મજેદાર જોક્સ : પત્ની એના પતી માટે એક જ રંગના 12 અંડરવેયર લે છે, પતી- જાનું એક જ રંગના આટલા બધા અંડરવેયર કેમ લીધા?

0
13038

આ ભાગ દોડ વાળા જીવનમાં લોકો જાણે હસવાનું જ ભૂલી ગયા છે. પણ જો આપણે આપણું ટેન્સન થોડા સમય માટે દુર કરવું હોય તો હસવું જરૂરી બની જાય છે. એટલા માટે અમે તમારા માટે થોડા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ. જે તમને હસાવશે જેથી તમે થોડા સમય માટે પોતાનું ટેન્સન ભૂલી જીવનની મજા માણી શકશો.

જોકસ : ૧

એક દિવસ રઘુ ઓફિસેથી જેવો જ ઘરે આવ્યો કે તેની પત્ની ગીત ગાવા લાગી.

પત્ની (રઘુને) : દિલ બહલતા હૈ મેરા, આપ કે આજાને સે….

રઘુ (ઉત્સુકતાથી) : શું વાત છે જાનું, આજે આટલો બધો પ્રેમ આવી રહ્યો છે મારા ઉપર.

પત્ની : ખાસ વાત એ છે કે આજે પહેલી તારીખ છે ને,

એટલે તમને ઓફિસમાંથી આજે પગાર મળ્યો હશે.

(આ વાત સાંભળ્યા પછી બિચારો રઘુ હજુ સુધી આઘાતમાં છે)

જોકસ : ૨

ભારતનું એક સત્ય.

ભારત દેશમાં બાળકો બોર્નવીટાથી,

મહિલાઓ ફેયર એન્ડ લવલીથી,

અને પુરુષો રજનીગંધાથી સફળ થાય છે,

બાકી ડીગ્રી-બીગ્રી બધું મોહમાયા છે.

જોકસ : ૩

હંમેશા છોકરીઓનું હસવું એટલું મુંઝવી દે છે કે,

આખો દિવસ સમજમાં નથી આવતું કે,

હસીને જોઈ રહી હતી કે આપણને જોઈને હસી રહી હતી.

જોકસ : ૪

એક વખત ગટુ નામનો કસાઈ એક બકરાને ક્યાંક લઈ જઈ રહ્યો હતો,

રસ્તામાં ગોલુ નામના એક છોકરાએ પૂછ્યું, આ બતમારો કરો આટલી બુમો કેમ પાડી રહ્યો છે?

ગટુ : હું તેને કાપવા માટે લઈ જઈ રહ્યો છું, એટલા માટે તે બુમો પાડી રહ્યો છે,

ગોલુ : સારું, મને એવું લાગ્યું કે તમે તેને સ્કુલ લઈ જઈ રહ્યા હશો.

જોકસ :  ૫

છોકરી : weekend ચાલી રહ્યું છે, તો તું શું કરે છે?

છોકરો : IT Return યાર,

છોકરી : Wow, પણ મેં તો એનો પહેલો ભાગ પણ નથી જોયો.

ક્યારે આવ્યું આ મુવી ? આપણે ક્યારે જશું આ મુવી જોવા?

છોકરો : શું મગજનું દહીં કરી રહી છો? માર્ચ એન્ડીંગ ચાલી રહી છે,

અહિયાં મારા મગજની વાટ લાગેલી છે, ટાર્ગેટ પૂરો કરવાનો છે.

મારું મગજ ફાટે એ પહેલા, તું અત્યારે ને અત્યારે રીટર્ન તારા ઘરે નિકળ.

જોકસ : ૬

એક દિવસ ચપ્પુ નામનો એક હાથી લાકડાનો બનેલો પુલ પાર કરી રહ્યો હતો, અને તેની ઉપર એક ઉંદર પણ બેઠો હતો.

જેવો જ ચપ્પુ હાથી પુલના અડધે રસ્તે પહોચ્યો, પુલ ઝોલા ખાવા લાગ્યો.

ઉંદર (ચપ્પુ હાથી સાથે) : પુલની પેલે પાર નીકળી જઈશ કે પછી હું નીચે ઉતરું?

જોકસ : ૭

લીંબુ નિચવવાની અદ્દભુત શક્તિ જે ટ્રેનમાં મસાલા-દાળ વેચવા વાળામાં હોય છે, તે તો મોંઘામાં મોંઘા મશીનમાં પણ નથી હોતી.

એ જાદુગર ખલાસ થયેલા લીંબુ માંથી પણ ચાર પ્લેટ બનાવી જ નાખે છે.

શેરડી વાળા તો તેનાથી પણ કમાલના છે.

રસ કાઢતી વખતે જ્યાં સુધી શેરડીનો આત્મા પોતે ન કહી દે, કે ‘મને છોડી દો માલિક, આગળના જન્મમાં શેરડી નહિ બનું.’ ત્યાં સુધી નથી છોડતા.

અને ભુટ્ટા વાળા લીંબુના પાર્થિવ શરીરમાંથી ૧૦૦ ભુટ્ટા મીઠું લગાવીને તો આપે જ છે,

એક એવોર્ડ આમને પણ આપવો જોઈએ.

જોકસ : ૮

ભાભીજી રાત્રે આકાશના તારા તરફ જોઈને બોલી,

એ જી બતાવો જોઈએ, કઈ વસ્તુ છે જે તમે રોજ જોઈ તો શકો છો,

પરંતુ તોડી નથી શકતા?

ભાઈ : હું કહી ના શકું.

ભાભીજી : જાનું પ્લીઝ બોલોને તમને મારા સમ.

ભાઈ : તારું મોઢું.

જોકસ : ૯

દુ:ખી માણસ પોતાના ગુરુ પાસે ગયો અને પૂછ્યું :

ગુરુદેવ, મારી ભૂલ કેવી રીતે ઓળખું?

ગુરુ : ઘણું સરળ છે, તારી પત્નીની એક ભૂલ તેને બતાવ,

તે તારી, તારા આખા કુટુંબની, અને

તમામ મિત્રોની ભૂલ ગણાવી આપશે.

જોકસ : ૧૦

પત્ની : લાગે છે હવે હું નહિ બચું, મરી જઈશ.

પતી : લાગે છે કે હું પણ મરી જઈશ,

પત્ની : તમે કેમ મરી જશો?

પતી : આટલી ખુશી મારાથી સહન નહિ થાય.

પત્નીની જગ્યાએ હવે પતિ પથારી ઉપર છે.

જોકસ : ૧૧

૯૦% થી વધુ વોટ્સએપ ગ્રુપ બંધ થઈ જશે,

જો સરકાર જણાવી દે કે..

એડમીન બનવા માટે ઈંગ્લીશ

આવડવું ફરજીયાત છે.

જોકસ : ૧૨

પત્ની પોતાના પતી માટે એક જ રંગના 12 અંડરવેયર લે છે.

પતી : જાનું તે એક જ રંગના આટલા બધા અંડરવેયર કેમ લીધા?

લોકો વિચારશે કે હું ક્યારેય અંડરવેયર નથી બદલતો.

પત્નીએ પૂછ્યું : કોણ લોકો?

ત્યારબાદ સન્નાટો છવાઈ ગયો.

જોકસ : ૧૩

પત્ની સુઈ રહી હતી અને તેના પગ ઉપર એક નાગણ વીંટળાઈને બેઠી હતી,

પતી ધીમેથી બોલ્યો કરડી લે, કરડી લે.

નાગણ બોલી સાહેબ, ચરણ સ્પર્શ કરવા આવી છું, ગુરુ છે અમારી.