હવે ૫૦૦૦ રૂપિયામાં મળતા ગેસ સ્ટવ ખરીદો અડધાથી પણ ઓછી કિંમતમાં. જાણો ક્યાંથી મળશે

0
10004

દરેક ગૃહિણી માટે ઘર ચલાવવા માટેની અત્યંત જરૂરી વસ્તુઓ માંથી એક છે ગેસ સ્ટવ. એના વગર તે તમને ગરમા ગરમ ખાવાનું કેવી રીતે પીરસી શકે. પણ આજકાલ મોંઘવારી એટલી છે કે તેના ભાવ પણ વધી ગયા છે. પણ અમે એમ કહીએ કે તમે ગેસ સ્ટવને એકદમ સસ્તા ભાવમાં ખરીદી શકો છો. તો તમને પણ એના વિષે જાણવાની ઉત્સુકતા થશે. તો આવો તમારી એ ઉત્સુકતાને શાંત કરી દઈએ.

મિત્રો આજે અમે તમને આ લેખના માધ્યમથી ગેસ્ટ સ્ટવના હોલસેલ બજારમાં લઇ જવાના છીએ. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે, તમે બજારમાં મળતા ગેસ સ્ટોવ એમની કિંમત 1000, 2000, 5000 હોય છે, એવા ગેસ સ્ટવ ખરીદો છો તે હોલસેલમાં તમને તેની કિંમત અડધી કરતા પણ ઓછામાં મળે છે. એટલે કે તમે જો એનો બિઝનેસ શરુ કરવા માંગતા હોવ તો તમને આમાં 50 ટકાથી વધારે નફો સરળતાથી મળી રહેશે.

તો વાચક મિત્રો આજે અમે તમને જણાવીશું દિલ્હીના સદર બજારમાં મળતા ગેસ સ્ટવની હોલસેલ કિંમત વિષે. આથી જો તમે એનો બિઝનેસ શરુ કરવા માંગતા હોવ, તો તમને એ બધાની કિંમતની જાણકારી મળી જશે. તમે ત્યાંથી ખુબ ઓછી કિંમતે હોલસેલ અને રિટેલ કિંમતે ગેસ સ્ટવ ખરીદી શકો છો. ત્યાં તમને કેટલીક દુકાનોમાં એમના પોતાના બનાવેલ ગેસ સ્ટોવ પણ જોવા મળશે. અને પોતાનું ઉત્પાદન હોવાના કારણે તે તમને ઓછી કિંમતમાં આપી શકે છે.

હવે મિત્રો તમે ત્યાં જશો તો તમને સિંગલ સ્ટોવ માત્ર 200 રૂપિયામાં મળી જશે. અને આ સિંગલ સ્ટવને તમે 450-500 રૂપિયામાં સરળતાથી વેચી શકો છો. તમે જો સારી કોલિટીના લેશો તો તે તમને 350 રૂપિયામાં સરળતાથી મળી જાય છે. હમણાં ગ્લાસ વાળા સ્ટોવ માર્કેટમાં ખુબ જોવા મળે છે, જો તમને સિંગલ સ્ટોવમાં ગ્લાસ વાળા જોઈએ તો 800 થી 900 માં મળી જશે.

દિલ્લીના આ માર્કેટમાં તમને દરેક પ્રકારના ગેસ સ્ટવ સરળતાથી મળી જશે. બે ગેસ બર્નર વાળા સ્ટવ જે સ્ટીલના હોય છે, તે તમને 800 થી 900 રૂપિયામાં ISI માર્ક વાળા મળી જશે. અને તમે જો ISI માર્ક વાળા ગેસ સ્ટવ ખરીદો છો એમાં તમને એક વર્ષની ગેરેન્ટી પણ મળી રહેશે. અને જો તમારે હલકી કોલિટીના લેવા છે, તો આ માર્કેટમાં તમને ડબલ બર્નર વાળા ગેસ સ્ટવ 450 થી 600 રૂપિયા સુધીમાં મળી રહેશે. અને ગ્લાસ વાળી સ્ટાઈલમાં તમને 1200 થી 1600 રૂપિયામાં ડબલ બર્નર વાળા ગેસ સ્ટવ મળી રહેશે.

તેમજ આ માર્કેટમાં તમને ત્રણ બર્નર વાળા ગેસ સ્ટવ ગ્લાસ વાળા 1800 થી 2100 રૂપિયા સુધીમાં મળી રહેશે. અને આવા ગેસ સ્ટવ તમે સરળતાથી 4000 થી 4500 રૂપિયામાં વેચી શકો છો. ગ્લાસમાં તમને ઓછી કિંમતમાં પ્રિન્ટ વિના કાળા કલરના ગેસ સ્ટવ મળશે અને થોડી વધુ કિંમતમાં પ્રિન્ટ વાળા મળશે. સ્ટીલમાં ત્રણ બર્નર વાળા ગેસ સ્ટવ 1600 રૂપિયા સુધીમાં મળી રહેશે.

હવે વારો આવે છે ચાર બર્નર વાળા ગેસ સ્ટવનો. તો તમને ગ્લાસ વાળા ડીઝાઇન વગરના ગેસ સ્ટવ 2200 રૂપિયા સુધીમાં મળી જશે. અને પ્રિન્ટ વાળા ગેસ સ્ટવ 2400 રૂપિયા સુધીમાં મળી જશે. ચાર બર્નર વાળા ગેસ સ્ટવમાં જો તમે સ્ટીલનો સ્ટવ લેવા માંગો તો 2000 રૂપિયા સુધીમાં મળી રહેશે. તેમજ આ માર્કેટમાં તમને ઓછી કિંમતમાં ગેસ સ્ટવનો બીજો સામાન પણ હોલસેલમાં અને ઘણી ઓછી કિંમતમાં સરળતાથી મળી રહેશે.

વિડિયો :