ઘરમાં થઇ રહી છે પૈસાની તંગી, તો સૌથી પહેલા દુર કરો આ વસ્તુ, થવા લાગશે ધન વર્ષા

0
2249

લોકોએ પોતાના જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એ કારણે લોકો ઘણા દુ:ખી થઇ જાય છે. તેઓ મૂંઝવણ અનુભવે છે, અને આ તકલીફો માંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય એના ઉપાય શોધે છે. દરેક માણસને ધન મેળવવાની ઈચ્છા તો હોય જ છે. ધન લોકોની ભૌતિક જરૂરિયાતને તો પૂરી કરે જ છે, અને તેને સમાજમાં માન-સન્માન પણ અપાવે છે. અને વર્તમાન સમયમાં આ વાત સાચી પડી રહી છે.

દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુ:ખ તો આવતા જ રહે છે. ઘણી વખત એવું બને છે કે, વ્યક્તિના દુ:ખના સમયમાં જયારે તેને આર્થિક સંકટ ઘેરી લે છે, તો તે ઘણો વધુ દુ:ખી થાય છે. ઘણી વખત આવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો માણસ માટે મુશ્કેલ બની જાય છે. કારણ કે આજના જમાનામાં માણસના જીવનમાં ધનનું સૌથી વધુ મહત્વ હોય છે.

અને આ કળીયુગમાં તો તમે ધન વગર તમારા સગા-સંબંધી માટે પણ પારકા થઇ જાવ છો. એટલા માટે દુનિયામાં ધન કમાવા માટે વ્યક્તિ બધું જ કરવા માટે તૈયાર થઇ જાય છે. ધન દરેકના જીવનમાં નિર્વાહ કરવા માટે સૌથી જરૂરી સાધન હોય છે. દરેક ધન કમાય પણ છે, પરંતુ માત્ર પોતાની રોજની જરૂરિયાત પૂરી કરવા માટે. જો તે રોજની જરૂરિયાત ઉપરાંત જો તમે થોડા બીજા સપના પુરા કરવા માંગે, તો એને વધારે ધનની જરૂર પડે છે. જે વ્યક્તિ માટે ઘણું અઘરું થઈ જાય છે.

મિત્રો વાસ્તુ શાસ્ત્ર ઘર, ભવન અથવા મંદિર નિર્માણ કરવાનું પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે, જેને આધુનિક સમયના વિજ્ઞાન આર્કીટેક્ચરનું પ્રાચીન સ્વરૂપ માનવામાં આવી શકાય છે. અને જો વાસ્તુ શાસ્ત્રનું માનીએ તો ધન સંબંધી તકલીફોના કારણો હંમેશા તમારા ઘરમાં જ રહેલા હોય છે, જેને તમે હંમેશા ધ્યાન બહાર કરતા હોઈએ છીએ.

જો તમે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા થોડા સામાન્ય ઉપાય અજમાવો, તો તમારા આકસ્મિક ખર્ચમાં ઘટાડો થઈ શકે છે અને બચત પણ વધવા લાગે છે. આજે અમે તમને એના વિષે જણાવીશું.

મિત્રો જો તમાર ઘરમાં અરીસો લાગેલો છે, તો તમે તેને એવી રીતે લગાવો કે જેથી તેનું પ્રતિબિંબ તિજોરી કે ધન રાખવાના સ્થાન ઉપર હોય. તેનાથી તમારા ખર્ચા ઓછા થશે અને તેનાથી બચાવેલું ધન પણ વધે છે. એવું વાસ્તુ વિજ્ઞાનમાં દર્શાવવામાં આવ્યું છે. અને જો ઘરમાં કોઈ તૂટેલો અરીસો છે કાચ છે તો એને સૌથી પહેલા ઘર માંથી હટાવી દો. એ નકારાત્મકતા લાવે છે.

તેમજ જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મી માતા અને ભગવાન કુબેર કે સાથીયાના ચિન્હનો ફોટો લગાવો છો, તો ધનની કમી નથી રહેતી.

અન્ય એક ઉપાય છે કે, તમે ઘરમાં જ્યાં કુટુંબના સભ્યો વધુ સમય પસાર કરે છે તે જગ્યા પર ચાંદી, પિત્તળ કે તાંબાનું પીરામીડ મુકો. એમ કરવાથી આવકના સાધનોમાં વધારો થાય છે અને પૈસાની કમી નથી રહેતી.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના પૂજા સ્થાન અને અને તિજોરીમાં હંમેશા માટે લાલ કપડું પાથરી રાખો. અને સાંજના સમયે ઘરની કોઈપણ મહિલાને કહીને વિધિ પૂર્વક ત્યાં ૩ અગરબત્તી પ્રગટાવો અને નિયમિત પૂજા પાઠ કરો.

જો વાસ્તુનું માનીએ તો ઘરમાં માછલી રાખવું પણ ઘણું શુભ માનવામાં આવે છે. કરણ કે એવું કરવાથી ઘરમાં ધનનું આગમન થાય છે અને બરકત જળવાઈ રહે છે.