મજેદાર જોક્સ : એક વખત દારુની દુકાન (બાર) માં એક છોકરી દારુ પી રહી હતી, છોકરો બિચારો ઘણી વારથી…..

0
1674

જો માણસના મનમાં નિરાશા પેસી હાય છે તો હિંમત અને જોશ પણ તેનો સાથ નથી આપી શકતા. અને જયારે માણસનું મન પ્રફુલ્લિત થાય છે, તો તેના મનમાં નત નવા વિચારના તરંગો ઉભા થાય છે. એનાથી તે ખુશી, ઉત્સાહ અને ઉમંગ ભરાવા લાગી જાય છે. આવી સ્થિતિમાં તે તમામ મુશ્કેલીનું સમાધાન કરી શકે છે. અને પ્રફુલ્લિત થવા માટે હસવું જરૂરી છે.

હાસ્ય વિષે એવું કહેવામાં આવે છે કે તેના વગર વ્યક્તિના જીવનમાં શૃંગાર અધુરો છે. તો આપણે આપણા જીવનને સુંદર બનાવવા માટે હંમેશા હસતા રહેવું જોઈએ. અને સાથે જ બીજાને પણ ખુશ રાખવા જોઈએ. સાચી રીતે જો જોવામાં આવે તો આપણું સાચું જીવન તે બે પળમાં હોય છે, જયારે આપણે ખુશ થઈને હસીએ છીએ.

તો તમે પણ જીવનને આનંદિત બનાવો, તમે પણ હસો અને તમારા મિત્રો અને સબંધીઓને પણ હસવાની તક આપો. જયારે પણ શક્ય હોય ત્યારે ખુલીને હસો. આ એક સસ્તી દવા છે. આજે અમે તમારા માટે થોડા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જેને વાંચીને તમારા મુખ પર હાસ્ય આવી જશે.

૧. સંતા એક દિવસ પોતાના પ્રેમની રજુઆત કરવા માટે પોતાને ગમતી છોકરીના ઘરે ગયો.

તે તેના માટે કમળનું ફૂલ લઇ ગયો, એ વિચારીને કે એને પ્રપોઝ કરીશ.

અને તેણે દરવાજો ખખડાવ્યો તો છોકરીની મમ્મીએ દરવાજો ખોલ્યો.

તે જોઇને સંતા મુંઝાયો. અને માત્ર એટલું જ કહી શક્યો.

‘આંટી, તમારો વોટ બીજેપીને જ આપજો.’

૨. એક દિવસ સમાચાર પત્રમાં જાહેરાત આવી કે તમારા જુના મોબાઈલ આપો અને નવો લો.

પપ્પુ એમાં જણાવેલા સરનામે ગયો પણ ત્યાં કોઈ દુકાન જ ન હતી.

એણે ત્યાં ઉભેલા 2 છોકરાઓને જાહેરાત વિષે પૂછ્યું,

તો છોકરાઓ પિસ્તોલ કાઢીને બોલ્યા,

જાહેરાત અમે જ આપી હતી, જુનો મોબાઈલ અમને આપો અને જઈને નવો લઇ લો.

૩. સંતાનો અકસ્માત થયો.

તે મૃત્યુની હાલતમાં પથારી ઉપર પડ્યો હતો,

લોકોએ પૂછ્યું.. કોઈ છેલ્લી ઈચ્છા?

સંતા : મારા મર્યા પછી સામે વાળા કુટુંબને જરૂર બોલાવજો,

લોકો : પણ કેમ?

સંતા : કેમ કે તેમના ઘરની મહિલાઓ મડદા સાથે બાથ ભરી ભરીને રડે છે.

૪. એક વાર એક આંધળો માણસ આર્મીમાં ભરતી થવા માટે ગયો.

મેજર : તું તો આંધળો છે, તું અમારા શું કામમાં આવીશ.

આંધળો : અંધાધુંધ ફાયરીંગ કરવા માટે.

૫. છોકરો છોકરીને પહેલી વખત ડેટ ઉપર લઈ જાય છે,

છોકરો : ડાર્લિંગ શું પીશો? બીયર?

છોકરી : નહિ હું નથી પીતી.

છોકરો : સારું તો કોલ્ડ ડ્રીંક મંગાઉં?

છોકરી માસુમિયતથી બોલી : નહિ, મારો કહેવાનો અર્થ હતો હું બીયર નથી પીતી, એટલે વ્હીસ્કી મંગાવો તો પી લઈશ.

૬. એક વખત દારુની દીકાન (બાર) માં એક છોકરી દારુ પી રહી હતી,

છોકરો બિચારો ઘણી વારથી એને જ જોઈ રહ્યો હતો, પછી એનાથી રહેવાયું નહિ એટલે બોલ્યો,

છોકરો : તું છોકરી થઈને દારુ પીવે છે?

છોકરીએ સરસ જવાબ : અરે તો શું ૨-૪ પેગ પીવા માટે જેન્ડર ચેઈન્જ કરાવી લઉં?

૭. ટીચર : બાળકો જણાવો ૧૮૬૯ માં શું થયું હતું?

બંટી : મહાત્મા ગાંધીનો જન્મ.

ટીચર : સરસ બેસી જાવ.

ટીચર પપ્પુને : ૧૮૭૨ માં શું થયું?

પપ્પુ : ગાંધીજી ૩ વર્ષના થઇ ગયા. હવે હું બેસું છું.

પપ્પુ હવે એ સ્કુલની બહાર કુલ્ફી વેચે છે.

૮. એક છોકરીએ પોતાના પ્રેમીને કહ્યું : જો હું લગ્ન પહેલા માં બની ગઈ, તો હું આત્મહત્યા કરી લઈશ.

એટલે પ્રેમી ખુશ થઈને બોલ્યો : શાબાસ મારી પ્રેમિકાઓ આવી જ હોવી જોઈએ. મને ગર્વ છે તારા પર.

૯. બનીયાની દીકરી બનીઠનીને બહાર જાય છે,

બનીયા : લાગે છે આપણી દીકરીનું કોઈ છોકરા સાથે લફડું છે.

પત્ની : કેમ?

બનીયા : આજકાલ પોકેટ મની પણ નથી માંગતી.

પત્ની : હે ભગવાન તેનો અર્થ છોકરો બનીયો નથી.