મિત્રો એ વાતમાં કોઈ શંકા નથી કે, આજના સોશિયલ મીડિયાના જમાનામાં સૌથી વધારે ચાલતી વસ્તુ કોઈ હોય તો એ છે જોક્સ અને મિમ્સ. લોકો આ જોક્સને વાંચવાનું અને એને શેયર કરવાનું પણ ઘણું પસંદ કરે છે. જયારે તે કોઈ જોક્સને વાંચે છે તો પેટ પકડી હસે છે. અમે પણ એ ઈચ્છીએ છીએ કે તમે પણ એવા જોક્સ વાંચીને હસો.
અને જોક્સ વાંચવાથી તમારૂ માઈન્ડ ફ્રેશ થાય છે અને તમારો મૂડ પણ સારો થઈ જાય છે. જયારે તમે જોક્સ વાંચો છો ત્યારે થોડા સમય માટે તમે તમારા જીવનનું બધું ટેંશન ભૂલી જાવ છો, અને આ જોક્સની દુનિયામાં ખોવાય જાવ છો. આ જોક્સ તમને ટેંશન ફ્રી રાખવાનું કામ કરે છે.
આપણા માનવ શરીરમાં ઘણી બધી બીમારીઓ ટેંશન લેવાને કારણે જ થાય છે. એથી વિરુદ્ધ જો તમે જીવનમાં હસતા રહો અને દરેક સમયે ખુશ રહો તો એની તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થાય છે. એ જ કારણ છે કે ડોક્ટર પોતાના દર્દીઓને ઓછું ટેંશન લેવાનું અને ખુશ રહેવાનું કહે છે.
તો આ બધી વાતોને ધ્યાનમાં રાખીને, આજે અમે તમારા માટે થોડા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ. આ જોક્સની ખાસ વાત એ છે કે એને દરેક જણા વાંચીને એનો આનંદ માણી શકે છે. તો ચાલો મોડું કર્યા વગર આ મજેદાર જોક્સ વાંચીને જોક્સની દુનિયામાં ખોવાઈ જઈએ.
જોક્સ : 1
કોલેજમાં પહેલા દિવસે એક છોકરો બાજુમાં બેસેલી છોકરીને પૂછે છે,
તારું નામ શું છે?
છોકરી : સાઈલેંટ લેડી.
છોકરો : આ કેવું નામ છે?
છોકરી (શરમાઈને) : શાંતિ બાઈ.
જોક્સ : 2
પપ્પુએ એકવાર ભગવાનને પૂછ્યું કે, તમારા માટે કરોડો વર્ષ કેટલા થાય?
ભગવાન : એક સેકન્ડ બરાબર.
પપ્પુ : અને કરોડો રૂપિયા?
ભગવાન : ફૂટી કોડી બરાબર.
પપ્પુ : તો શું, તમે મને એક ફૂટી કોડી આપી શકો?
ભગવાન : કેમ નહીં, ઉભો રહે એક સેકન્ડ.
જોક્સ : 3
મમ્મી : બેટા જરા પપ્પાને બોલાવજે.
બાળક (પપ્પાને) : ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ.
પપ્પા : જય માતા દી.
જોક્સ : 4
એકવાર નરેન્દ્ર અને રાહુલ રણમાં રસ્તો ભટકી ગયા,
બંને ભૂખ્યા તરસ્યા હતા, એવામાં એમણે એક મસ્જિદ જોઈ.
રાહુલે નરેન્દ્રને કહ્યું ચાલો મસ્જિદમાં જઈએ.
હું પોતાનું નામ અહેમદ બોલીશ અને તમે રહેમાન બોલજો તો ત્યાં ખાવા પીવાનું મળી જશે.
નરેન્દ્ર : ના, હું મારુ નામ નહીં બદલુ, હું હિંદુ છું અને સદા હિંદુ જ રહીશ.
બંને મસ્જિદમાં ગયા, મૌલવીએ પૂછ્યું તમે લોકો અહીં નવા લાગો છો, કોણ છો તમે?
નરેન્દ્ર : હું નરેન્દ્ર છું.
રાહુલ : હું અહેમદ છું.
મૌલવીજીએ કહ્યું, નરેન્દ્ર ભાઈને પાણી આપો અને કંઈક ખાવા પણ આપો.
અને અહેમદ મિયાં રમઝાન મુબારક.
(પપ્પુ હંમેશા પપ્પુ જ રહેશે.)
જોક્સ : 5
એક અમદાવાદીએ હિન્દી ભાષી મહિલા સાથે લગ્ન કર્યા,
લગ્નની એનીવર્સરી પર એણે પત્નીને ગુલાબ આપતા કહ્યું,
હેપ્પી મેરેજ એનીવર્સરી.
પત્ની : યહ નહીં મુજે કોઈ સોને કી ચીજ ચાહિયે.
અમદાવાદી પતિ : ઓહ, યે લો તકિયા આરામ સે સો જાઓ.
જોક્સ : 6
આપણે ત્યાં અમુક જણા એવા છે જેણે બેંકમાં સ્લીપ ભરવામાંય ઓલા બંધુકવાળા સિક્યુરીટીની સલાહ લેવી પડે, ને એ લોકો પાછા facbook & whatsapp માં લખે કે,
“ઘટે તો જિંદગી ઘટે…બાકી કાંઈ નો ઘટે”
ડોફા તારે ભણતર ઘટે.
જોક્સ : 7
પત્ની : તમે મને કયારેય છોડો નહિ ને?
પતિ : ના રે… તમે શું કામ છોડું?
પત્ની : હું જાડી થઇ જઇશ તો પણ?
પતિ : નહિ છોડું.
પત્ની : હું ગાંડી થઇ જઇશ તો પણ?
પતિ : છોડી છે હજુ? વાત કરે છે.
જોક્સ : 8
ચિંકી મોંઘી કારમાં બેઠી હતી, ત્યારે એક ભિખારી ત્યાં આવ્યો.
બોલ્યો : મેડમ ૧૦ રૂપિયા આપોને કંઈ ખાધું નથી.
આ સાંભળી ચિંકીએ તેને પૈસા આપી દીધા.
જયારે ભિખારી આગળ જવા લાગ્યો તો ચિંકીએ તેને રોક્યો,
અને કહ્યું બાબા આશીર્વાદ તો આપતા જાવ.
ભિખારી : જાડી, BMW માં તો બેઠી છો હવે શું રોકેટમાં બેસીશ.