જોક્સ : એક વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો, તેણે ટીટીને કહ્યું, મને સવારે 5 વાગ્યે બેંગ્લોરમાં ઉઠાડી દેજો…

0
2950

મિત્રો આજકાલ કોઈને હસાવવું સૌથી મુશ્કેલ કામ ગણાય છે. અને કોઈ પણ વ્યકિતને દુ:ખ આપવું તો સરળ છે, પરંતુ તેને ખુશી આપવી મુશ્કેલ બની જાય છે. એટલે જ આજકાલ કોમેડિયનને ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ઘણા જોક્સ એવા હોય છે, જે આપણને હસવા માટે મજબુર કરી દે છે.

અને મિત્રો એક તણાવમાં રહેલા અને કંટાળેલા માણસ માટે જોક્સની અસર કોઈ દવાથી ઓછી નથી હોતી. જે લોકો દુ:ખી કે પછી બીમાર હોય છે, તે લોકો માટે પણ જોક્સ કોઈ દવા જેવું કામ કરે છે. આજે અમે તમને થોડા એવા જ જોરદાર જોક્સ વંચાવવા જઈ રહ્યા છીએ, જે સોસીયલ મીડિયા ઉપર ઘણો ટ્રેન્ડીંગ છે. અમે દાવો કરીએ છીએ કે આ જોક્સ વાંચીને તમે તમારૂ હસવાનું રોકી નહિ શકો. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની રીત.

1. પત્ની ક્યારની પોતાના પતિની રાહ જોઈ રહી હતી.

ડોરબેલ અને એણે જેવો જ દરવાજો ખોલ્યો કે,

પતિ : આ લો વેલેન્ટાઇનના ફૂલ.

પત્ની : આ શું લાવ્યા છો? સફેદ ગુલાબ??

પહેલા તો વેલેન્ટાઇનના દિવસે લાલ ગુલાબ આપતા હતા.

પતિ : અરે ગાંડી હવે પ્રેમની ઓછી અને શાંતિની વધુ જરૂર છે.

2. ડોક્ટર (બેભાન દર્દીને જોઇને) : આ તો મરી ગયો છે.

દર્દી (હોંશમાં આવીને) : હું તો જીવતો છું.

દર્દીની પત્ની (બીમાર પતીને) : કંઈક તો સમજી વિચારીને બોલતા હો,

ખોટું બોલશો શું?

3. પપ્પુની નોકરી જતી રહી.

તે રોજ પોતાના બોસના ઘરની બહાર જાજરૂ કરી આવતો.

બોસ : આ શું ગાંડાવેળા કરે છે?

પપ્પુ : હું તમને એ દેખાડવા માગું છું, કે ભૂખે નથી મરી રહ્યો.

4. એક ગામના તમામ લોકો ગામમાં વીજળી આવવાની છે એ જાણીને ખુશ હતા, અને ખુશીથી નાચી રહ્યા હતા.

તે ગામના એક માણસે જોયું કે કુતરો પણ તેમની સાથે નાચી રહ્યો છે.

માણસએ કુતરાને જઈને પૂછ્યું : અરે ભાઈ અમે તો ખુશ છીએ એટલા માટે નાચીએ છીએ. પરંતુ તું કેમ નાચી રહ્યો છે?

કુતરો : અરે ગાંડા, ગામમાં વીજળી આવશે તો થાંભલા પણ આવશેને…

5. એક ડોસો એક ડોશીના ઘરમાં જોઈ રહ્યો હતો.

અને ડોશી તેને જોઇને ગાળો આપવા લાગી.

એક છોકરાએ આ જોઇને તેને પૂછ્યું કે શું થયું?

ડોસો બોલ્યો : કાંઈ નહિ દીકરા, જુનું કેલેન્ડર છે, હવામાં ફડફડી રહ્યું છે.

6. કંજુસ છોકરી દુકાનવાળાને,

એવો સાબુ આપો, જે ઓછો ઘસાય અને ન્હાયા પછી ચહેરા ઉપર લાલી લાવે.

દુકાનદાર એના નોકરને : છોટુ આ મેડમને એક ઈંટનો ટુકડો આપી દે.

