પણ કાચા નથી ખરીદતો.

જોક્સ : 9) એક વાત કહું.

મને ખબર નથી પડતી કે, ઈન્ટરનેટ ફ્રી છે કે આપણે લોકો.

જોક્સ : 10) સેલ્સમેન ઓફ ધ યર.

એક સેલ્સમેને ઘરની ઘંટડી વગાડી, તો એક 35-40 વર્ષની મહિલાએ દરવાજો ખોલ્યો.

સેલ્સમેન એમને જોઇને બોલ્યો : બેબી, મમ્મી નથી ઘરમાં? વોશિંગ પાઉડર વેચવા માટે આવ્યો હતો.

એ મહિલાએ 10 પેકેટ ખરીદી લીધા.

જોક્સ : 11) જયારે પ્લાસ્ટિકની થેલી પર મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો,

ત્યારબાદ એક વ્યક્તિ સવારે દૂધ લેવા લોટો લઈને નીકળ્યો જ હતો કે,

સ્વછતા અભિયાન વાળાએ એને પકડી લીધો,

સાલું, હવે માણસ કરે તો શું….

જોક્સ : 12) પતિ-પત્ની સાથે બેઠા હતા, અચાનક પતિએ પત્નીને કહ્યું,

પતિ : જાનું હું તારી પાસે માફી માંગવા ઈચ્છુ છું.

પત્ની : કેમ ડાર્લિંગ?

પતિ : જયારે હું તને પ્રેમ કરું છું, ત્યારે પડોશી વિષે વિચારું છું.

પત્ની : તમે મને દગો આપ્યો છે, હું જયારે પાડોશીને પ્રેમ કરું છું. ત્યારે હંમેશા તમારા વિષે જ વિચારું છું.

પતિ બેભાન….

જોક્સ : 13) એક 6 વર્ષનો છોકરો, પોતાની માંને કહે છે,

છોકરો : મમ્મી, મારો નાનો ભાઈ કયારે આવશે?

માં : જયારે ભગવાન ઈચ્છશે ત્યારે.

છોકરો : બધાના નાના ભાઈ છે પણ મારો જ નથી.

માં : તારા પપ્પા જયારે અમેરિકાથી આવશે ત્યારે એમને કહેજે.

છોકરો : એક કામ કરીએ મમ્મી, પપ્પાને એક સરપ્રાઈઝ આપીએ તો.

માં : શું?

છોકરો : મારો નાનો ભાઈ.

માં : ચૂપ થા અને જઈને ભણવા બેસી જા. તું પણ એમના માટે એક સરપ્રાઈઝ જ છે.

મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ જોક્સ પસંદ આવ્યા હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર જરૂર કરો.