ઘરમાં આ 4 છોડ કરી દેશે માં લક્ષ્મીને નારાજ, જીવન ભર છવાઈ રહશે દરિદ્રતા

0
4455

તમે જાણતા હશો કે આપણા હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ઘણું જ મહત્વ માનવામાં આવ્યું છે. તેમજ આપણા સમાજમાં એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ તે મુજબ કામ કરે છે તેમના જીવનમાં ક્યારે પણ કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ નથી આવતી અને તે પોતાનું જીવન આનંદ પૂર્વક પસાર કરે છે. હિંદુ ધર્મ મુજબ ઝાડ અને છોડમાં પણ  આત્મા હોય છે અને સાથે જ તે સંવેદનશીલ પણ હોય છે, તેમજ એમના શક્તિશાળી ભાવોના માધ્યમથી તમારું જીવન બદલાઈ શકે છે.

ઘરમાં આ છોડ ન લગાવવા, નહિ તો લક્ષ્મીની કૃપા નહિ થાય :

સામાન્ય રીતે જોવામાં આવે છે કે લોકો પોતાના ઘરના આંગળામાં અથવા આસપાસ કોઈ પણ છોડ લગાવી દે છે. પણ આજે અમે એ છોડ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તમારા સારા નસીબ ખરાબ નસીબમાં ફેરવાય જાય છે, અને ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. માટે તમારે પોતાના ઘરમાં આ છોડ લગાવવા રાખવા જોઈએ નહિ.

ઘરમાં તુલસીનો છોડ રાખવો શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. પરંતુ અમુક છોડ એવા પણ હોય છે જે ઘર પરિવારમાં ક્લેશ અને ખરાબ નસીબનું કારણ બને છે. આ છોડ જે ઘરમાં અથવા ઘરની આસપાસ હોય છે એ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. તો આવા છોડ ઘરમાં ન રાખવા જોઈએ.

બોનસાઈ ટ્રી :

વેસ્ટર્ન લાઇફસ્ટાઇલને જોઈને લોકો પોતાના ઘરને સણગારવા માટે પણ ઘણા પ્રકારના છોડ ઘરમાં લગાવે છે. જેમાંથી એક છોડ બોનસાઈનો પણ હોય છે. લોકો આ છોડને ખુબ હોંસે હોંસે પોતાના ઘરની અંદર રાખે છે. કારણ કે આ છોડ દેખાવમાં ઘણા જ સુંદર લાગે છે. પરંતુ આપણા શાસ્ત્રો મુજબ આવા છોડ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. અને જે પણ ઘરમાં આવા છોડ લગાવેલા હોય છે, ત્યાં માતા લક્ષ્મીનું આગમન થતું નથી અને ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. આ કારણે જો તમે પણ તમારા ઘરમાં બોનસોઈનો છોડ રાખ્યો છે તો આજે જ તેને ઘરમાંથી દુર કરી દો. જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા ઉપર અને તમારા કુટુંબ ઉપર કાયમ માટે જળવાઈ રહે.

કેકટસનો છોડ :

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય કાંટા વાળા છોડ રાખવા જોઈએ નહિ. એના સિવાય એ છોડ પણ ઘરમાં નહિ રાખવા જોઈએ જેને કાપવાથી અથવા છોલવાથી દૂધ નીકળતું હોય. કારણ કે આ છોડ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે. એના સિવાય આવા છોડથી ઇજા થવાનો ભય પણ રહે છે. તેમજ આપણા ધર્મ શાસ્ત્ર મુજબ ઘરમાં આપણે ભૂલથી પણ કેકટસનો છોડ ન લગાવવો જોઈએ. કેમ કે આ છોડમાં કાંટા હોય છે અને કાંટા વાળા છોડ નકારાત્મક તરફ ઈશારો કરે છે અને જે ઘરમાં આ છોડ લાગેલો હોય છે તે ઘર કુટુંબ ના સભ્યો વચ્ચે લડાઈ ઝગડા અને મનભેદની સમસ્યા રહે છે. જે આપણા જીવનને ઘણી અસર કરે છે.

આંબલીનું ઝાડ :

આ યાદીમાં ત્રીજું ઝાડ છે જેને આપણે આપણા ઘરના આંગળામાં ન લગાવવું જોઈએ તે છે આંબલીનું ઝાડ. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે ઘરની આજુબાજુ ક્યારે પણ આંબલીનું ઝાડ ન હોવું જોઈએ, કારણ કે એવી માન્યતા છે કે આંબલીના ઝાડમાં ભૂત અને નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે. અને તેની સાથે જ એનું વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલુ છે જે કારણે આપણે આંબલીના ઝાડને ઘરના આંગળામાં ન રાખવું જોઈએ. અને તે વૈજ્ઞાનિક કારણ એ છે કે આંબલીના પાંદડા માં અમ્લનું વધુ પ્રમાણ હોવાને કારણે આજુ બાજુનું વાતાવરણ પણ અમ્લીય બની જાય છે. જે આરોગ્ય માટે નુકશાનકારક છે.

મૃત છોડ :

જો તમારા ઘરમાં કોઈ એવા છોડ છે જે મૃત છે, તો એને તરત હટાવી દો. કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવા છોડથી ઘરમાં નકારાત્મકતા આવે છે. એવા છોડને ઘરમાં રાખવાની શખત મનાઈ છે. એના સિવાય એનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આ છોડ ઓક્સિજન આપવાની જગ્યાએ ઓક્સિજન લે છે. આ કારણે આસ પાસના વાતાવરણમાં ઓક્સિજનની માત્રા ઓછી થઇ જાય છે. એવા છોડને આ બંને કારણોને લીધે ઘરમાં નહિ રાખવા જોઈએ.