7. ડોક્ટર : તમારી બીમારીનું સાચું કારણ મારી સમજમાં નથી આવી રહ્યું,

બની શકે છે દારુ પીવાને કારણે જ આમ થઇ રહ્યું હોય?

દર્દી : કોઈ વાંધો નહિ ડોક્ટર સાહેબ, જયારે તમારી ઉતરી જાય ત્યારે હું તપાસ માટે ફરી આવીશ.

8. પત્ની : પ્લીઝ મારા તરફ મોઢું કરીને સુઈ જાવને, મને ડર લાગી રહ્યો છે.

પતિ : તને બસ પોતાની જ ચિંતા છે. પછી હું ભલેને હું ડરી ડરીને મરી જાઉં તને એની ચિંતા નથી.

9. પતિ : જાનું , તારી આ લહેરાતી ઝુલ્ફોને જરા વ્યવસ્થિત કરી લે.

પત્ની (શરમાતા) : શું તમે પણ….

પતિ : માં કસમ, જો બીજી વખત ખાવામાં વાળ આવ્યો તો સજની માંથી ગજની બનાવી દઈશ.

10. સોનુંને હાથ વડે ચાલીને ઘરમાં જતો જોઇને તેના પપ્પાએ એને પૂછ્યું…

પપ્પા : નાલાયક, આ શું કરી રહ્યો છે?

સોનું : તમારી આજ્ઞાનું પાલન કરી રહ્યો છું પપ્પા.

તમે જ તો કહ્યું હતું ને કે જો નાપાસ થઇ ગયો તો ઘરમાં પગ ન મુકતો…

11. સંતા : પહેલવાનને, તું એક વખતમાં કેટલા માણસને ઉઠાડી શકે છે?

પહેલવાન : 5 ને.

સંતા : બસ.. મારા ભાઈ તારાથી સારી તો મારી મરઘી છે, એ રોજ સવારે આખી સોસાયટીને ઉઠાડી દે છે.

12. પપ્પુ કેળાને છોલ્યા વગર જ ખાઈ રહ્યો હતો.

કોઈએ કહ્યું : તેને છોલી તો લે.

પપ્પુ : છોલવાની શું જરૂર છે? મને ખબર છે આમાં કેળું જ છે.

13. સંતા જંગલ માંથી પસાર થઇ રહ્યો હતો.

સામે ઝાડ ઉપર લટકતા સાંપને જોઇને અટકી ગયો.

અને સાંપને પકડીને બોલ્યો.

માત્ર લટકવાથી કાંઈ નહિ થાય

ઘરે જઈને મમ્મીને કે કોમ્પ્લેન પીવરાવે.

14. એક સાસુ પોતાની વહુથી દુ:ખી હતી, કેમ કે તે કોઈ કામ કરતી ન હતી.

એક દિવસ સાસુએ પોતાના દીકરા સાથે મળીને સલાહ આપી કે,

કાલે સવારે ઘરમાં ઝાડું લગાવીશ અને તું મને ટોક જે કે લાવો માં હું કરી આપું છું,

આવી રીતે વહુને કાંઈક તો શરમ આવશે.

સવારે જેવી જ માં ઝાડુ લગાવવા લાગી.

દીકરો : લાવો માં હું કરી આપું.

વહુ : અરે, તેમાં ઝગડો કરવાની શું વાત છે,

એક દીવસ માં લગાવશે અને એક દિવસ તમે લગાવી લેજો.

15. એક વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો,

વ્યક્તિ ટીટીને : મને સવારે 5 વાગ્યે બેંગ્લોર સ્ટેશન આવે એટલે ઉઠાડી દેજો,

જો હું ન જાગું તો બળજબરીથી ઉતારી દેજો.

પણ એ વ્યક્તિ સવારે ૯ વાગ્યે ઉઠ્યો. અને ટીટીને ઘણી ગાળો આપવા લાગ્યો.

પણ ટીટી ચુપ હતો.

લોકોએ ટીટીને કહ્યું : તે આટલી ગાળો આપી રહ્યો છે અને તમે ચુપચાપ સાંભળી રહ્યા છો?

ટીટી : હું એ વિચારી રહ્યો છું, કે સવારે 5 વાગ્યે જે માણસને મેં બળજબરીથી ઉતારી દીધો છે. તે કેટલી ગાળો આપી રહ્યો હશે.