ભૂલથી પણ આ રીતે ગાયત્રી મંત્રનો જાપ કરવો નહિ, જાણો એની ૭ ખાસ વાતો.

0
6059

ગાયત્રી મંત્ર ઘણો જ પવિત્ર અને ચમત્કારિક મંત્ર છે. એને વેદોમાં ઘણું ચમત્કારિક અને ફાયદાકારક જણાવવામાં આવ્યું છે. આમ તો સામાન્ય રીતે ગાયત્રી મંત્રનો જાપ ઉપનયન (જનોઈ કે ઉપવીત સંસ્કાર) સંસ્કાર પછી કરવામાં આવે છે. અને આ મંત્ર વિષે ૭ એવી વાતો છે જે કદાચ તમે નહિ જાણતા હોવ. આજે અમે તમને આ મંત્ર સાથે જોડાયેલી થોડી વાતો જણાવીશું.

દરેક વ્યક્તિએ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ :

આપણા વેદો ચાર છે. અને આ ચારેય વેદોમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ ગાયત્રી મંત્રના ઋષિ વિશ્વામિત્ર છે, અને એના દેવતા સવિતા છે. ગાયત્રી મંત્ર વિષે એવું માનવામાં આવે છે, કે આ મંત્રમાં એટલી શક્તિ છે કે, જો નિયમિત રીતે ત્રણ વાર આ મંત્રનો જાપ કરવામાં આવે, તો વ્યક્તિની આસ-પાસ નકારાત્મક શક્તિઓ એટલે કે ભૂત-પ્રેત અને ઉપરી બાધાઓ નથી ભટકતા.

ગાયત્રી મંત્ર કહે છે, “એ પ્રાણ સ્વરૂપ, દુઃખ નાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતઃકરણમાં ધારણ કરીએ. એ પરમાત્મા અમારી બુદ્ધિને સારા માંર્ગમાં પ્રેરિત કરો.” મિત્રો આ મંત્રના જાપથી વ્યક્તિની બૌધિક ક્ષમતા અને સ્મરણ શક્તિ વધે છે. તેમજ એનાથી વ્યક્તિનું તેજ પણ વધે છે, અને સાથે જ દુઃખોથી છુટવાનો રસ્તો પણ મળે છે.

હવે આ મંત્રનો જાપ કરવાનો સમય જણાવી દઈએ. ગાયત્રી મંત્રનો જાપ તમે સૂર્યોદયના બે કલાક પહેલાથી લઈને સુર્યાસ્તના એક કલાક પછી સુધી કરી શકો છો. અને ગાયત્રી મંત્રનો મૌન માનસિક જાપ તમે ક્યારેય પણ કરી શકો છો. પણ ધ્યાન રહે કે રાત્રે આ મંત્રનો જાપ કરવો જોઈએ નહી. એના વિષે એવું માનવામાં આવે છે કે રાત્રે ગાયત્રી મંત્રનો જાપ કરવો લાભકારી નથી હોતો.

આ પવિત્ર ગાયત્રી મંત્રમાં કુલ ૨૪ અક્ષર છે. આ ૨૪ અક્ષર ૨૪ શક્તિઓ-સિદ્ધિઓના પ્રતિક છે. આ કારણે ઋષીઓએ ગાયત્રી મંત્રને ભૌતિક જગતમાં બધી મનોકામનાઓને પૂરી કરવાં વાળો જણાવ્યો છે. જે વ્યક્તિએ આર્થિક બાબતોથી પરેશા છે તો તેઓ ગાયત્રી મંત્રની સાથે ‘શ્રીં’ ની અંજલિ(સંપુટ) લગાવી જાપ કરે. એનાથી આર્થિક અડચણો દૂર થાય છે.

મિત્રો જણાવતાં જઈએ લે વિદ્યાર્થીઓ માટે આ મંત્ર ઘણો જ ફાયદાકારક છે. અને એના વિષે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ગાયત્રી મંત્ર સદબુદ્ધિનો મંત્ર છે, માટે આ મંત્રને મુકુટમણિ કહેવામાં આવ્યો છે. રોજ નિયમિત રીતે 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરવાથી આપણી બુદ્ધિ તેજ થાય છે, અને કોઈ પણ વિષયને લાંબા સમય સુધી યાદ રાખવાની ક્ષમતા વધે છે. આ મંત્ર વ્યક્તિની બુદ્ધિ અને વિવેકને નિખારવાનું કામ પણ કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.